જાણો બાથરૂમ સાથે જોડાયેલી આ બાબતો કેમ શીખવાડવી જોઇએ તમારા બાળકોને…
બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે માતા પિતા હંમેશા સારી આદતો શીખવાડે છે. માતા પિતા હંમેશા માટે એ જ પ્રત્યન કરે છે કે સારામાં સારી આદતો બાળકોને શીખવાડે અને સારામાં સારું ખવડાવે પણ. જો કે એની સાથે હંમેશા એમનો એ પ્રત્યન તો જોડાયેલો જ હોય છે કે બાળક પૂરતી સાફ-સફાઈનું પણ ધ્યાન રાખે. બાળકને બીમારીઓથી બચાવવા માટે સમયસર રસી મુકાવી ખૂબ જરૂરી છે. તમને જણાવી દઈએ કે નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે જેના કારણે નાના બાળકો બીમારીની ઝપેટમાં જલદી આવી જાય છે. જો તમે પણ તમારા બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માંગો છો તો આજે જ તમારા બાળકને બાથરૂમને લગતી આ 4 સારી આદતો શીખવાડો જેને કારણે એ બીમારીઓથી દૂર રહે.

દરરોજ બ્રશ કરવો
જ્યારે બાળકને દાંત આવી જાય પછી દરેક બાળકે બ્રશ કરવો જ જોઇએ એ ખાસ જરૂરી વાત છે. 3-4 વર્ષનું બાળક હોય તો દરેક માતા-પિતાની ફરજ છે કે એ બાળકને બ્રશ કરતાં શીખવાડે પછી ધીરે ધીરે બાળકને જાતે બ્રશ કરતાં પણ શીખવાડી દે. એને સમજાવો કે દિવસમાં ઓછમાં ઓછા 2 વખત સારી રીતે બ્રશ કરે. બાળકને મોટા લોકો વાપરે એ ટૂથપેસ્ટ આપવી નહીં બજારમાં મળતી બાળકો માટેની સ્પેશિયલ ટૂથપેસ્ટ આવે છે એનો જ ઉપયોગ કરો.

હાથ ધોવાની યોગ્ય રીત
બાળકને નાનપણથી જ શીખવાડો કે ટોઇલેટ ગયા પછી, જમતા પહેલા અને જમ્યા પછી કે પછી કોઈ પણ ગંદી વસ્તુ અડક્યા પછી તરત જ હાથ સાબુ, લિક્વિડથી હેન્ડ વોશ જરૂરથી કરે, માત્ર આટલું શીખવાડવું પૂરતું નથી આની સાથે બાળકને હાથ ધોવાની યોગ્ય રીત પણ શીખવાડવી જોઇએ. આના માટે તમે પોતે વોશબેસીનની સામે ઊભા રહીને બાળકને હાથ ધોઈને શીખવાડો કે હાથ ધોવાની રીત જેમ કે બાળકને જણાવો કે સાબુ લગાયા પછી લગભગ 30 સેકન્ડ સુધી હાથને આગળ-પાછળ, આંગળિયોની વચ્ચે બરાબર ઘસો અને પછી પાણીની મદદથી સારી રીતે હાથ ધોઈ લો. આની સાથે એ પણ બરોબર ધ્યાન રાખો કે હાથ ધોયા પછી બાળક ચોખ્ખા રુમાલથી જ હાથ લૂછે જેને કારણે બીમારી ના થાય.

બાળકને ટોઇલેટની ટ્રેનીંગ આપો
બાળકને ટોઇલેટની ટ્રેનીંગ આપવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકને સૌથી પહેલા ટોઇલેટ સીટ પર કેવી રીતે બેસવું અને પછી એને કેવી રીતે સાફ કરવું એની યોગ્ય રીત બાળકને શીખવાડવી જોઇએ. આ સાથે જ બાળકને એ પણ શીખવાડો કે ટોઇલેટ ગયા પછી ફ્લશ જરૂરથી કરે જેના કારણે ગંદકી ના ફેલાય. બાળકને સાવર્જનીક ટોઇલેટનો ઉપયોગ કરતાં અને ત્યાં રહેલા બેક્ટેરિયાથી કેવી રીતે બચવું જોઇએ એ પણ શીખવાડવું ખૂબ જ જરૂરી છે બાળકને એ વાતની સમજ ખાસ આપજો કે કોઈ કારણ વગર ટોઇલેટ સીટને અડવું નહીં કારણકે એ ઇન્ફેકશન ફેલાવી શકે છે જેના કારણે બીમાર પડી શકે છે.

અંડર ગારમેન્ટ્સ બદલતા રહેવું
ઘણી વાર બાળકો નિયમિત રૂપે સ્નાન નથી કરતાં એમાં પણ ખાસ કરીને શિયાળામાં બાળકને સ્નાન કરવું ગમતું નથી પણ આ યોગ્ય નથી બાળકને સમજાવો કે નિયમિત સ્નાન કરે અને નિયમિત અંડર ગારમેન્ટ્સ પણ બદલે. ગંદા અને એકના એક અંડર ગારમેન્ટ્સ શરીરમાં ઘણી બધી બીમારીઓ ફેલાવી શકે છે એટલે સાવધ રહેવું ખુબ જરૂરી છે.