બે બાજ પક્ષી – પ્રેરક વાર્તા, જે આપણને જીવન જીવવાની એક બહુમૂલ્ય શીખ આપે છે…

એક દેશમાં એક ખૂબ જ ન્યાયપ્રિય રાજા રાજ કરતો હતો. તેનામાં ન્યાયપ્રિય હોવાની સાથે સાથે એક અન્ય આદત પણ હતી તે એ કે રાજા પોતાના રાજ્યના નાનામાં નાના અને ગરીબમાં ગરીબ માણસને પણ ખૂબ ઉમળકાભેર અને પ્રેમભાવથી મળતો કે પ્રજામાં આપોઆપ જ તે પ્રજાવત્સલ રાજા બની ગયો હતો.

image source

પ્રજામાં તે રાજા એટલો લોકપ્રિય હતો કે તેને રાજ્યનો દરેક વ્યક્તિ અવાર-નવાર પોતાની હેસિયત અનુસાર રાજાને કંઈ ને કંઈ ભેંટ આપતા. સામે પક્ષે રાજા પણ પોતાના શાહી ખજાનામાંથી તેમને સામે ભેંટ આપી બદલો આપવાનું ન ચૂકતો.

એક દિવસ રાજાને કોઈ ચાહકે બે મોટા અને તંદુરસ્ત બાજ પક્ષી ભેટમાં આપ્યા. તે બન્ને બાજુ બહુ ઊંચી જાતના હતા. ખુદ રાજાએ પણ પોતાની જિંદગીમાં આવા બાજ પક્ષી પહેલા ક્યારેય નહોતા જોયા. આવી બહુમૂલ્ય ભેંટ પામી રાજા ખુશ થયો અને પોતાના વજીરને કહ્યું કે બન્ને બાજ માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પછી તેને શાહી બગીચામાં મુક્તપણે ઉડવા માટે છોડી દેવામાં આવે. વજીરે એમ જ કર્યું જેમ રાજાનો આદેશ હતો.

Story highlights by Baaz Falcon – Medium
image source

બીજા દિવસે રાજાએ દરબારનું કામકાજ પતાવી વજીરને પૂછ્યું કે ભેટમાં મળેલા બન્ને બાજનાં હાલચાલ શું છે. વજીરે કહ્યું કે બન્ને બાજ પક્ષી પૈકી એક બાજ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યું છે પરંતુ બીજું બાજ ઝાડની એક ડાળ પર જ બેસી રહે છે અને ઉડતું જ નથી.

રાજાને નવાઈ લાગી કે બન્ને બાજ એક જ પ્રજાતિનાં અને તંદુરસ્ત હોવા છતાં એક બાજ જ કેમ ઉડે છે અને બીજું ઝાડની ડાળી પર બેઠેલું રહે છે. આ જ પરિસ્તીથી લાંબો સમય રહી દિવસો સપ્તાહમાં અને સપ્તાહ મહિનાઓમાં વીતી ગયા પણ તે બાજ ઉડી ન શક્યું.

અંતે રાજાએ વજીરને કહ્યું કે રાજ્યમાંથી કોઈ એવા વ્યક્તિને શોધી લાવો જેણે વર્ષો જંગલોમાં વિતાવ્યા હોય અને પક્ષીઓના ચાલ-ચલગત વિશે બહોળો અનુભવ ધરાવતો હોય.

શોધખોળ બાદ વજીરને એક વૃધ્ધ વ્યક્તિ મળ્યો. વજીરે તેને રાજાની સામે રજૂ કર્યો અને પરિચય આપ્યો કે આ વ્યક્તિને પક્ષીઓ વિશે બહુ માહિતી છે. રાજાએ તે વૃધ્ધ વ્યક્તિને બન્ને બાજ પક્ષી વિશે જણાવ્યું અને કહ્યું કે એક બાજ ઝાડની એક ડાળ પર જ બેસેલું રહે છે જ્યારે બીજું આકાશમાં ઊંચે સુધી ઉડાન ભરે છે. બંન્ને બાજ એક જ પ્રજાતિનાં હોવા છતાં આ તફાવત કેમ ?

image source

વૃધ્ધ વ્યક્તિએ રાજા પાસે એક દિવસની મુદ્દત માંગી. આગલા દિવસે જ્યારે રાજા પોતાના શાહી બગીચામાં ફરવા નીકળ્યો તો જોયું કે બન્ને બાજ આકાશમાં ઊંચે સુધી ઉડી રહ્યા છે. રાજાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિએ એવું શું કર્યું કે એક જ દિવસમાં બાજ ઝાડની ડાળી છોડી ઊંચે ઉડવા લાગ્યું.

image source

રાજાએ તે વૃધ્ધ વ્યક્તિને દરબારમાં બોલાવ્યો અને તેનું કારણ પૂછ્યું. વૃધ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો કે મેં એવું કંઈ ખાસ કામ નથી કર્યું બસ ઝાડની જે ડાળ પર બાજ બેસતું હતું મેં એ ડાળ કાપી નાખી.

image source

આ વાર્તા આપણા જીવન જીવવાની શૈલી વિશે બહુ મોટી શીખ આપે છે. આપણને પણ જીવનમાં આગળ વધવા માટે તકો તો અનેક મળે છે પરંતુ આપણે પેલા ડાળ પર બેઠેલા બાજની જેમ આપણી સુખ-સુવિધાઓ અને નિરર્થક રિવાજોને છોડી એક ડગલું પણ આગળ વધવા તૈયાર નથી. યાદ રાખવું જોઈએ કે નવી કઠણાઈઓ અને નવા અનુભવો જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે.

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.