કોન્ટેક્ટ લેન્સમાંના જીવાણુઓ તમારી આંખોને નુકસાન પહોંચાડી રહ્યા છે…

કોન્ટેક્ટ લેન્સથી ભલે તમારું જીવન સરળ બની ગયું હોય. તમે ચશ્મા પહેર્યા વગર જ હવે સ્પષ્ટ જોવા લાગ્યા હશો. પણ જ્યારે તમને કોઈ વસ્તુથી ફાયદો થતો હોય તો તેના નકારાત્મક પાસાઓ વિષે પણ તમારે વિચારી લેવું જોઈએ. સારી વાત છે કે તમે કોન્ટેક્ટ લેન્સ વાપરો છો અને તમારા માટે તે ખુબ જ અનુકુળ સાબિત થયા છે પણ જો તમે તમારા કોન્ટેક્ટ લેન્સની સાંચવણી યોગ્ય રીતે નહીં કરો તો તમારે આંખને અત્યંત નુકસાન થઈ શકે છે.

image source

તમે આંધળા પણ થઈ શકો છો. ગ્રોસ સાયન્સના એક લેટેસ્ટ જેનું શીર્ષક છે, ‘તમારા કોન્ટેક્ટ લેન્સ પર શું રહે છે ?’ તેમાં સમજાવવામાં આવ્યું છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરનારા લોકો બેક્ટેરિયા, ફંગસ અને એમોઈબાસ જેવા જીવાણુ કે જેઓ આંખ ખાતા હોય છે તેમના માટે ખુબ જ સરળ શીકાર હોય છે, કારણ કે કોન્ટેક્ટ લેન્સને વધારે પડતો ઉપયોગ કરવાથી તે આપણી આંખોમાં ફસાઈ જાય છે. આપણી આંખ તરત જ આ જીવાણુઓને મારવા માટેનું તંત્ર ધરાવે છે. તેમ છતાં આ જીવાણુઓ એટલા બધા સક્ષમ હોય છે કે તેઓ ખુબ જ ઝડપથી નવા વાતાવરણ સાથે અનુકુળ થઈ જાય છે જેમ કે આપણા લેન્સ.

Do You Struggle with Discomfort with Your Contact Lenses ...
image source

તેનાથી પણ વધારે ખરાબ ત્યારે થાય છે જ્યારે આપણે આપણા લેન્સને કાઢીને તેને પલાળવા મુકીએ છીએ ત્યારે તેઓ કીડાઓના સંપર્કમાં આવે છે જે લેન્સને પલાળવામાં આવતા એન્ટીમાઇક્રોબાયલ સોલ્યુશનથી બચી શકે છે. આ રીતે આ સુપરબગ્સ એટલે કે કીડાઓ લેન્સ દ્વારા આપણી આંખના નેત્ર પટલ થકી રસ્તો બનાવે છે અને આ પ્રક્રિયામાં તે આપણી આંખને ખાય છે.

20 Best Buy Eyeglasses Online
image source

જો તમને આંખમાં કંઈ અસહજતા લાગે અથવા તમને કંઈ ખટકતું હોય તેવું લાગે તો ગ્રોસ સાયન્સ સલાહ આપે છે કે તમારે તરત જ લેન્સ કાઢી નાખવા જોઈએ. તેમ છતાં પણ જો તકલીફ ચાલુ રહે તો તમારે તે લેન્સ પહેરવા જોઈએ નહીં અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો આપણે તેમાં મોડું કરીશું તો આપણા શરીરની પ્રતિક્રિયાઓ શરૂ થશે અને તે વધારે નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં કેટલીકવાર એમોઈબા નહીં પણ આ પ્રકારની પ્રતિક્રિયા એટલે કે ઇન્ફ્લેમેશન અંધ બનાવી દેતી હોય છે જે માઇક્રોબાયલ કેરાટીટીસ તરીકે ઓળખાય છે.

10 causes of eye watering and tearing and how to treat it | Ohio ...
image source

જો કે આ અસર જે લોકો સતત કોન્ટેક્ટ લેન્સ પહેરેલા રાખે છે તેમાંના 0.2 ટકાને જ થાય છે. વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે કે તેઓ આ સમસ્યાને કેવી રીતે રોકી શકે પણ તે દરમિયાન તમે બજારમાં મળતા યુઝ એન્ડ થ્રો લેન્સ વાપરી શકો છો જેને તમે આખો દીવસ પહેરીને રાત્રે ફેંકી શકો છો. તેમ કરવાથી તમને ચેપ લાગવાની શક્યતાઓ નહીંવત થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.