બધી કીડીઓ હંમેશા લાઈનસર જ કેમ ચાલે છે? આ રહ્યું કારણ જાણો તમે પણ

વિશ્વના લગભગ દરેક જીવો પ્રાયાવરણનું સંતુલન જાળવવામાં પોતપોતાનું યોગદાન અને ફરજ નિભાવે છે. આ જીવોમાં એક નાનકડું જીવ એટલે કીડી. કીડીઓની એક ખાસિયત હોય છે કે જયારે તે ટોળામાં નીકળે છે ત્યારે છુટીછવાયી નહિ પણ એક જ લાઈનમાં ચાલતી હોય છે. પરંતુ એ આ રીતે કેમ ચાલે છે અને તેની પાછળનું કારણ શું છે એ મોટાભાગના લોકો નથી જાણતા.

 image source

અસલમાં કીડી એક સામાજિક જીવ છે જે કોલોનીમાં રહે છે. આ કોલોનીમાં રાણી કીડી, નર કીડી અને મોટી સંખ્યામાં માદા કીડીઓ રહેતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે રાણી કીડી હોય તેના લાખો કીડીઓની માં હોય છે. નર કીડીઓની ઓળખ તેની પાંખો હોય છે જયારે માદા કીડીઓને પાંખ નથી હોતી.

સામાન્ય રીતે આપણે લાલ અને કાળી એમ બે પ્રકારની કીડીઓને જ ઓળખતા હોઈએ છીએ પરંતુ વિશ્વભરમાં કીડીઓની 12000 થી પણ વધુ જાતો છે. વિશ્વના લગભગ દરેક સ્થાનોએ કીડીઓ જોવા મળે છે પરંતુ એન્ટાર્કટિકામાં કીડીઓ નથી હોતી.

image source

બ્રાઝિલમાં સ્થિત અમેઝોનના જંગલોમાં જોવા મળતી ” બુલેટ એન્ટ ” દુનિયાની સૌથી ખતરનાક કીડીઓ ગણાય છે. તેના વિષે એવું કહેવાય છે કે તે જયારે ડંખ મારે ત્યારે બંદૂકની ગોળી લાગવા jevo દર્દનાક અનુભવ થાય છે. અને આ જ કારણે તેનું નામ બુલેટ એન્ટ રાખવામાં આવ્યું છે.

એ સિવાય કીડીઓને જંતુઓમાં સૌથી વધુ જીવનકાળ ધરાવતુંજંતુ પણ ગણવામાં આવે છે. દુનિયામાં એવા પણ જંતુઓ છે જે માત્ર અમુક દિવસો કે અમુક કલાકો સુધી જ જીવિત રહે છે જયારે આનાથી ઉલટું ” પોગોનોમીમેક્સ ઓહી ” પ્રજાતિની રાણી કીડીઓ વધુમાં વધુ 30 વર્ષ સુધી જીવિત રહી શકે છે.

image source

દેખાવમાં નાનકડી એવી કીડીઓ પોતાના વજન કરતા 50 ગણો વધુ વજન ઉપાડી શકવા સક્ષમ છે. કીડીઓના શરીરમાં ફેફડાઓ નથી હોતા તથા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આવાગમન માટે તેના શરીરમાં નાના નાના છિદ્રો હોય છે. કીડીની વધુ એક વિશેષતા એ છે કે તેને કાન નથી હોતા અને તે જમીનના કંપનને અનુભવીને જ અવાજના સ્ત્રોત વિષે જાણે છે.

image source

હવે આવીએ મૂળ વાત પર કે કીડીઓ ટોળામાં છુટીછવાયી ચાલવાને બદલે લાઈનસર જ કેમ ચાલે છે ? તો તેનું કારણ એ છે કે જયારે કીડીઓ ખોરાકની શોધમાં પોતાના દર બહાર નીકળે છે ત્યારે મુખ્ય રાણી કીડી રસ્તામાં ફેરોમોન્સ નામનું એક રસાયણ છોડતી જાય છે જેની ગંધ સૂંઘીને અન્ય કીડીઓ તેની પાછળ પાછળ ચાલતી જાય છે અને આ રીતે આપણને કીડીઓની લાઈન બંધાયેલી જોવા મળે છે.