કારકીર્દીમાં અઢળક સફળતા મેળવવા જ્યોતિષ આ રત્નો પહેરવાની આપે છે સલાહ
જ્યોતિષ શાસ્ત્ર વિવિધ રીતે તમારી કીસ્મતને પ્રબળ બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે. જે આપના જોવામાં ઘણીબધી વાર આવ્યું છે. જીવનમાં સફળતા મેળવવા માટે આપણે અવારનવાર જ્યોતિષનો સહારો લેતા હોઈએ છીએ. લગ્ન પ્રસંગ હોય, બાળકનું નામ રાખવાનું હોય, નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય, બધી જ શુભ ઘડિઓમાં આપણે જ્યોતિષનો સહારો લઈને શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે કારકીર્દી માટે પણ લોકો જ્યોતિષ શાસ્ત્રનો સહારો લેતા હોય છે. જેમાં કરોડપતિ બિઝનેસમેનથી માંડીને સામાન્ય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

તમે ઘણી બધી સફળ વ્યક્તિના હાથની આંગળીઓમાં એકથી વધારે વીંટીઓ પહેરેલી જોતા જ હશો. તમે અમિતાભને પણ જોયા હશે તેઓ પણ પોતાની આંગળીઓમાં વિવિધ રત્નોવાળી વીંટી પહેરે છે. તમારી કારકીર્દી પ્રમાણે તમારા વ્યવસાય પ્રમણે જ્યોતિષ તમને વિવિધ રત્નો પહેરવાની સલાહ આપતા હોય છે. જ્યારે કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ ચાલી રહ્યો હોય તો તેના સાથે સંબંધીત રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. વિવિધ રત્નો કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધીત હોય છે.

તમારી કારકીર્દીને લઈને તમારા માટે કયો રત્ન સૂટ કરશે તેનો આધાર તમે કઈ દીશામાં સફળતા મેળવવા માગો છે તેના પર રહેલો છે. જો તમે પ્રશાસનિક ક્ષેત્રમાં, રાજકારણમાં, ઉચ્ચ પ્રશાસનિક ક્ષેત્રમાં અથવા તો ન્યાયાધીશ તરીકે સફળ થવા માગાત હોવ તો તમને પોખરાજનો રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ બળવાન થાય છે.
તમારા વ્યવસાય પ્રમાણે ધારણ કરો ગ્રહ
માણેકનો રત્ન પહેરવાથી તમારા સાહસમાં વધારો થાય છે. જેનાથી તમે પ્રશાસનિક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. સફળ ફિલ્મ અભિનેતા, પ્રોડ્યુસર, ગાયક, ડીરેક્ટર બનવા માટે તમને ઓપલ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. પન્નાનો ગ્રહ ધારણ કરવાથી તમને બેંકિંગ, ઇન્કમ ટેક્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ડોક્ટર વિગેરે વ્યવસાયોમાં સફળતા મળે છે. સફળ રાજકારણી તેમજ ખ્યાતનામ વકીલ બનવા મટે તમારે ગોમેદ ધારણ કરવો જોઈએ. સરકારી નોકરીમાં પ્રમોશન મેળવવા માટે તમારે માણેક તેમજ પન્નાના ગ્રહ પહેરવા જોઈએ. પોલીસ કે પછી સેનામાં જવા માટે અથવા તો મોટા ખેલાડી બનવા માટે મૂંગા એટલે કે રેડ કોરલનો રત્ન, એટલે કે લાલ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આ રત્ન મંગળનો દોષ દૂર કરવા માટે પહેરવામાં આવે છે. નાની મશીન સાથે કામ કરનારા, તેલ, પેટ્રોલ, ડીઝલ વિગેરે સાથે કામ કરતા તેમજ ભંગાર ઉપરાંજ વીજળી, લોખંડ વિગેરે સાથે કામ કરતા લોકોએ નીલમનો રત્ન ધારણ કરવો જોઈએ.

કયા ગ્રહ માટે કયો રત્ન પહેરવામાં આવે છે.
મંગળને મજબૂત બનાવવા માટે ઉપર જણાવ્યું તે પ્રમાણે મુંગા રત્ન પહેરવામાં આવે છે. ઓપલ એટલે કે હીરો પહેરવાથી તમારો શુક્ર મજબુત બને છે. બુધ માટે પન્ના પહેરવામાં આવે છે. ચંદ્રને મજબૂત બનાવવા માટે તમારે મોતીની વીંટી પહેરવાની હોય ચછે. માણેકનો રત્ન સૂર્યને બળવાન બનાવવા માટે પહેરવામાં આવે છે. પોખરાજ ગુરુને મજબૂત બનાવવા માટે અને નીલમ પહેરવાથી શનિ મજબુત બને છે. જ્યારે ગોમેદ રાહુને શાંત કરવા માટે પહેરવામાં આવે છે. આ ઉપરાંત કેટ આઈ સ્ટોન જેને લસણિયો રત્ન પણ કહેવામાં આવે છે તેને પહેરવાથી કેતૂ મજબૂત બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.