એક એવું કારણ જેના લીધે એશ્વર્યા હંમેશા આરાધ્યાનો હાથ પકડી રાખે છે…

અત્યારે પણ આખાય વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. આવા સમયે અનેક લોકો કોરોનાનો ભોગ બન્યા છે, હજારો લોકો આખાય વિશ્વમાં રોજ મૃત્યુના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં પણ આ મહામારીની અસર જરાય ઓછી થઇ નથી. આહી પણ મરીજોની સંખ્યા રોજે રોજ વધી રહી છે. જો કે આ બીમારીના કારણે કેટલાય લોકો સારા પણ થઇ રહ્યા છે. જો કે દેશમાં અત્યારે થોડીક છૂટછાટ આપવામાં આવી છે, સરકારે એવો વિશ્વાસ પણ અપાવ્યો છે કે હવે લોકડાઉન નહિ કરવામાં આવે.

image source

હાલમાં સામાન્ય લોકોની જેમ જ સેલેબ્રેટી પણ ઘરમાંથી બહુ ઓછા જ બહાર નીકળે છે. એવા સમયે સેલેબ્રેટી સાથે જોડાયેલી અનેક ખબરો કહાનીઓ અને કિસ્સાઓ, ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે બચ્ચન પરિવારની પુત્રવધુ એટલે કે એશ્વર્યા રાય બચ્ચન અને એમની દીકરી આરાધ્યાનો એક કિસ્સો વાયરલ થઇ રહ્યો છે. શું તમે જાણો છો કે એવું શું છે?

image source

અનેક લોકો દ્વારા એશ્વર્યા રાયને લઈને આ બાબતે મજાક કરાઈ રહી છે કે તે પોતાની દીકરીનો હાથ શા માટે ક્યારેય છોડતી નથી. જો કે આ પાછળનું કારણ પણ બહુ ઓછા લોકો જ જાણે છે.

એશ્વર્યા રાય કોઈ કાર્યક્રમમાં હોય અથવા તો પછી રેડ કાર્પેટ પર, પાર્ટી હોય કે કોઈ અન્ય ફંક્શન, એ હંમેશા દીકરી આરાધ્યાનો હાથ પકડી એને પોતાની સાથે જ રાખે છે, અને એક ક્ષણ માટે પણ હાથ છોડતી નથી. આની પાછળનું કારણ છે દીકરીની વધારે પડતી ચિંતા.

image source

એક ઈન્ટરવ્યુંમાં આ અંગે એશ્વર્યા રાયે કહ્યું હતું કે તેઓ દીકરીને લઈને બહુ ગંભીર રહે છે. એ હંમેશા આરાધ્યાની નજીક રહેવા માંગે છે એટલે એ એક ક્ષણ માટે પણ એને નથી છોડતી. જો કે એમણે એમ પણ કહ્યું કે આ બાબતે કોઈ શું કહે છે અથવા વિચારે છે એનાથી એમને કોઈ ફરક પડતો નથી.

એશ્વર્યાનું માનવું છે કે બાળક જયારે પણ ચાલતા શીખે છે, ત્યારે માતા-પિતા એના હાથને પકડી રાખે છે. જેથી કરીને બાળક પડી ન જાય. જયારે એ થોડુક મોટું થાય છે, ત્યારે એનું અહી તહી દોડવું અને મસ્તીમાં એવું બધું પણ કરવું જેનાથી એને નુકશાન પહોચી શકે છે. આવા સમયે બાળકને સુરક્ષિત રાખવા માટે આ સૌથી સારો ઉપાય છે કે તમે એનો હાથ પકડી રાખો.

image source

એશ્વર્યાનું કહેવું છે કે તે સેલેબ્રેટી છે, એ જ્યાં પણ જાય છે ત્યાં ભીડ એકત્રિત થઇ જાય છે, એવામાં શા માટે એ આરાધ્યાનો હાથ ન પકડી રાખે? તમે જ વિચારો કે જો તમે માર્કેટમાં તમારા નાના બાળકને લઈને જાઓ છો, તો શું તમે એમનો હાથ નથી પકડી રાખતા?

image source

એશ્વર્યાએ વધુમાં કહ્યું હતું કે બાળકો જ્યારે શરમાય છે અથવા અજુગતું લાગે ત્યારે પણ તેઓ માતા-પિતાનો જ હાથ પકડતા હોય છે. જ્યારે તેઓ કોઈ અજાણ્યા લોકોને મળે છે ત્યારે પણ મજબુતાઈ પૂર્વક માતા-પિતાનો હાથ પકડી લે છે. કારણ કે બાળકને સૌથી વધારે વિશ્વાસ એમના પર હોય છે. આરાધ્યા સાથે પણ એવું જ થાય છે, જ્યારે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મળે છે ત્યારે તે માના હાથને બળપૂર્વક પકડી લે છે.

image source

આરાધ્યા ધીરુભાઈ અંબાણી સ્કુલમાં ભણે છે, જો કે હાલમાં લોકડાઉનના કારણે બધી સ્કુલ બંધ છે. અને હા, એશ્વર્યાની દીકરી આરાધ્યને ડાંસનો પણ ખુબ જ શોખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.