ગર્ભમાંથી બે બાળકો આવ્યા મૃત, અને પછી એવું બાળક બહાર આવ્યું કે જે વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

માતાના ગર્ભમાંથી એક પછી એક મૃત બાળકો આવ્યા અને ત્યાર બાદ ત્રીજું બાળક જન્મ્યુ સ્વસ્થ – દુનિયામાં આવી દુર્લભ ઘટના માત્ર 3-4 વાર જ બની છે

આપણી આસપાસ તેમજ આપણાથી હજારો કીલોમીટર દૂર એવી ઘણી બધી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે જે કોઈ ચમત્કારથી ઓછી નથી હોતી. અને ઘણીવાર તો આવી વાતો પર વિશ્વાસ પણ નથી થતો હોતો. પણ આપણી સમજ બહારની ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે અને લોકોને ચકીત કરી મુકતી હોય છે. આજે અમે તમારી સમક્ષ જે કિસ્સો લાવ્યા છે તે આવો જ ચકિત કરી મુકનારો છે.

image source

રાજ્યના રાજકોટ શહેરની એક સરકારી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં કુદરતે એક જબરો ચમત્કાર સર્જ્યો છે. અહીં એક મહિલાના બાળક થવાનું હતું, ડોક્ટર તેમજ નર્સોએ તેણીની સંભાળ લીધી હતી. ડોક્ટર્સની ટીમને પહેલાં આ મહિલાના ગર્ભમાંથી બે બાળકોના અવશેષ એટલે કે તેમના હાડકા વિગેરે મળ્યા. જ્યારે તેને બહાર કાઢ્યા ત્યાર બાદ તેમને ત્રીજા બાળકનો સફળ રીતે પ્રસવ થયો.

image source

આવો કિસ્સો પહેલાં અહીં ક્યારેય નથી બન્યો. એક રીતે જોવા જઈએ તો દુનિયાનો આ એક દુર્લભ કિસ્સો છે, જેને જોઈનો ડોક્ટર્સ પણ ચકિત રહી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી વિશ્વમા આવા માત્ર 4-5 કિસ્સા જ થયા છે. જે મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી, તેણી અમરેલીના ધારી ગામની રહેનારી છે.

image source

એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે જ્યારે પ્રસવ પીડા શરૂ થઈ ત્યારે ધારિ સ્થિત એક આરોગ્ય કેન્દ્રમાં તેણીને લઈ જવામા આવી હતી. તેણીની પીડા ઓછી ન થતાં તેણીને તાત્કાલીક રાજકોટ લઈ જવાની સલાહ આપવામાં આવી. રાજકોટ પહોંચતા જ તેણીની સોનોગ્રાફી કરવામાં આવી તો બાળકના હાર્ટબીટ તપાસ્યા બાદ તેના પ્રસવની તૈયારીઓ કરવામાં આવી.

આ રીતે કરવામાં આવી સફળ પ્રસૂતિ

image source

પ્રસૂતિ વિભાગના ડોક્ટર્સ તેમજ તેમના નર્સિંગ સ્ટાફે તેમજ કેટલાક મદદનીશે તેમનુ ઓપરેશન શરૂ કર્યુ હતું. જ્યારે પ્રસવ માટે તેણીનું પેટ ખોલવામા આવ્યું ત્યારે તેમાંથી એક ખોપડી જેવો ભાગ જોવા મળ્યો. આ ઓપરેશનમાં આગળ વધતા એક પીળુ પ્રવાહી નીકળવા લાગ્યું જેને જોઈને લાગી રહ્યુ હતું કે દર્દીનું તે હૃદય, ફેફસા તેમજ આંતરડા પીગળી ગયા હોય. તેનાથી ડોક્ટર્સ ચિંતિત થઈ ગયા હતા, જો કે પાછળથી સર્જરી વધારે સાવધાનીપૂર્વક કરવામાં આવી. તે દરમિયાન એક પછી એક હાડકાં નિકાળવામાં આવ્યા.

બે મૃત બાળકોના આવ્યા બાદ ત્રીજુ બાળક સ્વસ્થ આવ્યું

image source

બધા જ હાડકાં બહાર નીકળળીને તેને સ્વચ્છ કર્યા બાદ ખબર પડી કે ગર્ભમાં બે મૃત બાળકો હતા. ત્યાર બાદ થયેલી પ્રસૂતીમાં એક 2.7 કિલોનું બાળક સ્વસ્થ રીતે જન્મ્યુ હતું અને તે જોઈને બધા જ ડોક્ટર્સ ચકિત રહી ગયા હતા. અત્યંત અનોખો મામલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span