આરોપીઓ માત્ર બે દિવસના બાળકને જમીનમાં જીવતું દાટતા’તા, ત્યાં જ થયો ચમત્કાર અને બાળક બચી ગયું

દરેક માતા પિતા માટે આ દુનિયામાં સૌથી વધારે મહત્વ તેના બાળકનું હોય છે. ત્યારે અમુક કિસ્સા સામે આવે છે કે જેમાં માતા પિતા પણ દોષી નીકળે છે. પરંતુ હાલમાં જે ઘટના સામે આવી એમાં કંઈક અલગ જ વાત સામે આવી છે. કારણ કે એક તાજુ જન્મેલુ બાળક કોને ન ગમે, પરતું અહીં તો તેને જમીનમાં દાટી દઈને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પુણેમાં ગુરુવારે ખેડૂતોએ એક નવજાતને બચાવ્યું હતુ, જેને બે લોકો જીવતા જ જમીનમાં દાટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરોપીઓ બાળકને અડધું જમીનમાં દાટી પણ ચૂક્યા હતા, પણ બાળક રડવા લાગ્યું હતુ. બાળકના રડવાનો અવાજ સાંભળીને ખેડૂતો દોડીને ત્યાં પહોંચ્યા હતા અને આરોપીઓને પકડી લીધા હતા.

હાલમાં તેની તબિયત સારી છે.

પરંતુ જોવા જેવી વાત એ છે કે આટલી ઘટના પછી પોલીસના ઘટના સ્થળે પહોચતાં પહેલા જ આરોપીઓ ખેડૂતોને ધક્કો મારીને ત્યાથી ફરાર થઈ ગયા હતા. નવજાત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ડોકટરોના જણાવ્યા મુજબ, તેની તબિયત સારી છે. આરોપીઓ બ્લાકને સદીમાં લપેટીને લાવ્યા હતા. ખેડૂતોએ કહ્યું હતુ કે, જો થોડો પણ વિલંબ થયો હોત તો આરોપીઓએ બાળક દફનાવી દીધું હોત.

બાળકને અડધું દફન કરી દીધું હતું

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો આ ઘટના પુણેના પુરંદરના અંબોડી વિસ્તારની છે. પ્રકાશ પાંડુરંગ નામના એક ખેડૂતે જણાવ્યું હતું કે બંને આરોપીઓએ બાળકને અડધું દફન કરી દીધું હતું અને જો તેમાં થોડી સેકન્ડનો વિલંબ થયો હોત તો તેઓ તેને સંપૂર્ણ દફનાવી દેત. તે જમીનમાં દટાઈ જવાને કારણે તે જોરથી અવાજમાં ચીસો પાડી રહ્યું હતુ. આ ઘટના વિશે સાસવડ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડી.એસ.હાકેએ જણાવ્યું કે- અમને ફોન દ્વારા ઘટનાની માહિતી મળી અને અમે એક ટીમ સ્થળ પર મોકલી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આરોપી કોણ નીકળે છે અને બાળક સાથે તેનો શું સંબંધ છે અથવા તો બાળકના માતા પિતા સાથે તેનો શું સંબંધ છે.

બાઇકનો નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

પોલીસે આગળ વાત કરી કે, બાળકની ઓળખ થઈ નથી. આરોપી બાઇક લઇને આવ્યા હતા. આસપાસના તમામ સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવ્યા છે. તેના દ્વારા બાઇકનો નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઘટનાના એક દિવસ પહેલાની વાત કરીએ તો એક દિવસ પહેલા પુણેના વાખડ વિસ્તારમાંથી એક ચાર રસ્તા પાસે કચરાના ઢગલામાંથી એક દિવસની બાળકી મળી આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.