બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા, ફુલથી સજાવવામાં આવ્યું મંદીર, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવું રહેશે ફરજીયાત

બદ્રીનાથના કપાટ ખુલી ગયા છે – મંદીરને સજાવવામાં આવ્યું 10 હજાર કીલો ફુલોથી

image source

જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તીથીએ, કુંભ રાશિ ઘનિષ્ઠા નક્ષત્ર, એંદ્રધાતા યોગના શુભ મુહુરત પર બદ્રીવિશાલ મંદીરના કપાટ ખોલવામાં આવ્યા છે. આ અવસર પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું છે, તેમજ હાજર વ્યક્તિઓએ માસ્ક પણ પહેર્યા છે. આ વખતે ભારતીય સેનાના બેન્ડનો કર્ણપ્રિય અવાજ, ભક્તોનું મહેરામણ, ભજન મંડળીઓની ધૂનો બદરીનાથમાં નથી સાંભળવા મળી.

સવારે ત્રણ વાગે મંદીરના કપાટ ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ

image source

કપાટ ખોલવા માટે દેવસ્થાનમ બોર્ડે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. તે હેઠળ જ સવારે ત્રણ વાગે બદરીનાથ ધામના કપાડ ખુલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. દેવસ્થાનમ બોર્ડના અધિકારીઓ તેમજ સેવકો મંદીરના પરિસરમાં હાજર થઈ ગયા હતા. વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે પુજાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. અને ગઈકાલે એટલે કે શુક્રવારે સવારે 4.30 મિનિટે બદરીનાથ મંદીરના કપાટ ખોલવામાં આવ્યા હતા.

આ અવસર પર બદરીનાથ ધામના મુખ્ય પુજારી, ધર્માધિકારી, અપર ધર્માધિકારીતેમજ અન્ય પૂજા સ્થળો સાથે જાડાયેલા માત્ર 11 લોકો જ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ ધામમાં બીજા 28 લોકો જ હાજર હતા. કોરોના લોકડાઉનની કારણે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કપાટ ખુલતી વખતે ભક્તોની આટલી ઓછી હાજરી જોવા મળી હોય. મંદીરના કપાટ ખુલતાં જ માતા લક્ષ્મીજીને મંદીરના ગર્ભ ગૃહથી રાવલ દ્વાર મંદીરપરિસર સ્થિત લક્ષ્મી મંદીરમાં મુકવામાં આવ્યા હતા. શ્રી ઉદ્ધવજી તેમજ કુબેરજીને બદરીશ પંચાયતમાં બીરાજીત કરવામાં આવ્યા.

10 ક્વિંટલ ગલગોટાના ફુલથી સજાવવામાં આવ્યું મંદીર

image source

કપાટ ખુલે તે પહેલાં સમગ્ર મંદીરને 10 ક્વિંટલ ગલગોટાના ફુલથી સજાવવામાં આવ્યું હતું. પુષ્પ સેવા સમિતિ ઋષિકેશ તરફથી મંદીરને સજાવવામાં આવ્યું હતું. બદરીનાથ સિંહ દ્વાર, મંદિર પરિસર, પરિક્રમા સ્થળ, તપ્ત કુંડની સાથે જ વિવિધ સ્થાનોને એકધારા સેનેટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે.

યોગ ધ્યાન બદરી મંદીર પાંડુકેશ્વરમાં કુબેરજી, ઉદ્ધવજી અને ગરુડજીની ખાસ પુજા કરવામાં આવી. મંદીરના કર્મચારીઓએ સામાજિક અંતરનું પાલન કરતા ભગવાનને પુષ્પ ચડાવ્યા. તેમજ ભક્તોએ ભગવાન બદરીનાથ કોરોના સંકટથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી.

ગુરુવાર સવારે બાંડુકેશ્વરથી ડોલી યાત્રા બદરીનાથના રાવલ સાથે બદરીનાથ ધામ માટે નકીળી ત્યારે પોલીસે પાંડુકેશ્વરમાં જ યાત્રાને રોકી લીધી હતી. પહેલાં તો બધાના પાસ ચેક કરવામાં આવ્યા, જે પાસ વગર આવ્યા હતા તેમને પાછા મોકલી દેવામાં આવ્યા. કેટલાક લોકોએ ડોલીને આવી રીતે રોકવાનું અશુભ માન્યું હતું.

image source

સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે

જિલ્લા અધિકારી સ્વાતિ એસ ભદૌરિયાએ જણાવ્યું કે ધામના પરિસરમાં સમાજિક અંતરને સંપૂર્ણ રીતે પાળવાનું રહેશે. દરેક વ્યક્તિએ માસ્ક પણ પહેરવું ફરજિયાત છે. માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કે લોકડાઉનની અવધી પુરી થાય ત્યાં સુધી ધામમાં આવતા પુજારીને પ્રશાસનની મંજૂરી વગર બદરીનાથ વિસ્તારથી બીજે ક્યાંય જવાની મંજૂરી નહીં આપવામાં આવે.

image source

ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બદરીનાથ ધામમાં વેદ મંત્રો અને જય બદ્રીનાથના ઘોષ તો સાંભળવામાં આવ્યા પણ ભક્તોનું મહેરામણ ન જોવા મળ્યું. દર વર્ષે ભક્તોની જે ભીડ જોવા મળે છે તે આ વખતે જોવા નથી મળી રહી. તમને જણાવી દઈએ કે આ પહેલાં નક્કી કરેલી તિથિ પર કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવી ચુક્યા છે. કેદારનાથ ધામના કપાટ 29 એપ્રિલ તેમજ ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયા, 26મી એપ્રિલના રોજ કપાટ ખોલવામાં આવ્યા હતા. તો બીજા કેદાર મદ્મહેશ્વરના કપાટ 11મેના રોજ ખુલી ગયા છે. જ્યારે ત્રીજા કેદાર તુંગનાથજીના કપાટ 20મે તો ચોથા કેદાર રુદ્રનાથજીના કપાટ 18મી મેના રોજ ખુલશે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.