એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ વે પ્રોજેક્ટ અંતિમ ચરણમાં, શરુ કર્યું ટ્રાયલ, માત્ર આટલી જ મિનિટમાં તળેટીથી મંદિર પહોંચી જશો

અનેકવિધ સિદ્ધિઓના કારણે અત્યાર સુધીમાં ગુજરાતનું નામ વિશ્વભરમાં ચમક્યું છે ત્યારે વધુ એક સિદ્ધિ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના નામે લખવા જઈ રહી છે. ટુંક સમયમાં જ જૂનાગઢ ખાતે એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ રોપવેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

image source

ગિરનાર પર બનતા રોપ-વેનું ટ્રાયલ હાલ શરુ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ ટીમ પણ જૂનાગઢ આવી હતી. હાલ તો રોપવે પર જરૂરી સામાન ચઢાવી ટ્રાયલ કરવામાં આવી હતી. પરંતુ ટુંક સમયમાં બીજી ટીમ ઓસ્ટ્રેલિયાથી આવશે જે લોકો સાથે રોપવેનું ટ્રાયલ કરશે.

image source

રોપવેનું કામ લોકડાઉન દરમિયાન અટક્યું હતું પરંતુ હવે આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન મોદીના હસ્તે ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

image source

ઓસ્ટ્રેલિયાથી 4 નિષ્ણાંતો જૂનાગઢ આવ્યા છે, જેઓ રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ખાલી ટ્રોલીનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે તેમાં ક્રમશ વજન ભરીને ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

image source

ગિરનાર રોપ વેની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે ટુંક સમયમાં ટ્રોલીમાં 400 કિલો વજન રાખી ટ્રાયલ કરાશે. આ ઉપરાંત રિવર રોપવેના એન્જિનિયરોની પણ મદદ લેવામાં આવી રહી છે. સંભવત આગામી દોઢથી બે માસની અંદર ટ્રાયલની કામગીરી પૂર્ણ થયા બાદ ગિરનાર રોપ વે શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

image source

ચર્ચાઓ એવી છે કે નવેમ્બર સુધીમાં રોપ વે કાર્યરત થઈ જ જશે તો વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન થાય જો તેઓ રુબરુ ન આવી શકે તો ઈ લોકાર્પણ દ્વારા પણ રોપ વેની પ્રજાને ભેટ આપી શકે તેવી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

image source

મહત્વપૂર્ણ વાત એ છે કે આ રોપ વે તૈયાર થઈ જતાં ગિરનાર પર બિરાજતા માં અંબાજીના દર્શન કરવા હજારો પગથિયા ચઢવા નહીં પડે રોપ વે વડે માત્ર 7થી 8 મિનિટમાં ગિરનાર પર પહોંચી શકાશે. આ રોપ વેમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી કુલ 9 ટાવર તૈયાર કરાયા છે. તળેટીથી અંબાજી સુધીનું અંતર 2.7 કિમીનું છે. રોપ વેની એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકશે. આવી અહીં 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span