બાળ ગોપાલની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો તેમની પૂજામાં આટલી તકેદારી જરૂર રાખવી…

બાળ ગોપાલ એટલે કે ધીંગણમલ સ્વરૂપની પૂજા ઘરમાં સૌથી વધારે થતી હોય છે. આ સ્વરૂપ ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ છે. જો ઘરમાં આ બાળ સ્વરૂપની સ્થાપના કરી હોય તો તેની પૂજા કરવાથી માંડી ભોગ અને અન્ય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. ભગવાનના આ સ્વરૂપની પૂજા વિધિ સવારથી શરૂ થાય છે અને સમય સમય પર અલગ અલગ વિધિ કરવાની હોય છે. તેના માટે બાળ ગોપાલની પૂજા કરવાની રીત વિશે જાણકારી હોવી જરૂરી છે.

1. સૌથી પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરી પૂજાની શરૂઆત કરવી. ભગવાન ગણેશના સ્વરૂપને સ્નાન કરાવી તેમને વસ્ત્ર અર્પણ કરવા. ત્યારબાદ પુષ્પ, ધૂપ, દીપ ભગવાનને અર્પણ કરવા.

image source

2. ત્યારબાદ બાળ ગોપાલની પૂજા શરૂ કરવી. સૌથી પહેલા ભગવાનને પંચપાત્રમાં પધરાવી તેમને પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી તેમને શણગાર અર્પણ કરવો. બાળ ગોપાલ સમક્ષ પણ પુષ્પ, ગંધ અર્પણ કરવા.

image source

3. ભગવાનને તેમના આસન પર પધરાવી અને તેમને ફૂલની માળા અથવા ફૂલ ચઢાવવા. ચંદનનું તિલ કરવું અને પછી માખણ, મિશ્રી ધરાવવી.

image source

4. બાળ ગોપાલની પૂજામાં તુલસી પાનનો ઉપયોગ અચૂક કરવો. ભોગમાં પણ તુલસીનું પાન મુકવું. ભોગ ધરાવ્યા બાદ ભગવાનના ભજન કરવા અને છેલ્લે આરતી કરવી.

image source

5. ભગવાનની સવારની પૂજા બાદ સંધ્યા સમય પહેલા તેમની સમક્ષ દીવો-ધૂપ કરી અને તેમને પોઢાડી દેવા. આ વિધિ અત્યંત મહત્વની હોય છે. ભગવાનને પોઢાળવાની વિધિ કર્યા બાદ તેમને બીજા દિવસે સવારે પૂજા સમયે ઘંટડીના રણકાર સાથે જગાડી પૂજા વિધિવત શરૂ કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.