ભૂલથી પણ બાળકોના સ્ટડી રૂમમાં ના રાખતા આ વસ્તુઓ, નહિં તો…

વાસ્તુ ટીપ્સ: જાણીએ બાળકોના સ્ટડી રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ બાળકોના સ્ટડી રૂમમાં હોવી જોઈએ નહી.

વર્તમાન સમયમાં મોટાભાગે ઘરમાં અલગથી બાળકો માટે સ્ટડી રૂમની વ્યવસ્થા કરે છે. જેથી બાળક પોતાની રીતે શાંતિથી અને આરામથી પોતાના ભણવા પર ધ્યાન આપી શકે. બાળકના સ્ટડી રૂમને જો વાસ્તુ શાસ્ત્ર મુજબ બનાવવામાં આવે છે તો તેની પોઝેટીવ અસર આપના બાળક પર પણ થાય છે. આમ કરવાથી આપના બાળકનું મન ભણવામાં લાગે છે અને બાળકનું દિમાગ પર તેજ થાય છે. હવે અમે આપને જણાવીશું કે, બાળકના સ્ટડી રૂમ સાથે જોડાયેલ કેટલીક વાસ્તુ ટીપ્સ વિષે…

image source

આપે આપના ઘરમાં બાળક માટે સ્ટડી રૂમ ઘરની પશ્ચિમ દિશામાં કે પછી દક્ષિણ દિશામાં બનાવવો જોઈએ. આપે સ્ટડી રૂમની દીવારોનો રંગ હળવો લીલા રંગનો કે પછી એની સાથે હળતો- ભળતો રંગ જો આપ પસંદ કરો છો તો આપને વધારે ફાયદા મળી શકે છે. કેમ કે, બુધ ગ્રહને શિક્ષાનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બુધ ગ્રહનો રંગ લીલો હોય છે.

image source

આપે બાળકના સ્ટડી રૂમમાં ભણવા માટેના ટેબલને ક્યારેય પણ રૂમના કોઈ ખૂણામાં રાખવું જોઈએ નહી. આપે બાળકના સ્ટડી રૂમમાં સ્ટડી ટેબલને હંમેશા રૂમની વચ્ચેની દીવારથી થોડીક દુર રાખવું જોઈએ. આપે સ્ટડી ટેબલ પર જરૂરિયાત પ્રમાણમાં લાઈટની વ્યવસ્થા કરી દેવી જોઈએ. લાઈટ પાછળથી આવવી જોઈએ નહી જ કે સામેની તરફથી લાઈટ આવવી જોઈએ નહી.

આપે સ્ટડી રૂમમાં બાળકની બેસવાની વ્યવસ્થા એવી રીતે કરવી જેનાથી આપના બાળકનું મુખ ઘરની પૂર્વ દિશા કે પછી ઉત્તર દિશા તરફ રહેવું જોઈએ. આમ કરવાથી આપના બાળકની ભણવામાં એકાગ્રતા જળવાઈ રહેશે.

image source

આપે આપના બાળકના સ્ટડી રૂમમાં માતા સરસ્વતી અને ભગવાન ગણેશના ફોટોસ લગાવશો તો આપને એનાથી સારા ફળ મળી શકે છે.

આપે આપના બાળકના સ્ટડી રૂમમાં પુસ્તકોને હંમેશા દક્ષિણ- પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા કે પછી પશ્ચિમ દિશાની દીવારની સાથે મુકવામાં આવેલ કબાટમાં રાખવી જોઈએ. પૂર્વ, પૂર્વ- ઉત્તર દિશા કે પછી ઉત્તર દિશામાં પુસ્તકો રાખવા જોઈએ નહી. પુસ્તકોને ક્યારેય પણ ખુલ્લી કે પછી ગમે ત્યાં રાખવી જોઈએ નહી. આમ કરવાથી બાળકના સ્ટડી રૂમમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે.

image source

ચાઈનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ બાળકના સ્ટડી રૂમમાં સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલથી બનેલ એજ્યુકેશન ટાવર મુકવો જોઈએ, જેનાથી જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે.

આપે બાળકના સ્ટડી ટેબલ પર પિરામીડ પણ મૂકી શકો છો. એનાથી આપના ઘરની સકારાત્મક ઉર્જા પિરામીડ સાથે ટકરાઈને ભણનાર બાળકના મસ્તિષ્ક પર પડે છે જેનાથી બાળકની યાદશક્તિ તેજ થાય છે.

image source

આપે સ્ટડી રૂમનો દરવાજો હંમેશા ખૂણાથી થોડીક દુર અલગ પૂર્વ, ઉત્તર- ઈશાન કે પછી ઉત્તર દિશામાં હોવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