અભિષેક જે સ્ટુડિયોમાં કરતો ડબિંગ તે સ્ટુડિયો પણ કરાયો બંધ

અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ વાત સામે આવતાં જ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. હાલ બંને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સવારના સમયે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અમિતાભ બચ્ચનના ઘર એટલે કે જલસા બંગલા ખાતે પહોંચી હતી.

IMAGE SOURCE

બીએમસીની ટીમએ જલસા બંગલાને સેનિટાઈઝ કર્યો અને સાથે જ ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું પોસ્ટર લગાવ્યું હતું. આ જ બંગલામાં પ્રોટોકોલ અનુસાર હવે જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા કોરોન્ટાઈન રહેશે.

IMAGE SOURCE

આ ઉપરાંત અમિતાભ બચ્ચનના ઘરે એક ડોક્ટર સહિત આઠ સભ્યોની ટીમ પહોંચી હતી. મેડિકલે સ્ટાફનું સ્ક્રીનિંગ કર્યું અને સાથે જ બચ્ચન પરિવારમાં ચેપ કેવી રીતે લાગ્યો તે જાણવા કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ શરુ કર્યું છે. જણાવી દઈએ કે બીએમસીની ટીમ જલસા બંગલા આસપાસ આ દિવસો દરમિયાન હાજર રહેલા લોકોનું પણ સ્ક્રીનિંગ કરશે.

IMAGE SOURCE

જલસા બંગલા બહાર બીએમસીએ પોસ્ટ પર લગાવી દીધું છે. હવે આગામી આદેશ ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર જઈ શકશે નહીં અને બહારથી કોઈ અંદર આવી શકશે નહીં. આ ઘરમાં જ જયા બચ્ચન અને ઐશ્વર્યા દિકરી આરાધ્યા સાથે રહેશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાના ભાગરુપે જલસા ઉપરાંત અમિતાભ બચ્ચનના અન્ય બે બંગલા જે અનુક્રમે જનક અને પ્રતિક્ષા છે તેને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. દરેક બંગલાને સેનિટાઈઝ કરવા માટે આઠ-આઠ સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. આ ત્રણેય બંગલા મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા છે. અમિતાભ બચ્ચના બંગલા જનકને પણ સીલ કરવામાં આવ્યો છે.

image source

અમિતાભ બચ્ચન અને અભિષેક સિવાય તેમના સ્ટાફના પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે તે નેગેટિવ આવ્યો છે તેવામાં હવે ટીમ એ કારણ શોધી રહી છે કે બચ્ચન પિતા-પુત્ર સુધી કોરોના કેવી રીતે પહોંચ્યો. કોરોના માટે બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં RT-PICR અને રેપિડ એન્ટી બોડીઝ ટેસ્ટ થાય છે.

આ સિવાય અમિષેક બચ્ચન પોતાની વેબ સીરિઝ માટે ડબિંગ કરવા જે સ્ટુડિયોમાં જતો હતો તેને પણ બંધ કરવામાં આવ્યો છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વીટ કરીને આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span