ફિલ્મી દુનિયાના આ સિતારાના શરૂ થયા ખરાબ દિવસો, શાકભાજી વેચવાના આવ્યા દિવસો, તસવીર જોઇને તમે પણ ચોંકી ઉઠશો

બાલિકા વધુના ડીરેક્ટરે શરૂ કરી શાકભાજીની લારી – ફિલ્મી દુનિયાનો આ સિતારો આજે શાક-ભાજીની લારી ચલાવવા બન્યો મજબુર

કોરોના વયારસની મહારીએ કેટલાએ મોટા-મોટા લોકોને રસ્તા પર લાવીને મુકી દીધા છે. તેની અસર માયાનગરી મુંબઈ પર પણ પડી છે. વિતેલા વર્ષોમા અત્યંત જાણિતી અને માનિતિ બનેલી સિરિયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગેના નિહર્દેશક રહી ચુકેલા રામવૃક્ષ ગૌડ આજે પોતાના ગામ આજમગઢમાં શાકની લારી ચલાવવાને મજબૂર બન્યા છે.

image source

રામવૃક્ષે પોતાના કુટુંબનું પેટ પાળવા માટે હાલ શાક-ભાજી વેચવાનો વારો આવ્યો છે. જો કે આ પરિસ્થિમાં ડીરેક્ટર રામવૃક્ષ જણાવે છે કે રિયલ લાઈફ અને રીલ લાઇફ બન્ને ચાલે છે. લોકડાઉમાં મારા બાળકોને પરીક્ષા અપાવવા આવેલા રામવૃક્ષ હવે મુંબઈ નથી જઈ શકતા.

image source

કુટુંબની જવાબદારીએ તેમને એટલી હદે ઝકડી લીધા છે કે હવે તેમને શાકભાજી વેચીને પેટ પાળવાનો વારો આવ્યો છે,. કારણ કે લોકડાઉનના કારણે મુંબઈમાં ફિલ્મોનું કામ બંધ થઈ ગયું છે. રામવૃક્ષે યશપાલ શર્મા, મિલિંદ ગુણાજી, રાજપાલ યાદવ, રણદીપ હુડા, સુનીલ શેટ્ટી જેવા મોટા કલાકારોની ફિલ્મોમાં સહાયક દીગદર્શક તરીકે પણ કામ કર્યું છે. તેમને ફિલ્મી દુનિયાનો 22 વર્ષનો અનુભવ છે.

image source

આજમગઢ જિલ્લાના નિઝામાબાદ વિસ્તારના ફરહાબાદ નિવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્રની મદદથી મુંબઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને ટકાવી રાખવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. તેમણે પહેલાં ઇલેક્ટ્રીસીટી ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં ઘણા વિભાગોમાં પોતાનું નસીબ અજમાવ્યું.

જ્યારે અનુભવ વધતો ગયો ત્યારે તેમને દીગ્દર્શક તરીકે અવસર મળ્યો. દિગ્દર્શકનુ કામ રામવૃક્ષને પસંદ આવી ગયું અને તેમણે તે ક્ષેત્રમાં જ પોતાની કેરિયર બનનાવવાનો નિર્ણય કરી લીધો.

image source

તમને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન નવી સિરિયલોના શૂટિંગ અટકી જવાથી ટેલિવિઝન ચેનલોએ પોતાની જુની સિરિયલોનું પુનઃપ્રસારણ શરૂ કર્યું હતું. જેમાંની મોટા ભાગની સિરિયલોને બહોળો આવકાર મળ્યો હતો. હાલ કલર્સ પર જ બાલિકા વધુનું પણ પુનઃપ્રસારણ ચાલી રહ્યું છે અને દર્શકો તેને જોઈ પણ રહ્યા છે અને પ્રોડ્યુસર્સ જુના માલને વેચીને ફરી કમાણી પણ કરી રહ્યા છે. જ્યારે તેને બનાવનાર ડીરેક્ટરે જ રૂપિયાના તેમજ કામના અભાવે શાકભાજી વેચવાનો વારો આવ્યો છે.

image source

બાલિકા વધુ સિરિયલ બાળ વિવાહની બદી પર આધારીત એક જાગૃતિ ફેલાવનાર સિરિયલ હતી. આ સિરિયલ એક બાલિકા વધુ એટલે કે નાની ઉંમરે પરણાવી દેવામાં આવેલી આનંદી નામની કન્યાના જીવન પર બનાવવામાં આવી હતી. જેને પુષ્કળ સફળતા મળી હતી. અને સિરિયલ ઓફ એર થયા બાદ પણ તેનો એક આગવો ચાહક વર્ગ આજે પણ છે જે તેનું પુનઃપ્રસારણ આજે પણ જુવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span