આ બેન્કના ગ્રાહકો હવે ATM વગર જ ઉપાડી શકશે પૈસા, શું તમારું એકાઉન્ટ છે આ બેન્કમાં?

કાર્ડ વગર પણ ATM માંથી પૈસા ઉપાડી શકો છો, આ બેંકના ગ્રાહકોને આપવામાં આવી નવી સુવિધા.

છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ડીજીટલાઈઝેશનનો ટ્રેંડ ચાલી રહ્યો છે તેમ છતાં પણ આજે પણ ATM માંથી પૈસા ઉપાડવા માટે મોટાભાગે આપણે બધા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. જો કે દેશની કેટલીક બેંક દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાર્ડલેસ કેશની સુવિધા એટલે કે જો ગ્રાહક ડેબિટ કાર્ડ ઘરે ભૂલી જાય છે કે પછી તેની પાસે ઉપલબ્ધ નથી હોતું અને તાત્કાલિક ધોરણે ગ્રાહકને ATM માંથી પૈસા ઉપાડવાની જરૂરીયાત પડે છે તો તે ગ્રાહકો બેંકની મોબાઈલ એપ પરથી કેટલીક માહિતી સાથે પૈસા ઉપાડી શકે છે

image source

આ સુવિધા કેટલીક બેંક પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી રહી છે. જો કે, આ કાર્ડલેસ સર્વિસ મોટાભાગે નેશનલાઈઝ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જયારે હવે દેશની કેટલીક પ્રાઈવેટ બેંક દ્વારા પણ કાર્ડલેસ સુવિધા પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે અગ્રસર થઈ રહી છે.

image source

મોટાભાગે જોવામાં આવ્યું છે કે, એટીએમ કાર્ડ ખિસ્સામાં નહી રહેવાના લીધે કેટલીક વ્યક્તિઓ પૈસા ઉપાડી શકતા નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની કેટલીક મોટી બેંક ગ્રાહકોને કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા આપી રહ્યા છે. આ યાદીમાં હવે અન્ય એક બેંક જોડાઈ ગઈ છે આ પ્રાઈવેટ સેક્ટરની આરબીએલ બેંક છે.

image source

આરબીએલ બેંક દ્વારા એટીએમ માંથી કાર્ડ વગર (કાર્ડલેસ) પૈસા ઉપાડવાની સુવિધાની શરુઆત કરી દીધી છે. આરબીએલ બેંકનું કહેવું છે કે, તેમણે આ સુવિધા માટે ગ્લોબલ નાણાકીય પ્રૌદ્યોગિકી પ્રદાતા કંપની એમપેજ પેમેંટ સિસ્ટમ્સની સાથે કરાર કરવામાં આવ્યો છે.

image source

આરબીએલ બેંકએ જણાવ્યું છે કે, હવે તેમના ગ્રાહક આરબીએલ બેંકના ત્વરિત ધન હસ્તાંતરણ (આઇએમટી) સેવાથી સજ્જ ૩૮૯ એટીએમ અને અન્ય બેંકોના ૪૦ હજાર કરતા વધારે એટીએમ માંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર પૈસા ઉપાડી શકો છો.

image source

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકને આરબીએલ બેંકના મોબેંક એપમાં લોગ ઈન કરીને એને એટીએમના બદલે જોવાનું રહેશે, જે આઇએમટીથી સજ્જ છે.

image source

ગ્રાહકએ ત્યાર બાદ બેંકના એટીએમ મશીનથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને કે પછી એપમાં કેટલાક વિકલ્પોનો પ્રયોગ કરીને ગ્રાહક કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકશે.

image source

આપને જણાવી દઈએ કે, આરબીએલ બેંક કરતા પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યોનો એપ દ્વારા કાર્ડલેસ સુવિધા પોતાના ગ્રાહકોને આપી રહી છે. એના સિવાય અન્ય કેટલીક બેંકોએ પણ કાર્ડલેસ સુવિધાની શરુઆત કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span