અટલજીની આ વાતો દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ…
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને ભારત રત્ન, પદ્મ વિભૂષણ, લોકમાન્ય તિલક પુરસ્કાર, ડોક્ટર ઓફ લેટર, ઉત્કૃષ્ટ સંસદીય પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી બિરાજવામાં આવેલા છે. તેમનું જીવન કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે. અને તેમના જીવનના કેટલાક દાખલાઓ તો એવા છે કે જેમાંથી આજના યુવાઓએ પણ શીખવું જોઈએ.

આજે અમે તેમના વિશે એવી કેટલીક વાતો લાવ્યા છીએ જેમાંથી આજના છાત્રોએ શીખ લેવી જોઈએ.
૧. મને શિક્ષકોનું સન્માન કરતા ગર્વ થાય છે. પહેલાના જમાનામાં શિક્ષકો અને અધ્યાપકોનું ખુબ જ સન્માન થતું હતું. પરંતુ આજે તેઓની હાલત ખરાબ થઈ રહી છે અને જોઈએ એવું માન મેળવી નથી શકતા.

૨. આપણી માટીમાં આદર્શોની કોઈ કમી નથી. શિક્ષા દ્વારા નવા ઉભરતા યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરી શકાય છે.

૩. અભણતા અને ગરીબાઈ, બંને એકબીજાના પર્યાય છે.
૪. ભણાવવાનું મુખ્ય માધ્યમ માતૃભાષા હોવું જોઈએ. યુવાનોને માતૃભાષામાં જ ઊંચામાં ઊંચું શિક્ષણ આપવું જોઈએ. અને આપણે ભલે ગમે એટલા મોટા માણસ બની જઈએ, માતૃભાષાને કદીય ભૂલવી ન જોઈએ.

૫.. શિક્ષણનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ છે. જરૂરિયાત મંદ લોકોને શિક્ષા આપવી જ જોઈએ.

૬. હાલની શિક્ષણ પદ્ધતિની ખામીઓ વિશે બધાને ખબર છે. તેના દોષ તેમજ વિકૃતિઓથી બધા પરિચિત પણ છે. તો નવી શિક્ષણ પદ્ધતિ ક્યાં છે?

૭. શિક્ષા, મોટા ભાગે ધંધા તેમજ રોજગારી સાથે જોડાયલી હોવી જોઈએ. તે એક સારા રાષ્ટ્ર તેમજ વ્યક્તિના નિર્માણમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

૮. શિક્ષા, વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. કોઈ પણ વ્યક્તિના શ્રેષ્ઠ નિર્માણ માટે શિક્ષાનું સ્વરૂપ આદર્શોથી ભરપુર હોવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.