ઐશ્વર્યા સાથે રોમાન્સની વાત લઇને અભિ બોલ્યો કંઇક ‘આવું’, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય લગ્ન પહેલાંથી જ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. એશ્વર્યા રાયએ એકથી ચઢે તેવી એક હિટ ફિલ્મો આપી છે, સાથે જ અભિષેકની પણ અનેક ફિલ્મો આવી છે.

image source

અભિષેક અને ઐશ્વર્યા સૌથી પહેલા ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી તેઓ સારા મિત્ર બન્યા અને ત્યાર પછી રિલેશનશિપમાં બંધાયા. ફિલ્મ ગુરુ પછી બંનેએ પોતાના સંબંધોને લગ્નમાં પરિવર્તિત કર્યા.

image source

એપ્રિલ 2007માં અભિષેક બચ્ચને મુંબઈના જુહુમાં પોતાના ઘરે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં. ઐશ્વર્યા રાય પણ અત્યાર સુધીમાં અનેક વખત જાહેરમાં કહ્યું છે કે અભિષેક બેસ્ટ હસબન્ડ છે. ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી સિવાય અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીનાં પણ ઘણીવાર જોવા મળી છે. બંનેની જોડીને લોકો પણ ખૂબ પસંદ કરે છે.

image source

તાજેતરમાં જ અભિષેક બચ્ચને એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે અમારા બંને વચ્ચે જે સૌથી સારી બાબત છે એ છે કે અમે બંને અમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ રાખીએ છીએ અમે ક્યારે કોઈ ફિલ્મ એટલા માટે સાઈન નથી કરી કે તેમાં અમે બંને સાથે હોય..

image source

અભિષેક બચ્ચન અને વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ એવો પ્રોજેક્ટ હોય કે જે કલાકાર ની જરૂરિયાત ને પૂરી કરે તેમાં કંઈક સારું અને અલગ હોય તો એ એ પ્રોજેક્ટ પર અમે સાથે કામ કરવાનું વિચારી શકીએ.

image source

પોતાની દીકરી આરાધ્યા બચ્ચન વિશે અભિષેકે જણાવ્યું હતું કે હાલ તો લોકડાઉન ચાલે છે અને તેનું વર્ચ્યુઅલ સ્કૂલિંગ ચાલી રહ્યું છે. ઘરમાં તે મોટા ભાગનો સમય પોતાના સ્કૂલના કામમાં પસાર કરે છે. જોકે તે ખુશ છે કે ઘણા સમય પછી તેની માતા અને પિતા બંને આટલા લાંબા સમય સુધી તેની સાથે સમય પસાર કરી શકે છે. સામાન્ય રીતે અભિષેક અને ઐશ્વર્યા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી દીકરી સાથે સમય પસાર કરી શકતા નથી.

image source

વર્કફ્રંટની વાત કરીએ તો અભિષેક બચ્ચનની વેબ સીરીઝ બ્રિધ ઈન ટુ ધ શેડો 10 જુલાઇએ રીલિઝ થઈ છે. આ સિવાય અભિષેક અનુરાગ બાસુની લુડો માં પણ કામ કરી રહ્યા છે.

image source

જોકે માત્ર અભિષેક બચ્ચન જ નહીં પરંતુ અભિષેક અને ઐશ્વર્યા ના ચાહકો પણ ફરી એકવાર બન્નેને એકસાથે ઓન-સ્ક્રીન કામ કરતા જોવા ઈચ્છે છે. હવે જોવાનું રહ્યું કે કઈ ફિલ્મથી દર્શકોની ઇચ્છા પુરી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span