બચ્ચન પરિવાર કોરોનાના ભરડામાં, હવે ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પછી ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ
કોરોના વાયરસના કહેરે હવે બોલીવુડમાં પણ પગ જમાવી દીધો છે. ગઈ કાલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને આ વિશે શનિવારે સાંજે તેમને જાતે ટ્વિટ કરીને એ વિશે લોકોને જાણકારી આપી હતી. બંને ને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.રવિવારે સવારે નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરેજણાવ્યું હતું કે, અમિતાભમાં કોરોનાના હળવા લક્ષણો છે, અને હાલ તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.તો હવે બીજા એક ખરાબ સમાચાર એ આવ્યા છે કે અમિતાભ અને અભિષેક બાદ હવે ઐશ્વર્યા રાય તથા આરાધ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જ્યારે શ્વેતા નંદા, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી તથા જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવ્યા અમિતાભના ઘરમાં રહેતા સ્ટાફના લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમનો રિપોર્ટ આજે આવશે. મુંબઈ પ્રશાસન તે બધા જ લોકોને ટ્રેસ કરીને ક્વોરન્ટિન કરી રહી છે જે છેલ્લા 10 દિવસમાં અમિતાભ અને અભિષેકના સંપર્કમાં આવ્યા હતા.

IMAGE SOURCE

મુંબઈના મેયરે જણાવ્યા અનુસાર 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેશે પરિવાર

શનિવાર રાત સુધીમાં મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અને તેમની પુત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ BMCના પ્રોટોકોલ અનુસાર, ત્રણેયને 14 દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ સમય પૂરો થયા બાદ ફરીથી ત્રણેયનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમને આગળ જણાવ્યું હતું કે અમિતાભ અને અભિષેકની તબિયત સારી છે અને તેઓ જલ્દી જ સાજા થઈ જશે. અમિતાભ બચ્ચનના ત્રણેય બંગલાને સેનિટાઈઝ કરીને સીલ કરી દેવામાં આવ્યા છે. હવે બચ્ચન પરિવારને કોવિડ-19ને લગતા બધા જ નિયમોનું પાલન કરવું પડશે.

બચ્ચન પરિવારમાં કોરોના અંતર્ગત અત્યાર સુધીની અપડેટ્સ

IMAGE SOURCE

1.બોમ્બે મ્યુન્સીપલ કોર્પોરેશનની ટીમ અમિતાભ બચ્ચનના જુહુમાં આવેલ જલસા બંગાલાને સેનિટાઈઝ કરવા માટે પહોંચી. તેમજ આ જ વિસ્તારમાં આવેલા અમિતાભના બીજા બંગલા પ્રતીક્ષા અને જનલને પણ સેનિટાઈઝ કરાયા છે.

IMAGE SOURCE

2. નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચનની હાલત પહેલા કરતાં સારી છે. તેમનો ઇનિશિયલ રિપોર્ટ સંતોષકારક છે.

3. અભિષેક બચ્ચનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ જૂહુના તે ડબિંગ સ્ટૂડિયોને બંધ કરવામાં આવ્યો છે, જ્યાં અભિષેક બચ્ચન પોતાની વેબ સિરિઝ બ્રીધઃ ઈંટૂ ધ શેડોનું ડબિંગ કરવા જતા હતા.

IMAGE SOURCE

4. નાણવટી હોસ્પિટલે જણાવ્યું છે કે, તેઓ અમિતાભ અનેઅભિષેકનું રેગ્યુલર મેડિકલ બુલેટિન બહાર પાડશે નહીં,. અમિતાભ બચ્ચને ખુદ હોસ્પિટલના વહીવટી તંત્રને કહ્યું છે કે તેઓ જાતે જ ટ્વિટર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી લોકો સુધી પહોંચાડતા રહેશે.

કોર્પોરેશનની ટીમે રવિવારે સવારે જુહુમાં આવેલા અમિતાભના જલસા બંગાલાને સેનિટાઈઝ કર્યો.

ગઈ કાલે એટલે કે શનિવારે અમિતાભ બચ્ચને જાતે ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે, “છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું”. ગઈ કાલે એવા સમાચાર આવ્યા હતા કે, જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મોડી રાતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, જયા-ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો કોરોના ટેસ્ટ મોડો થયો હતો, જેથી એ લોકોનો રિપોર્ટ રવિવારે સાંજે આવશે.

