જાણો અવકાશ સાથે જોડાયેલી આ અજાણી વાતો, જે જાણીને માથું ખંજવાળવા તમે થઇ જશો મજબૂર
નમસ્તે મિત્રો, આ લેખમાં તમારું સ્વાગત છે યુનિવર્સ એટલે આપણું વિશાળ બ્રહ્માંડ . બ્રહ્માડ એક એવો શબ્દ છે જેમાં વિશ્વના તમામ રહસ્યો આવી જાય છે અને બ્રહ્માડ મનુષ્ય માટે એક એક પઝલ સમાન છે . વિશ્વના સૌથી હોશિયાર અને સૌથી બુદ્ધિશાળી લોકો આશ્ચર્ય થી ભરેલા આ બ્રહ્માડ ના આ રહ્યસ્યો ને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમના જોરદાર પ્રયત્નો કરવા છતાં, આ બ્રહ્માંડમાં થી આપણે ફક્ત 1 % જેટલું જ બ્રહ્માડ સમજી શક્યા છીએ. જ્યારે બાકીના 99 % બ્રહ્માડ હજી પણ આપણા માટે વણઉકેલ્યું છે તેમ છતાં બ્રહ્માંડ ના ફક્ત 1% ભાગ માં જ અબજો રહસ્યો અને આશ્ચર્યજનક તથ્યોથી ભરેલું છે, તમે બ્રહ્માંડ સંબંધિત ઘણા આશ્ચર્યજનક તથ્યો સાંભળ્યા જ હશે કારણ કે બ્રહ્માંડ વિશે કંઈક ને કૈક નવું બહાર આવતું જ રહે છે તેથી, આજે આ લેખની મદદથી, અમે બ્રહ્માંડ સાથે સંબંધિત કેટલાક તથ્યો રજૂ કરવાના છીએ જે તમને તમારું માથું ખંજોળવા પર મજબુર કરી દેશે.

1 :અવકાશ માં પૃથ્વી કરતા કરોડો ગણું મોટું પાણી નું વાદળ આવેલું છે
સમગ્ર બ્રહ્માંડ માં આપણી પૃથ્વી જ એકમાત્ર એવી જગ્યા માનવામાં આવે છે જ્યાં જીવન સુલભ છે કારણ કે અહીં પાણીની ઉપસ્થિતિ છે અને પૃથ્વી પર પાણીથી જ જીવન ની શરૂઆત થઈ હતી વૈજ્ઞાનિકો માને છે કે જો કોઈ ગ્રહ પર પાણી હોય તો ત્યાં જીવન સંભવિત છે અત્યાર સુધીની ઘણા વર્ષોની શોધ બાદ પણ અંતરિક્ષમાં પાણી ના કોઈ પણ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા પરંતુ જો તમને કહેવામાં આવે કે બ્રહ્માંડ માં ક્યાંક જગ્યાએ એક વાદળ આવેલું છે જેમાં ઘણું પાણી સમાયેલું છૅ જે આખી પૃથ્વીના મહાસાગરો ને ” 140 મિલિયન કરોડ ” વખત ભરી શકે છે, શું તમે આનો વિશ્વાસ કરો ? આ પાણી નું વાદળ આપણિ પૃથ્વી થી બારસો કરોડ પ્રકાશ વર્ષ દૂર, આવેલુ છે જેમાં પાણી ની પ્રચંડ માત્ર સમાયેલી છે અને વૈજ્ઞાનિકો એ પણ જાણ્યું છે કે આ વિશાળકાય વાદળ ની અંદર એક બ્લેકહોલ પણ આવેલો છે. આ વાદળ નું દળ ખૂબ જ વધારે છે જેમકે આ વાદળનું દળ પૃથ્વી કરતા કરતા 4000 મિલિયન ગણુ વધારે છે.

2: – મંગળ પર વાદળી રંગનો સૂર્યાસ્ત થાય છે
આપણી પૃથ્વી પર સૂર્યાસ્ત નો સમય ખૂબ જ આકર્ષક લાગે છે, આકાશમાં લાલ અને સુંદર નારંગી રંગનો સૂર્ય દરેકને મનમોહક લાગે છે, પરંતુ જો તમે માર્સ ( મંગળ ) પર છો, તો સૂર્ય અને આકાશ તમને સૂર્યાસ્ત સમયે વાદળી રંગ નું દેખાશે. મંગળ પૃથ્વી ની સાપેક્ષે સૂર્યથી ખૂબ જ દૂર હોવા થી ત્યાં પહોંચતા સૂર્યના કિરણો એટલા પ્રબળ રહેતા નથી જેના કારણે મંગળ નો સૂર્યાસ્ત નો રંગ વધુ અંતરને લીધે નારંગી રંગ માંથી વાદળી રંગમાં ફેરવાઈ જાય છે

3 : – તમે આજે રાત્રે કે તાજેતર માં જોયેલા તારાઓ ખરેખર વાસ્તવિક માં તમે જોયેલી જગ્યા એ હોતા જ નથી
રાત્રે આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓ એક અદભૂત દૃશ્ય સમાન હોય છે, જેની ચમક જોઈ ને આપનું દિલ ખુશ થઈ જાય છે અને તેમને જોતા જ મન માં વિચાર આવતો હશે કે જો આ તેજસ્વી તારાઓ ની વધુ નજીકથી જોઈ શકાય તો કેવું ? પરંતુ તમે જો કોઈ તારા ની પાસે પહોંચી જાઓ છો, તો ત્યાં પહોંચીને તમે જોશો કે તે તારો હકીકતમાં ત્યાં છે જ નહીં હકીકતમાં, આ તારાઓ આપણા પૃથ્વી થી હજારો પ્રકાશ વર્ષ દૂર છે. તેમનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે ત્યાં સુધી હજારો વર્ષો નો સમય લાગે છે અને ત્યારબાદ આ તારાઓ નાશ પામે છે , એટલે કે આપણે આજે રાત્રે આકાશમાં જે તારા જોશું તે તારો આપણા જન્મ પહેલાં જ નાશ પામ્યો હશે . છે ને નવાઈ ની વાત ?

