જાણો જ્યારે તમે અને તમારું બાળક એક જ પથારીમાં ઊંધી જાવો ત્યારે કઇ-કઇ બાબતોનુ ખાસ રાખવુ જોઇએ ધ્યાન

આજની પેઢીના નવા બનેલા માતાપિતા પોતાના બાળકને લઈને ઘણા જ ઉત્સાહિત જોવા મળે છે. બાળકના દુનિયામાં આવતાની સાથે જ માતાપિતા એની નાની નાની વાતોની કાળજી કરતા થઈ જાય છે. ઘણા એવા માતાપિતા છે જે નવજાત બાળકને પોતાની સાથે જ પોતાની જ પથારીમાં સુવડાવે છે તો વળી કેટલાક એવા માતાપિતા પણ છે જેને પોતાના નવજાત બાળક માટે પોતાની પથારીની બાજુમાં જ નાની પથારીની વ્યવસ્થા કરી લીધી હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નવજાત બાળક માટે કઈ વ્યવસ્થા વધુ યોગ્ય છે?

image source

હાલમાં જ થયેલી એક શોધ અનુસાર એવું માનવામાં આવે છે કે માતાપિતાએ પોતાનાં નવજાત બાળકને પોતાની સાથે પોતાની જ પથારીમાં ન સુવડાવવું જોઈએ. બાળકને સુવડાવવા માટે એક અલગ પથારી હોય એ જ બાળક માટે યોગ્ય રહે છે. કારણ કે જો બાળક પોતાના માતાપિતા સાથે એક જ પથારીમાં સુવે તો એમનામાં સ્વાસ્થ્ય અંગેની અમુક તકલીફોનો ભય વધી જાય છે જેમ કે ગંભીર ઇજા, ગભરામણ, પડી જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે સ્તનપાન માટે બાળક સાથે પથારીમાં સૂવુ, જોકે ઉપયુક્ત શોધ પ્રમાણે બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાને બાળક સાથે સુવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

image source

રિપોર્ટ પ્રમાણે, જો તમે સ્તનપાન કરાવતી વખતે પોતાના બાળક સાથે સુઈ જાવ છો તો તમે બાળકને લાંબા સમય સુધી સ્તનપાન કરાવી શકો છો.

શુ કહે છે બીજો રિપોર્ટ?

આનાથી તદ્દન અવળું જ, અમુક બીજા રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે બાળક સાથે એની બાજુમાં જ સૂવું એ બાળક માટે ખરેખર ખૂબ ફાયદાકારક નીવડે છે. એનાથી માતાપિતા અને બાળક વચ્ચેનો સંબંધ મજબૂત બને છે.ડોક્ટરોના મત પ્રમાણે, નવજાત બાળકને શારીરિક નિકટતા ગમતી હોય છે. એટલે એમની સાથે એક જ પથારીમાં સુવાથી એમને ગરમાટો મળે છે
જેની બાળકને જરૂર હોય છે.

image source

અમુક સ્વાસ્થ્યને લગતી તકલીફો સાથે જોડાયેલું છે એક પથારીમાં સૂવું.

બાળક સાથે એક જ પથારીમાં સૂવાથી અમુક સ્વાસ્થ્યને લગતી તકલીફ પણ જોડાયેલી છે.આ બાળકોમાં સડન ઇન્ફન્ટ ડેથ
સિન્ડ્રોમ(SIDS)ના ભયને વધારી દે છે.એટલું જ નહીં કેટલાક માતાપિતા એવું વિચારે છે કે બેડ શેરિંગ કરવાથી બાળકને ભવિષ્યમાં એકલા સુવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.તો બીજી બાજુ કેટલાક માતા પિતા એવું પણ વિચારે છે કે બાળક સાથે બેડ શેર કરવાથી ભવિષ્યમાં જ્યારે એ મોટા થાય ત્યારે એમનામાં નિર્ભરતા આવે છે.

image source

શુ કહે છે શોધનું પરિણામ

આ વાતને લઈને હજી પણ લોકોમાં વિવાદ ચાલી રહ્યો છે કે શું સાચું અને શું ખોટું.પણ ડોકટર પણ એવું જ કહે છે કે બાળક સાથે એક પથારીમાં સૂવું કે ન સૂવું એ માતાપિતા પર અવલંબિત હોય છે. જો માતાપિતા એને જરૂરી સમજતા હોય તો એ પોતાના બાળકને પોતાની સાથે સુવડાવી શકે છે.પણ જો તમે તમારા બાળક સાથે એક જ પથારીમાં સુવો છો તો તમારે સમુક સુરક્ષાને લગતી તૈયારીઓ કરવી પડશે જેથી તમારું બાળક કોઈ દુર્ઘટનાનું ભોગ ન બને.