બચ્ચન પરિવારની હેલ્થને લઈને જુહી ચાવલાએ કર્યું આવુ ટ્વિટ, સોશિયલ મીડિયા પર યુઝર્સે કાઢી બરાબરની ઝાટકણી

અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન સહિત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ રવિવારે ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બચ્ચન પરિવારમાંથી જયા બચ્ચનનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે.

image source

આ સમાચાર સામે આવતાની સાથે જ દેશભરમાં લોકો બચ્ચન પરિવાર માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. સામાન્ય લોકો તેમના માટે પૂજા અર્ચના પણ કરી રહ્યા છે. જો કે સામાન્ય માણસો જ નહીં પરંતુ બોલિવૂડના સિલેબ્સથી લઈ રાજકારણીઓ પણ અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

image source

બચ્ચન પરિવાર માટે મંદિરોમાં પૂજા તો ગુરુદ્વારામાં અરદાસ કરવામાં આવી રહી છે. ફિલ્મી હસ્તીઓ પણ તેમના પરિવાર માટે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી રહી છે. જો કે જ્યારે આ કામ જુહી ચાવલાએ કર્યું ત્યારે તેના માટે તો આ મેસેજ મુસિબતનું કારણ બની ગયો.

image source

અભિનેત્રી જૂહી ચાવલાએ ટ્વીટ કરી બચ્ચન પરિવાર માટે શુભેચ્છા શેર કરી હતી. પરંતુ ટ્વીટમાં તેણે એવી વાત લખી કે યૂઝર્સ તેને ભયંકર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

જૂહી ચાવલાએ ટ્વીટ કરતી વખતે લખ્યું છે કે અમિત જી, અભિષેક અને આયુર્વેદા ઝડપથી ઠીક થઈ જાશે, જોઈ લેજો.. અહીં બિચારી જૂહી ચાવલા લખવા કંઈક ઈચ્છતી હતી અને લખાઈ ગયું કંઈક તેના કારણે લોકોએ ટ્વીટર પર તેને ટ્રોલ કરી હતી. જો કે જૂહીને પણ તેની ભુલ તુરંત સમજાઈ ગઈ અને તેણે પોતાની ભુલ હવે તો સુધારી પણ લીધી છે.

ભુલવાળી ટ્વીટ પર જૂહીએ ટ્વીટ કરી લખ્યું છે કે, અમિત જી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા… અમે તમે ઝડપથી સ્વસ્થ થાઓ તે માટે કામના કરીએ છીએ. મેં પહેલા કરેલી ટ્વીટમાં ટાઈપો એરર ન હતું ત્યારે મારો અર્થ એવો હતો કે આયુર્વેદથી હતો જે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરશે…

image source

જણાવી દઈએ કે આ પહેલા વિવેક ઓબેરોયએ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા સાથે જોડાયેલી એક ખબર શેર કરી અને બચ્ચન પરિવારના તમામ સભ્યો ઝડપથી કોરોનાથી મુક્ત થાય તેવી કામના કરી હતી. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે પરિવારની સલામતી અને ઝડપથી સ્વસ્થ થવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span