માતાએ નવો ફોન લીધો અને પુત્રનો ફોટો પાડ્યો, આંખોમાં દેખાયું કંઈક અજીબ અને સામે આવ્યું ભયંકર સત્ય

આ ઘટના અમેરિકાની છે જ્યાં એક માતાએ નવો મોબાઈલ ફોન ખરીદ્યો, ત્યારબાદ તે મોબાઇલમાંથી તેના પુત્રની તસવીર લીધી અને પછી તે માતાની સામે એક ભયંકર સત્ય સામે આવ્યું, જે ખરેકર આશ્ચર્યજનક હતું. મામલો ટેક્સાસનો છે. હવે અમે તમને આ ઘટનાની સંપૂર્ણ હકીકત જણાવીએ.

image source

દીકરાનો ફોટો લીધા પછી માતા ખૂબ ગભરાઈ ગઈ. માતાએ તેના પુત્રનો ફોટો લીધો અને તે તેની બહેનને બતાવ્યો. ત્યારે તેની બહેને કહ્યું કે આ ફોટામાં બાળકોની આંખો પ્રાણીની જેમ ખૂબ ચમકતી દેખાઈ રહી છે. ફોટોમાં બાળકની જમણી આંખ પ્રાણીઓની જેમ બરાબર ચમકતી હતી. ત્યારે ટીના નામની માતાને લાગ્યું કે મોબાઇલની ફ્લેશ લાઇટને કારણે તે ચમકતી હશે. તો પણ તે તેના પુત્રને ડોક્ટર પાસે લઈ ગઈ. આંખો કેમ ચમકી છે તે જાણવા ડોકટરોએ ચેકઅપ કરાવ્યું.

image source

ડોક્ટરે કહ્યું કે ફ્લેશના કારણે બાળકોની આંખો ચમકતી નથી, પરંતુ બાળકને કેન્સર હતું. ડોક્ટરે કહ્યું કે તમારા બાળકને આંખનું કેન્સર છે જે નાના બાળકોમાં થાય છે અને તે ખૂબ જીવલેણ માનવામાં આવે છે. ડોક્ટરોએ કહ્યું કે તે સારું છે કે બાળકની માતાએ આ જોયું અને બાળકને અહીં લાવ્યા. કેન્સર પ્રારંભિક તબક્કે હતું, તેથી સારવાર શક્ય હતી. આ પછી, બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. હવે બાળક એકદમ સારું છે.

image source

ઉલ્લેખનીય છે કે, આજકાલ દરેક લોકો આંખની કેટલીક સમસ્યાને લઇને પીડાતા હોય છે. તો એવામા આંખોમાં જો આવા લક્ષણ દેખાય તો તેને નજર અંદાજ ન કરવું જોઇએ. કારણકે તે એક ગંભીર સમસ્યા પણ હોઇ શકે છે. તેમજ તમારા આંખની દ્રષ્ટિ પણ જઇ શકે છે. તો આવો જોઇએ કેટલાક એવા લક્ષણો જે દેખાવવાથી તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. બાળકોમાં પણ આંખોનું કેન્સર હોય શકે છે. પરંતુ આ અંગે ઘણાં ઓછા લોકોને માલૂમ છે. એડવાન્સ સ્ટેજમાં બીમારી અંગે ખબર પડવાના કારણે ખાસ કરીને ઘણાં બાળકોની પૂરો ઇલાજ થઇ શકતો નથી. તે લોકોની સ્થિતિ એવી થઇ જાય છે કે બાળકોને કીમોથેરાપી પણ આપી શકાતી નથી. એવામાં કેટલાક બાળકોની આંખ પણ નીકાળવી પડે છે. આ બીમારીને રેટિનોબ્લાસ્ટોમા કહેવામાં આવે છે.

image source

જો બાળકોની આંખોની રેટિનામાં સફેદ ધબ્બા પડી રહ્યા હોય તે આંખ ત્રાસી થતી હોય તો તે કેન્સરના શરૂઆતના લક્ષણ હોય શકે છે. આંખના ડોકટર્સ અનુસાર લોકોને ખબર નથી કે આંખનું પણ કેન્સર હોય છે. કેટલાક બાળકો એવા પણ હોય છે કે જેમની આંખો પૂર્ણ રીતે બહાર આવી ગઇ હોય છે. જો આ અંગે સમયસર ઇલાજ કરાવવામાં આવે તો આંખોને બચાવી શકાય છે. રેટિનાબ્લાસ્ટોમા અંગે પેરેન્ટ્સ બાળકોની બન્ને આંખોની મધ્યમ રોશનીમાં ફ્લેશથી ફોટો ક્લિક કરીને માલૂમ કરી શકે છે. જો તેમા એક આંખ લાલ અને બીજી સફેદ થાય તો સમજી જાવ કે બાળકને આ બીમારી હોય શકે છે. જેથી તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

image source

નિષ્ણાંતોએ જણાવ્યું છે કે 40 ટકા કેસમાં બીમારી જેનેટિક કારણોથી થાય છે. જો કોઇના પહેલા બાળકમાં આ બીમારી હોય તો બીજા બાળકના જન્મ પછી તરત તપાસ કરાવવી જોઇએ. ટેસ્ટ દર ત્રણ મહિને થવો જોઇએ. કેટલીક વખત ટ્યૂમર અંગે બાદમાં ખબર પડે છે અને લેજર ટ્રીટમેન્ટ તેમજ કીમોથેરાપીથી ઇલાજ કરી શકાય છે. પરંતુ ઘણી વકત ટ્યૂમર ફેલાવવાના કારણે આંખ નીકાળવી પડે છે. બાળકોની આંખમાં થનારા રેટિનોબ્લાસ્ટોમા કેન્સરનું મુખ્ય લક્ષણ આંખ પર રોશની પડવાથી રેટિનાનો સફેદ ભાગ દેખાય છે. આંખમાં દુખાવાનો અનુભવ થાય છે. તે સિવાય આંખો લાલ પણ થઇ જાય છે. તેમજ જોવામા તકલીફ, આંખોમાં સોજા આવવા, લોહી આવવું. જેવા લક્ષણ જોવા મળે છે. તે સિવાય બાળકો ત્રાસી આંખે જોવે છે તો તેને પણ આંખોના કેન્સરનું શરૂઆતના લક્ષણ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.