આ જગ્યા પર પાર્વતીજી અને પાંડવોએ કરી હતી તપસ્યા, જે આજે ફેમસ છે ટ્રેકિંગ માટે, જાણો તમે પણ વધુમાં

• પંચ કેદારમાં ત્રીજું તુંગનાથ મંદિર છે, જે બુધવારે 11.30 વાગ્યે ખોલી નાખવામાં આવ્યું હતું.

image source

કોરોના મહામારી હોવા છતાં બુધવારના દિવસે લગભગ ૧૧:૩૦ વાગે ઉતરાખંડમાં આવેલ રુદ્રપ્રયાગ જીલ્લાના ચૌપટા ક્ષેત્રમાં સ્થિત પ્રાચીન યુગના તુંગનાથ મહાદેવ મંદિરના કપાટ વૈદિક મંત્રોચાર તેમજ વૈદિક વિધિ સાથે ખોલી દેવામાં આવ્યા છે. અત્યારે કોરોના મહામારીના કારણે લગભગ બધા જ ધાર્મિક ઉત્સવો અને સ્થળો પર આવજાવ કરવા બાબતે સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવેલું છે. ત્યારે આ લોકડાઉન છતાં મોટો ઉત્સવ ન કરીને માત્ર ૨૦ જ લોકોની હાજરીમાં મંદિરના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા.

image source

પંચ કેદાર : પાંડવો અને માતા પાર્વતીની તપસ્યા

આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં પંચકેદાર મહાદેવ મંદિર સ્થિત છે. આ પાંચેય મંદિરોની કથાઓ મહાભારતમાં ઉલ્લેખિત પાંડવો સાથે જોડાયેલી છે. કહેવાય છે કે આ સ્થળે પાંડવોએ તપસ્યા કરી હતી. તેમજ માતા પાર્વતીએ પણ આ જ સ્થળે શિવજીને પ્રસન્ન કરવા માટે અખંડ તપસ્યા કરી હતી. જો કે મૌસમની દ્રષ્ટીએ ઠંડીના દિવસોમાં અહીનું વાતાવરણ અપ્રતિકૂળ રહે છે. આ કારણો સર જ તુંગનાથ મંદિર ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. અને ગરમીના દિવસોમાં આ મંદિરના કપાટ ખોલી દેવામાં આવે છે.

image source

મંદિરનો પૌરાણિક ઈતિહાસ અને આકર્ષણ ક્ષેત્રો

પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ અનેક રીતે જોવા મળે છે. જેમાં સૌથી મહત્વના બે પ્રસંગ એક તો આ સ્થળ પર માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. બીજો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલ છે. માન્યતાઓ પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ એક હજાર વર્ષ કરતા પણ વધારે જૂનો છે. પંચ કેદારમાં કેદારનાથ, રૂદ્રનાથ, તુંગનાથ, મધ્યેશ્વર, અને કલ્પેશ્વર મહાદેવ મંદિરો પણ સામેલ છે. સમુદ્ર કિનારાથી આ તુંગનાથ મંદિરની ઊંચાઈ લગભગ 12000 ફૂટ જેટલી છે. સમુદ્ર તટથી આ ઉંચાઈના કારણે જ આ મંદિર ટ્રેકિંગના શોખીન લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે.

image source

તૃતીય કેદાર મંદિર ભક્તો માટે તૈયાર

પંચ કેદારમાં તુંગનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તૃતીય કેદાર તરીકે થાય છે. મંદિર ખોલી નાખાવામાં આવ્યું છે ત્યારે માર્કેંડેય મંદિર, મક્કૂમઠમાં સવારે આઠ વાગ્યાથી તૃતીય કેદાર ભગવાન તુંગનાથની પૂજા-અર્ચના શરૂ થઇ. ત્યારબાદ પૂજારીએ મહાભિષેક, ભોગ અને આરતી પણ કરી. આ સાથે જ ત્યાં નવા અનાજનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.

image source

તુંગનાથ મંદિર કેવી રીતે જઈ શકાય છે ?

તુંગનાથ મંદિર જવા માટે સૌથી પહેલા સોનપ્રયાગ જવું પડે છે. ત્યાંથી ગુપ્તકાશી જઈને, ઉખીમઠ અને ચોપતા થઈને તુંગનાથ મંદિર સુધી સડક માર્ગે પહોંચી શકાય છે.

source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.