ક્યા બાત, ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓએ કરી નવરાત્રિની ઉજવણી, ઝૂમી ઉઠ્યા સિનિયર સિટિઝન્સ અને ખરી મોજ કરી

હાલમાં બધા તહેવારોની જેમ જ નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે અને બધા જાણો છો એ રીતે કોરોના મહામારીને કારણે ગુજરાતમાં તો નવરાત્રીમાં ગરબા આયોજીત નથી થઇ રહ્યા પરંતુ વિદેશમાં રહેલા ગુજરાતીઓ ગરબાનો આનંદ માણી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (GSWA) દ્વારા સિનિયર સિટિઝન માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

image source

આ આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની સ્થાનિક ગાઇડલાઇન અનુસાર આરતી, પ્રસાદ અને ગરબાનું આયોજન કરાયું હતું. ઓસ્ટ્રેલિયાથી વાત કરતાં જણાવ્યું હતું કે, GSWA દ્વારા ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટના પર્થ સિટીમાં ખાસ સિનિયર સિટિઝન ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં સનેડો સનેડો સહિતના ગીતો પર સૌ કોઇ ગરબા રમ્યા હતાં. સમગ્ર આયોજન દરમિયાન ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિટિઝન દ્વારા પૂજા, આરતી અને ગરબા બાદ પ્રસાદ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં તેની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે અને જોઈને લોકો હરખાઈ રહ્યા છે.

આ સિવાય વાત કરવામાં આવે તો ગરબા માટે જાણીતા ગુજરાતીઓએ ગરબાની રમઝટ ઓનલાઇન માણી છે. પાર્ટીપ્લોટમાં કે જાહેરમાં શેરી ગરબા ન થઈ શકે તો ઘરમાં જ ચણિયાચોળી પહેરી ગરબા રમી નવરાત્રિ માણી રહ્યા છે. અમદાવાદમાં ધ બિગ પિક્ચર નામે યુવકોએ પોતાના ખર્ચે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં ડીજે પૃથ્વીના તાલે ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર ગરબા રમ્યા હતા.

image source

ડીજે પૃથ્વી શાહે જણાવ્યું હતું કે, આ વર્ષે જાહેરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી. જેથી ઓનલાઇન ઝૂમ એપ્લિકેશન પર મોટા પડદે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 130 લોકો ઓનલાઇન જોડાયા હતા. 250 જેટલા લોકો તેમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમ્યા હતા. ડીજેની ફુલપ્રુફ સાઉન્ડ સિસ્ટમના તાલે ગરબા લોકો રમ્યા હતા. ગરબામાં માત્ર અમદાવાદ, રાજકોટ અન્ય શહેરોના જ નહીં પરંતુ દુબઇ અને ઓસ્ટ્રેલિયાથી પણ લોકો જોડાયા હતા. દુબઈના એક અને ઓસ્ટ્રેલિયાના બે ફેમિલી જોડાયા હતા.

image source

વર્ચ્યુઅલ ગરબામાં ભાગ લેનાર ખેલૈયા રિયા શાહે જણાવ્યું હતું કે, મને ગરબાનો બહુ જ શોખ છે. ગરબાની શરૂઆતથી લઈ જ્યાં સુધી ગરબા પૂરા ન થાય ત્યાં સુધી હું ગરબા રમું છું.

પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ વર્ચ્યુઅલ ગરબા કર્યા છે. ઓનલાઇન ઝૂમ પર ડીજેના તાલે મારી બહેન અને માતા સાથે જોડાઈ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરમાં જ ગરબા રમ્યા હતા. પાર્ટીપ્લોટમાં ગરબા રમવાની મજા કંઈક અલગ જ હોય છે પરંતુ વર્ચ્યુઅલ ગરબામાં પણ ખૂબ જ મજા આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.