‘બાલિકા વધુ’ના સ્ટાર્સ હવે ક્યાં છે ? કોઈને મળી બીગ બોસમાં જીત તો કોઈને મળ્યો નેશનલ એવોર્ડ

‘બાલિકા વધુ’ના સ્ટાર્સ હવે ક્યાં છે ? કોઈને મળી બીગ બોસમાં જીત તો કોઈને મળ્યો નેશનલ એવોર્ડ

કલર્સનો હીટ શો ‘બાલિકા વધુ’ એકવાર ફરીથી ટીવી પાછો ફર્યો છે ચાઈલ્ડ મેરેજ પર બેસ્ટ આ શોએ લોકોના દિલોમાં એવી છાપ છોડી કે તેમાં જોવા મળેલ દરેક પાત્ર તેમના ફેવરીટ બની ગયા. હવે ચાર વર્ષ પછી ‘બાલિકા વધુ’ના સ્ટાર્સ ક્યાં છે ? કરિયરના ક્યાં પદવ પર છે ?

અવિકા ગૌર.:

image source

‘બાલિકા વધુ’માં આનંદીના નાનપણનું પાત્ર નિભાવ્યું. આ શોથી અવિકાએ ડેબ્યુ કર્યું હતું. પોતાના દમદાર અભિનયથી અવિકાએ ફેંસના દિલ જીતી લીધા. ‘બાલિકા વધુ’ની સફળતા પછી અવિકા ‘સસુરાલ સીમર કા’, ‘લાડો-વીરપુર કી મર્દાની’, ‘ઝલક દિખલા જા’-૫, ‘ખતરો કે ખિલાડી’-૯માં જોવા મળી. તેણે તેલુગુ, કન્નડ, હિન્દી ફિલ્મો અને શોર્ટ ફિલ્મમાં જોવા મળી.

પ્રત્યુષા બેનર્જી.:

યુવા આનંદીનું પાત્ર પ્રત્યુષાએ નિભાવ્યું હતું. આનંદીના રોલમાં એવી છાપ છોડી તેણે કે બધાની પ્રિય બની ગઈ. ત્યારપછી ‘બિગબોસ’-૭માં જોવા મળી. એક્ટ્રેસનું કરિયર જેટલું શાનદાર જઈ રહ્યું હતું, એટલી ટેન્શન ભરેલી ચાલી રહી હતી તેની પર્સનલ લાઈફ. બધાને શોક આપતા પ્રત્યુષાએ ૧ એપ્રિલ, ૨૦૧૬માં આત્મહત્યા લીધી હતી.

image source

તોરલ રાસપુત્રા.:

પ્રત્યુષા પછી તોરલ રાસપુત્રાએ ‘બાલિકા વધુ’માં આનંદીનો રોલ પ્લે કર્યો હતો. ‘બાલિકા વધુ’થી પહેલા તોરલએ કેટલાક શોઝમાં જોવા મળી. તોરલએ ‘બાલિકા વધુ’ પછી ‘મેરે સાઈ’ અને ‘ઉડાન’માં કામ કર્યું.

સિદ્ધાર્થ શુક્લા.:

સિદ્ધાર્થ શુકલાએ ‘બાલિકા વધુ’માં આનંદીના પતિનો રોલ નિભાવ્યો હતો. ‘બિગબોસ’-૧૩ના વિજેતા છે. ‘બિગબોસ’એ કરિયરને ફરીથી શરુ કરવામાં મદદ કરી છે. તેમની પાસે પ્રોજેક્ટ્સની લાઈન લાગી છે.

અનુપ સોની.:

અનુપ સોનીએ ‘બાલિકા વધુ’માં ભૈરો ધર્મવીર સિંહનો રોલ નિભાવ્યો હતો. અનુપ ફિલ્મો અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી સક્રિય છે તે સોની ટીવીના શો ‘ક્રાઈમ પેટ્રોલ’ને હોસ્ટ કરે છે. એના સિવાય તે વેબ સીરીઝ અને ફિલ્મોમાં પણ જોવા મળે છે.

અવિનાશ મુખર્જી.:

image source

અવિનાશ મુખર્જીએ શોમાં જગદીશના નાનપણનો રોલ નિભાવ્યો. ‘બાલિકા વધુ’ પછી તે ‘સંસ્કાર’, ‘ઇતના કરો ના મુઝે પ્યાર’, ‘પ્યાર તુને ક્યાં કિયા’ શોઝમાં જોવા મળ્યા. હાલમાં શો ‘શક્તિ’માં સોહમ સિંહનો રોલ પ્લે કરી રહ્યા છે.

સ્મિતા બંસલ.:

સ્મિતા બંસલએ ‘બાલિકા વધુ’માં જગદીશની માતાનો રોલ પ્લે કર્યો હતો. તે કેટલાક શોઝમાં જોવા મળી છે. વર્ષ ૨૦૧૯માં સ્મિતા શો ‘યે જાદુ હૈ જીન કા’ માં જોવા મળી હતી.

નેહા મર્દા.:

નેહા મર્દાએ ‘બાલિકા વધુ’માં ગહના બસંત સિંહનું પાત્ર નિભાવ્યું. તેઓ છેલ્લે સીરીયલ ‘લાલ ઈશ્ક’માં જોવા મળી હતી.

‘બાલિકા વધુ’ શોની જાન હતી સુરેખા સીકરી. કલ્યાણી દેવીના રોલને સુરેખાએ જીવંત કરી દીધા હતા. વર્ષ ૨૦૧૯માં રીલીઝ થયેલ ફિલ્મ ‘બધાઈ હો’માં શાનદાર રોલ નિભાવવા માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો.

શશાંક વ્યાસ.:

‘બાલિકા વધુ’માં યંગ જગદીશનો રોલ શશાંક વ્યાસએ કર્યો હતો. ત્યારપછી તેણે ‘જાના ના દિલ સે દુર’માં જોવા મળ્યા. ગયા વર્ષે શો ‘રૂપ: મર્દ કા નયા સ્વરૂપ’માં જોવા મળ્યા.