બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો લોકો હસી પડશે તમારી પર
તહેવારની સીઝનમાં જો દેખાવા માંગતા હોય પરફેક્ટ તો બેકલેસ બ્લાઉઝ પહેરતા પહેલા આ વાતોનું ચોક્કસ ધ્યાન રાખો.
તહેવારની સાથે સાથે જ થોડા સમયમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ જશે. એવામાં છોકરીઓ આ પ્રસંગોમાં પોતાના પર બધાનું ધ્યાન કેન્દ્રિત રહે એ માટે શું નથી કરતી. પણ ઘણીવાર એવું બને છે કે એક નાનકડી ભૂલ એમનો આખો લુક બગાડી નાખે છે. જો તમે પણ બેકલેસ કે પછી ડીપકટ બેકવાળા આઉટફિટ આ દિવાળીના તહેવારોમાં કે પછી કોઈ લગ્નમાં પહેરવાનું વિચારી રહ્યા હોય તો આજે અમે આપેલી આ ટિપ્સ જરૂરથી યાદ રાખજો. તો ચાલો જાણી લઈએ કઈ છે એવી ખાસ ટિપ્સ જે તમારા બેકલેસ ડ્રેસ કે બ્લાઉઝ માટે ખૂબ જ જરૂરી છે.

જો તમે ઇચ્છતા હોય કે તમારા ચહેરા પરના મેકઅપ સાથે તમારો લુક એકદમ પરફેક્ટ લાગે તો તમારી બેક પર પણ પૂરો મેકઅપ જરૂરી છે. શરીરને સરખી રીતે સાફ ન કરવાના કારણે ઘણીવાર પીઠ અને પગ પર એકને થઈ જાય છે. જે જોવામાં ઘણા જ ખરાબ લાગે છે. આ એકનેને દૂર કરવા માટે તમારે તમારી પીઠ પર સ્ક્રબ કરવુ ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના મેકઅપ કરતા પહેલા સ્ક્રબની મદદથી પીઠને સાફ કરવાની સાથે સાથે એન્ટી બેક્ટેરિયલ સાબુ લગાવો. જેના કારણે તમારી પીઠ પરની સ્કિન એકદમ સાફ થઈ જશે.

હવે બેકલેસ ડ્રેસ કે બ્લાઉઝ પહેરવા માટે તમારા ચહેરાની સાથે સાથે તમારી પીઠ પર પણ મેકઅપ કરો. એ માટે સૌથી પહેલા બેક પર ફાઉન્ડેશનનું એક લેયર લગાવો. પછી એને સારી રીતે બ્યુટી બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લો. એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ગરદન, પીઠ અને શરીરના અન્ય ભાગ પર લગાવવા માટે ચહેરા પર લગાવતા હોય એવા બ્લેન્ડરનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

હવે નેક્સ્ટ સ્ટેપમાં કાન્સિલરની મદદથી જો તમારા પીઠ પર ડાઘા કે એકને હોય તો એને છુપાવી લો.કન્સિલર સ્કિન પરના કોઈપણ પ્રકારના ડાઘા હોય તો એને છુપાવવા માટે એકદમ સાચો ઓપશન છે. એટલા માટે કન્સિલરનો ઉપયોગ કરવાનું ક્યારેય ન ભૂલો.

હવે એકદમ ચહેરાની જેમ જ બેકલેસ ડ્રેસ કે બ્લાઉઝ માટે તમારી પીઠ પર પણ મેકઅપ કરવો ખૂબ જ જરૂરી ચ3. ફાઉન્ડેશન અને કન્સિલર લગાવ્યા પછી એને સારી રીતે સેટ કરવા માટે ફેસ પાઉડરનો ઉપયોગ કરો. એની મદદથી તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકેલો રહેશે અને તમને મળશે એક ગ્લોઇંગ પીઠ. જેમાં તમે કોઈપણ પ્રકારનો ડ્રેસ પહેરશો તો એકદમ પરફેક્ટ જ લાગશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.