અનેક ફેમસ સ્ટાર્સ બાબા જેક્સનના છે દિવાના, જેની પાછળ ઘેલું થયુ છે સોશિયલ મીડિયા, જાણો કોણ છે જેક્સનના પરિવારમાં…
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં દરેક વ્યક્તિ પોતાનામાં રહેલી છુપી કળાને સરળતાથી લોકો સમક્ષ રજુ કરી શકે છે પછી એ એક્ટિંગ હોય, સિંગિંગ હોય કે ડાન્સિંગ. આવી જ રીતે સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાંક દિવસથી બાબા જેક્સન નામના એક યુવકનો ડાન્સ વીડિયો Tik Tok પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે

અને આ બાબા જેક્સન નામનો વ્યક્તિ રાતોરાત ફેમસ થઈ ગયો છે. એટલું જ નહીં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને હ્રતિક રોશન જેવા સ્ટાર્સે પણ બાબા જેક્સનના ડાન્સના ખૂબ વખાણ કર્યા છે. હવર તમને સવાલ એ થાય કે આખરે આ બાબા જેક્સન કોણ છે? તો ચાલો આજે અમે તમને જણાવીશું બાબા જેક્શન અને તેની કહાની વિશે.

બાબા જેક્સનનું સાચું નામ યુવરાજસિંહ છે. યુવરાજસિંહ રાજસ્થાનના જોધપુરમાં રહે છે. યુવરાજસિંહનો ઉછેર એક મધ્યમ પરિવારમાં થયો છે. તેના પિતા ચંદ્રપ્રકાશ પરિહાર મજૂર છે. તે ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. જ્યારે યુવરાજસિંહ નાનો હતો ત્યારે એને બોક્સિંગનો શોખ હતો પણ થોડાં મહિના પહેલાં તેને બોક્સિંગ છોડવી પડી હતી. યુવરાજસિંહના માતા-પિતાની ઇચ્છતા હતા કે, યુવરાજ એન્જિનિયર બને, પણ બે વર્ષ પહેલાં આવેલી મુન્ના માઇકલ ફિલ્મ જોઈ તેને ડાન્સનો ચસકો લાગ્યો. યુવરાજે ડાન્સ માટે એટલી મહેનત કરી કે લગભગ 6 મહિનામાં જ ડાન્સમાં તે પાવરધો બની ગયો હતો. આ વિશે તેની માતાનું કહેવું છે કે,- ‘છ મહિના પહેલાં યુવરાજને ડાન્સની ધૂન લાગી હતી. તે કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ કર્યા કરતો હતો.

તેની આ અવિરત મહેનત જોઈ લાગતું હતું કે, તે એક દિવસ જરૂર ફેમસ થશે. Tik Tok પર તેનો ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો છે. લોકોએ આ વીડિયો ખૂબ પસંદ કર્યો. પાંચ મહિના પહેલાં યુવરાજ દિલ્હી જતો રહ્યો હતો અને ત્યાં એ એક ડાન્સ એકેડમીમાં ડાન્સ પણ શીખવાડી રહ્યો છે.’; શરૂઆતમાં યુવરાજ પાસે વીડિયો પોસ્ટ કરવા માટે મોબાઇલ ન હતો. યુવરાજની બહેન હર્ષિતાના કહેવા મુજબ,- ‘યુવરાજ ઓછા સમયમાં ડાન્સ તો શીખી ગયો પણ વીડિયો પોસ્ટ કરવાં માટે તેની પાસે મોબાઇલ ન હતો.

હું મોબાઇલમાં Tik Tok પર ફની વીડિયો બનાવતી હતી. એકવાર Tik Tokમાં મેં મારા ભાઈનો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો અને તે લોકોને ખૂબ જ ગમ્યો.”જોકે, હર્ષિતા પણ તેના ભાઈ પાસેથી થોડાક જ દિવસોમાં ડાન્સ શીખી ગઈ અને હાલ તે તેનાં ભાઈની સાથે સાથે ડાન્સના વીડિયો Tik Tok પર પોસ્ટ કરે છે. યુવરાજના ડાન્સ સ્ટેપ કોઈ સુપરસ્ટાર ડાન્સર કરતાં કમ નથી.

પોતે કરેલા સ્ટ્રગલ વિશે વાત કરતા યુવરાજ જણાવે છે કે ” પહેલા હું ટિકટોક વિડીયો બનાવતો હતો પણ એ વાયરલ નહોતા થતા. પણ મેં હિંમત ન હારી. હું વિડીયો બનાવતો જ રહ્યો. અને અચાનક જ મને મારા વિડીયો પર સારા પ્રતિભાવ મળવાના શરૂ થઈ ગયા. મેં મારા ડાન્સમાં પણ સતત સુધારો કર્યો. મારા ઘરમાં અરીસો નહોતો એટલે હું મારી જાતને ડાન્સની પ્રેક્ટિસ કરતા નહોતો જોઈ શકતો એટલે હું હંમેશા મારા પડછાયા ને જોતો અને MJstyle ની પ્રેક્ટિસ કરતો”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.