અમિતાભ માટે કોરોના બની શકે છે જોખમી

11 ઓક્ટોબર 1942ના રોજ જન્મેલા અમિતાભ બચ્ચન 77 વર્ષના છે અને છેલ્લા 38 વર્ષથી તેઓ અસ્થમા, લિવર, અને કિડનની તકલીફો ધરાવે છે. સદીના મહાનાયકની આંખમાં હવે ધુંધળાપણું પણ વધી રહ્યું છે, અને આ વિશે તેમણે જાતે જ ત્રણ મહિના પહેલાં જણાવ્યું હતું.તમને જણાવી દઈએ કે હેલ્થ ચેકઅપ માટે ઘણી વખત અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં જવું પડે છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ અમિતાભ બચ્ચનની તબિયત રાતે 2 વાગે અચાનક જ બગડી હતી. એ પછી અમિતાભને 3 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

IMAGE SOURCE

કોરોનાના પગ બચ્ચન પરિવારમાં પડી ગયા છે ત્યારે એ સવાલ સૌના મનમાં થાય કે આખરે બચ્ચન પરિવાર સુધી કોરોના પહોંચ્યો કેવી રીતે? તો આ સવાલ પર એવું માનવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચનના ઘર બહાર જવાના કારણે કોરોના પરિવાર સુધી પહોંચ્યો છે. હાલમાં જ અભિષેકની પહેલી વેબ સિરિઝ બ્રીધ લોન્ચ થઈ છે. અને આ સિરિઝના એડિટિંગ માટે અભિષેક તેમનાજુહુ સ્થિત બંગલા નજીક સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટુડિયોમાં જતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેઅમિતાભ ઘરની બહાર નહોતા નીકળતા અને તેઓ બહારથી આવનારી કોઈપણ વ્યક્તિને મળતા પણ નહોતા.એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે પહેલા કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવામાં કારણે પહેલા અભિષેક કોરોના પોઝિટિવ થયો અને ત્યારબાદ અમિતાભને પણ કોરોના સંક્રમણએ ઘેરી લીધા. અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાઉન્ડ એન્ડ ડબિંગ સ્ટૂડિયોને પણ સીલ કરવામાં આવ્યો છે અને અહીં આવનાર તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

શનિવારે મોડી રાત સુધીની હેલ્થ અપડેટ્સ-

IMAGE SOURCE

1. શનિવારે અમિતાભને સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી જણાઈ રહી હતી એ બાદ અમિતાભનો રેપિડ એન્ટિજન કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. બે કલાક બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એ પછી અભિષેકે પણ ટેસ્ટ કરાવ્યો.

2. શનિવારે સાંજે અભિષેક બચ્ચન જાતે જ કાર ડ્રાઈવ કરીને અમિતાભને લઈને નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં અમિતાભને દાખલ કરાયા. તેના એક કલાક પછી અભિષેક પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો.

IMAGE SOURCE

3. જ્યારે અમિતાભ બચ્ચનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ લગભગ 90 ટકા હતું અને તેમને થોડો તાવ પણ હતો. ત્યારબાદ તેમણે નાણાવટીના ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

4. નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા પછી અમિતાભ અને અભિષેકનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે જેનો રિપોર્ટ રવિવાર સાંજ સુધી આવી જશે.

5. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે, અમિતાભ બચ્ચનને કોરોના વાઈરસનું વધારે ઈન્ફેક્શન નથી, પરંતુ કો-મોર્બિડ મેડિકલ હિસ્ટ્રી હોવાના કારણે સાવધાની રાખવામાં આવી રહી છે.

IMAGE SOURCE

6. મોડી સાંજે અભિષેકે તેના અને પિતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી અને કહ્યું કે, અમે BMC સંપૂર્ણ ટેકો આપીશું. ત્યારબાદ BMCએ જુહુમાં બચ્ચનના ‘જલસા’ બંગલાને સેનિટાઝ કરવાનો નિર્ણય કર્યો છે.

7. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, રવિવારે સવાર અને સાંજ એમ બંને સમયે અમિતાભ અને અભિષેકની સ્થિતિને લઈને મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે.

8.આપણા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ અમિતાભના કોરોના પોઝિટિવ થયા બાદ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી અને નાણાવટી હોસ્પિટલના સતત સંપર્કમાં છે. તેમણે મોડી રાત્રે કહ્યું કે બંનેની હાલત સામાન્ય છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે.

IMAGE SOURCE

9. રાતના બે વાગ્યે નાણાવટી હોસ્પિટલના ડોક્ટર અબ્દુલ અંસારીએ જણાવ્યું હતું કે, અમિતાભ અને અભિષેકની હાલત સ્થિર છે. બંનેનું ઓક્સિજન લેવલ લગભગ 95 ટકા પર સ્થિર છે. બંનેને ન તો ICU રાખવામાં આવ્યા છે અને ન તો વેન્ટિલેટરની જરૂર પડી છે.

10. એવું કહેવામાં આવ્યું કે બિગ બી અને અભિષેક બંને એસિમ્પ્ટોમેટિક હોઈ શકે છે. અમિતાભમાં કોરોના લક્ષણો ગંભીર નથી, પરંતુ તેમની ઈમ્યુનિટી અને ઉંમરને ધ્યાનમાં રાખતા વિશેષ સાવધાની રાખવી જરૂરી છે.