4 : – માત્ર પાણીનો જ નહીં પરંતુ અવકાશ માં દારૂ નો વાદળ પણ જોવા મળે છે !
પાણીથી ભરેલું વાદળ મળવું તો તમને સામાન્ય લાગતું હશે પણ પણ શું તમે માનો છો ? કે દારૂ નું વિશાળ સમુદ્ર અવકાશ માં હિલોળા મારી રહ્યો છે, જે આપણી આકાશ ગંગાથી 390 પ્રકાશ વર્ષ દૂર આપણા સૂર્ય જેવા જ એક સૂર્ય પાસે આવેલો છે જે સૂર્યની નજીક મળી આવેલા ઘણા વાદળો કરતા ખૂબ જ મોટો છે આ વાદળ નું નામ સેઝી ટેરિયસ છે વાસ્તવમાં આ વાદળ અવકાશ વચ્ચે દારૂના દરિયા સમાન લાગે છે જેને કોઈ ખાસ તત્વોથી બનાવવામાં આવેલી દારૂની ભઠ્ઠી થી ના ભરવામાં આવ્યો હોય ! અવકાશ અને નિર્જીવ ગ્રહોની વચ્ચે દારૂનું વાદળ મળવુ એ એક ચમત્કાર થી ઓછું નથી અને નવાઈ ની વાત તો એ છે કે આ આલ્કોહોલ ” ઇથાઇલ આલ્કોહોલ ” છે જે વિશ્વમાં દરેક જાતની બિયર માં મિલાવવા માં આવે છે આ વાદળમાં આલ્કોહોલ નો એટલો વિશાલ જથ્થો મોજુદ છે કે જો પૃથ્વી પરના દરેક માનવી દરરોજ 300,000 કેન બિયર પીતા હોત તો પણ દારૂનો આ જથ્થો લગભગ 1 અબજ વર્ષ સુધી ખૂટે તેમ નથી ! આ દારૂનો આ વાદળ સૌ પ્રથમ વૈજ્ઞાનિકો એ સ્પેઇનમાં આવેલા આયર્ન ટેલિસ્કોપ ની મદદ થી શોદ્યો હતો હતું

5: – બ્રહ્માંડનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ નહિ પરંતુ મંગળ પર આવેલો એક પર્વત છે
પૃથ્વી પર હાજર સૌથી ઉચા પર્વતો આપણા માટે કુદરતની ભેટ તરીકે સૌંદર્યના નમૂના સમાન છે આ પર્વતો માનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે અને પૃથ્વી પરનો સૌથી મોટો જ્વાળામુખી મૌના લુઆ નામનો એક પર્વત છે, પરંતુ તાજેતરમાં મંગળ પર એવરેસ્ટ કરતા પણ ત્રણ ગણો મોટો પર્વત શોધવામાં આવ્યો છે જે ખુબજ મોટો પર્વત છે અને નવાઈ ની વાત તો એ છે કે આ પર્વત કોઈ સામાન્ય પર્વત નથી પરંતુ આ એક જ્વાળામુખી પર્વત છે અને જો આ જ્વાળામુખી ભવિષ્યમાં ક્યારેય ફૂટશે તો મંગળનું તાપમાન આશરે 40 ગણુ વધી જશે અને મંગળ વધુ ગરમ ગ્રહ બની જશે

આજે આ લેખ વાંચીને, તમારા મનમાં વિચારોનો વંટોળોનો શરૂ થઈ ગયો હશે તમને એમ થતું હશે કે હશે કે આ બધી વાત સાચી છે કે ખોટી તમારી જાણકારી મુજબ અમે તમને જણાવી દઈએ કે આ જાણકારી 100% સાચી છે જેને તમે ગુગલ માં પણ વાંચી શકો છો, આ બધી બાબતો બ્રહ્માંડમાં મળી આવેલી એક રહસ્યમયમે બાબતોના 1% બરાબર પણ નથી બ્રહ્માડ એટલું વિશાળ છે કે તેને સમજવા માટે લાખો વર્ષો કરતા પણ વધારે સમય લાગી શકે છે અને આજના આધુનિક યુગમાં અવકાશ ક્ષેત્રે શોધખોળ માટે વપરાતા સાધનો પણ મર્યાદિત છે, જેથી આપણે ફક્ત 1% બ્રહ્માંડ ને જ ઓળખી શક્યા છીએ જો તમારી પાસે પણ આવી કોઈ રહસ્યમય હકીકત છે તો નીચે કમેન્ટ દ્વારા તમે અમને જણાવી શકો છો. જો તમને આ લેખ વાંચવાનું ગમ્યું હોય તો તમે આ લેખ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.