જીંદગીના આ મહત્વની વાત આયુષ્યમાન ખુરાના શિખ્યો છે આમિર ખાન પાસેથી, અને આજે પહોંચ્યો છે ટોપ પર

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે આમિર ખાન પાસેથી ઘણું શીખ્યો છે. આયુષ્માન ખુરાના તેની ફિલ્મોના સિલેક્શનને માટે જાણીતો છે. તે હંમેશા એવી જ ફિલ્મો કરે છે જેની સમાજ પર અસર પડતી હોય. આયુષ્યમાન તેની ફિલ્મ સાથે સોશ્યલ મેસેજ આપવાનું પસંદ કરે છે. આયુષ્યમાનની જેમ આમિર ખાન પણ તેની ફિલ્મો સાથે કોઈને કોઈ સોશિયલ મેસેજ આપે છે.

image source

આયુષ્માનના તેની ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ દ્વારા વખાણ થયા હતા. એ તામિલ ફિલ્મ ‘કલ્યાના સામ્યાલા સાધમ’ની રીમેક હતી. ‘શુભ મંગલ સાવધાન’ના શૂટિંગ પહેલાં આયુષ્યમાને આ ઓરિજિનલ ફિલ્મ નહોતી જોઈ અને એનું કારણ છે આમિર ખાન. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં ઓરિજિનલ ફિલ્મ નહોતી જોઈ અને હજી સુધી નથી જોઈ. મને એવું લાગે છે કે સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરવાની આ મારી રીત છે. જો કોઈ મને રીમેક ફિલ્મની ઑફર કરે તો હું ઓરિજિનલ ફિલ્મ નથી જોતો, ફક્ત સ્ક્રિપ્ટ જ વાંચું છું.

image source

જો ફિલ્મ જોઉં તો કેટલીક વાર હ્યુમર, ઇમોશન્સ અને ફિલ્મની કહાની ટ્રૅક પર નથી રહેતી અને વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે. અને જો હું એ પાત્રથી પ્રેરિત થઈ ગયો તો મારી પોતાની ઍક્ટિંગને હું લોકો સુધી નહિ પહોંચાડી શકું. આથી હું સ્ક્રિપ્ટ વાંચું છું અને એના પર જ રીઍક્ટ કરું છું. આ વાત હું આમિર ખાન પાસેથી શીખ્યો છું.

image source

હું એમટીવીમાં પ્રેઝન્ટર તરીકે કામ કરતો હતો અને મને યાદ છે કે હું ‘ગજની’ માટે આમિર ખાનનો ઇન્ટરવ્યુ લઈ રહ્યો હતો. મેં તેમને સવાલ કર્યો હતો કે આ ફિલ્મ ઓરિજિનલ કરતાં કેટલી અલગ છે?

image source

તેમણે જવાબ આપ્યો હતો કે તેમણે ઓરિજિનલ ફિલ્મ જ નથી જોઈ અને એનાથી હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. તેમણે કહ્યું હતું કે મેં સ્ક્રિપ્ટ વાંચી અને મને એ ખૂબ જ પસંદ પડી હતી. એ દિવસે એ વાત મારા દિમાગમાં બેસી ગઈ હતી અને એ મારા માટે એક લેસન હતું.’

image source

આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું આમિર ખાન સરના કામનો ખૂબ જ મોટો ચાહક છું અને તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. તેઓ ઇન્ડિયન સિનેમાના ખૂબ જ મોટા આઇકૉન છે અને મારા માટે ખૂબ જ પ્રેરણાત્મક છે. હું તેમને ‘દંગલ’ના સેટ પર મળ્યો હતો અને તેમની સાદગી અને તેમના વિચારોને લઈને ખૂબ જ પ્રેરિત થયો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.