જો તમે પણ હોસ્ટેલ લાઈફ વિશેની અદ્ભુત યાદોને જાણવા અને માણવા માંગો છો આ એકવાર જરૂરથી જુઓ.

અનેક બાળકોને ઘર પર રહીને માતાપિતા અને પરિવારનો સાથ અને પ્રેમ નથી મળી રહેતો. ક્યારેક અભ્યાસ તો ક્યારેક અનુશાસનના નામ પર સંતાનોને હોસ્ટેલમાં રહેવું પડે છે. આજકાલ તો ગામડામાં રહેતા બાળકોને બહારગામ ભણવા મોકલવું બહુ જ જરૂરી બની ગયું છે. આપણે બધા જ જાણીએ છીએ કે, હોસ્ટેલમાં બાળકોને બાળકોની જેમ નહિ, પણ સૈનિકોની જેમ નિયમોમાં રહેવું પડે છે. પરંતુ હોસ્ટેલની જિંદગી જીવવાનો રંગ પણ અલગ જ હોય છે. જો તમે ક્યારેય હોસ્ટેલમાં રહ્યા છો, તો આજે અમે તમને હોસ્ટેલ સાથે જોડાયેલી એવી વાતો બતાવીશું, જે હોસ્ટેલના દરેક બાળકે અનુભવી હશે. આ વાતો હોસ્ટલમાં રહેનારાઓ જ સમજી શકશે.

image source

કપડા ધોવાની આદત

જે બાળકો ક્યારેય પોતાના ઘરે કપડા ધોવાનું શીખ્યા નથી, તેમને હોસ્ટેલ આવીને કપડા ધોવા પડે છે. રાતભર કપડાને વોશિંગ પાવડરમાં પલાળીને રાખવા અને સવારે ઉઠીને ધોવું. ઘર પર રહીને આપણે એટલા આળસી થઈ ગયા હોઈએ છીએ, કે હોસ્ટેલની લાઈફ સુન્ન કરી દે છે.

મેગી અને ચાનો સાથ

જ્યારે આપણે ઘર પર હોઈએ છીએ, તો ખાવા માટે નવી નવી ફરમાઈશ કરતા હોઈએ છીએ. પરંતુ હોસ્ટલમાં એકવાર કિચનમાં તાળુ લાગી જાય તો કંઈ પણ મળવું મુશ્કેલ હોય છે. જ્યારે જાતે ખાવાનું બનાવવાનું આવે તો મેગીથી જ પેટ ભરી લેવું પડે છે. આવામાં ચા તો કોઈ એનર્જિ ડ્રિંક જેવી જ લાગે છે.

Hostel Life - IMR
image source

વારંવાર પાર્ટી

હોસ્ટેલમાં વારંવાર પાર્ટી, બર્થડે, પાસ થવાની પાર્ટી, બ્રેકઅપ પાર્ટી અને ન જાણે કયા કયા પ્રકારની પાર્ટી થતી રહે છે. જ્યારે કે ઘર પર તો તેની પરમિશન વારંવાર મળવી મુશ્કેલ હોય છે. આવામાં કહી શકાય કે હોસ્ટેલમા રહેવાનો આ એક મોટો ફાયદો હોય છે.

image source

ફિલ્મો

આપણી જિંદગીમાં ફિલ્મો એક હસ્તરેખાની જેમ છે. રોજ એક ફિલ્મ ન જુઓ તો બેચેની જેવી લાગવા લાગે છે. એક્ઝામ હોય કે રજા, એક ફિલ્મ તો જરૂર જોવાની હોય છે.

ચોકીદારથી ઓળખ

જ્યારે તમે એકલા રહો છો, તો ક્યારેક સુરક્ષાના હેતુથી તો ક્યારેક એકલતા દૂર કરવા માટે વિદ્યાર્થીઓ હંમેશા ચોકીદાર સાથે દોસ્તી રાખતા હોય છે.

image source

ન્હાવાથી દુશ્મની

આ પ્રોબ્લમ સૌથી વધુ યુવકોમાં હોય છે. ઘર પર તો ન્હાવાને લઈને મમ્મી વઢતી રહે છે, પણ હોસ્ટલમાં કોઈ બોલનારુ હોતું નથી. તેથી તેઓ ન્હાવાથી દૂર ભાગે છે. હોસ્ટેલમાં ન ન્હાવાની તો જાણે કોમ્પિટિશન હોય છે. જોવામાં આવે છે કે, કોણ કેટલા દિવસો સુધી નથી ન્હાતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.