મહાનાયકે જાતે કરી ટ્વીટ

શનિવાર સાંજે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરિવાર અને સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા છે. હવે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.’

અભિષેકે પણ કરી ટ્વીટ

અભિષેકે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે- ‘આજે અમે બંને મારા પિતા અને હું કોવિડ-19 પોઝિટિવ છીએ. અમને બંનેને હળવા લક્ષણો હતા, જેના પછી અમે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છીએ. અમે તમામ જરૂરી માહિતી અધિકારીઓને આપી છે અને અમારા પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે તેઓ શાંત રહે અને ગભરાટ ફેલાવશે નહીં. આભાર.’

IMAGE SOURCE

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ અત્યારે ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીની સાથે ત્રણ ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના ડો. અંસારીની અમિતાભની દેખભાળ માટે વિશેષ નિમણૂક કરવામાં આવી છે.અમીતાભનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના અન્ય ટેસ્ટ પણ કરવામા આવી રહ્યા છે. તે ઉપરાંત અમિતાભની નિયમિત સારવાર કરનારા ડો. અમોલ જોશી અને ડો. બર્વેની પણ મદદ લેવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન માત્ર 25% લિવરના આધારે જ જીવે છે. અને આ વિશે વર્ષ 2015માં અમિતાભ બચ્ચને જાતે જ ખુલાસો કર્યો હતો કે, તેઓ માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હિપેટાઇટિસ-બી વાઈરસના કારણે અમિતાભ બચ્ચનના 75% લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન હિપેટાઇટિસ-બીનો ભોગ બન્યા હતા. તે સમયે 200 ડોનર્સની મદદથી લગભગ 60 બોટલ લોહી અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ડોનરના લોહીમાં હેપેટાઇટિસ-બી વાઈરસ હતો. અને એ ડોનરનુ બ્લડ અમિતાભના શરીરમાં ગયું, જેનાથી આ વાઈરસ તેમની શરીરમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધું એકદમ સામાન્ય હતું. પણ પછીથી મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે અમિતાભના લિવરમાં ઈન્ફેક્શન છે, જેના કારણે એમનું 75% લિવર કોઈ કામનું નહોતું રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈપણ વ્યક્તિ 12% લિવર સાથે પણ જીવતી રહી શકે છે, પણ , કોઈ વ્યક્તિ આ સ્ટેજ સુધી આવવા નથી માગતો.

IMAGE SOURCE

તમને બધા ને ખ્યાલ જ હશે કે જુલાઈ 1982માં કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન, અમિતાભને પુનીત ઈસ્સરની સાથે ફાઈટિંગ સીનમાં ઇજા પહોંચી હતી. જે એમના માટે ખૂબ જ જોખમી સાબિત થઈ હતી.એ પછી તેઓ સતત 61 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા.કુલી દરમિયાન થયેલી દુર્ઘટના બાદ તેમણે દવાઓનો ભારે ડોઝ લીધો હતો. તેના થોડા સમય બાદ તેઓ મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીનો ભોગ બન્યા. બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે તેમણે ઘણા વર્ષો બાદ લિવર સિરોસિસની તકલીફનો પણ સામનો કરવો પડ્યો હતો. અને ત્યાર પછીથી તેમનું લિવર નબળું થઈ ગયું છે. તે એક એક્સિડન્ટ એમને એટલુ મોંઘું પડ્યું કે એમના આંતરિક અવયવોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે જેની આડઅસર આજે પણ તેઓ ભોગવી રહ્યા છે.

IMAGE SOURCE

તમને જાણીને નવાઈ લાગશે પણ કૌન બનેગા કરોડપતિ શરૂ થતાં પહેલાં અમિતાભ વર્ષ 2000માં ટીબીનો ભોગ બન્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી આ અંગે તેમણી સારવાર પણ ચાલી હતી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેનકિલર લેતા હતા. તેમણે આખી રાત ઊંઘ ન આવવાની સમસ્યા પણ છે.

ગયા એપ્રિલ મહિનામાં જ એક પોસ્ટ લખીને અમિતાભે જણાવ્યું હતું કે- “મારી આંખોથી તસવીરો ધૂંધળી દેખાઇ રહી છે. કેટલીક વાર મને બે બે વસ્તુઓ દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી, હું પણ આ તથ્યને માનવા લાગ્યો છું કે, મારી આંખોની રોશની જતી રહેશે અને અંધત્વ પહેલાથી જ મારી અંદર ચાલી રહેલી લાખો બીમારીઓમાં વધારો કરશે. ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span