અચાનક આકાશમાં દેખાયો એ એ ફુગ્ગો અને પછી…

હાલમાં સોશિયલ મીડિયા પર જાપાનના આકાશમાં જોવા મળેલા સફેદ ફૂગ્ગાનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ ફુગ્ગાને પણ શંકાસ્પદ દ્રષ્ટીએ જ જોવામાં આવી રહ્યો છે. કારણ કે આ સફેદ ફુગ્ગો કેવી રીતે આવ્યો, કોણે મોકલ્યો એ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. અમુક લોકોનું માનવું છે કે આ ફુગ્ગાને કોરોના વાયરસના ફેલાવા માટે જાપાનમાં મોકલવામાં આવ્યો છે.

આ વસ્તુ આખર શું હતી !

image source

આ ઘટના છે ૧૭ જુનની, મળતી માહિતી મુજબ જાપાનના શાન્ડાઈ શહેરમાં 17 જુનના દિવસે આકાશમાં ત્યાના લોકોએ એક અજીબો ગરીબ વસ્તુને ઉડતી જોઈ હતી. જો કે આ શંકાસ્પદ વસ્તુ ન તો કોઈ પક્ષી હતું, કે ન એ કોઈ પ્લેન હતું, અથવા એલીયન પણ ન હતું. જો કે સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કરીને અમુક લોકો તો આ સફેદ ફુગ્ગાને UFO એટલે કે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ પણ કહી રહ્યા છે.આવા સમયે હવામાન વિભાગ તેમજ સરકારને પણ હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી, કે આ વસ્તુ આખર શું હતી !

image source

અચાનક જ તે અદ્રશ્ય થઇ ગયો હતો

image source

આપને જણાવી દઈએ કે આ સફેદ ફુગ્ગો શાન્ડાઈ શહેરના આકાશમાં લાંબા સમય સુધી એક જ જગ્યા પર સ્થિર રહ્યો હતો, અને પછી ધીરે ધીરે આગળ પણ વધી રહ્યો હતો. જો કે ત્યારબાદ પેસિફિક મહાસાગરની ઉપર તે થોડો સમય ઉડીને પછી અચાનક જ તે અદ્રશ્ય પણ થઇ ગયો હતો.

ફુગ્ગો ક્યાંથી આવ્યો અને તે ક્યાં જતો રહ્યો ?

image source

ઉલ્લેખનીય છે કે આ શંકાસ્પદ ફુગ્ગા જેવા દેખાતા ઓબજેક્ટના નીચેના ભાગમાં બે ક્રોસ પ્રોપેલર્સ જેવું કઈક લાગેલું હતું, જેના કારણે તેને ઉડવામાં સહાય મળતી હશે. જો કે પહેલા તો સ્થાનિક લોકોને લાગ્યું હતું કે આ ત્યાના હવામાન ખાતાનો જ ફુગ્ગો હશે, પણ હવામાન ખાતાએ સ્પષ્ટ કર્યું હતું કે એમણે આવા કોઈ ફુગ્ગાને હવામાં છોડયો નથી. આવા સમયે જાપાન સરકારના ચીફ સેક્રેટરી યોશીહિદે સૂગાએ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ પણ કાઈ નથી જાણતા, કે આ ફુગ્ગો શાન્ડાઈ શહેરના આકાશમાં ક્યાંથી આવ્યો, અને તે ક્યાં જતો રહ્યો? આ ફૂગ્ગાના માલિક કોણ છે, એ અંગે પણ અમને કોઈ જ માહિતી નથી.

ફુગ્ગાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

જો કે આ શંકાસ્પદ સફેદ ફુગ્ગાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ યુઝર્સ અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. એક યુઝરે આ અંગે કહ્યું હતું કે, આ ફુગ્ગો જરૂર નોર્થ કોરિયાએ જાપાનમાં કોરોના વાઈરસને ફેલાવવા માટે મોકલ્યો હશે. જો કે હવે આ ફુગ્ગાના નામોનિશાન પણ શાન્ડાઈ શહેરમાં મળી રહ્યા નથી. કોઈ નથી જાણતું કે પેસેફિક મહાસાગરના આભમાં જઈને આ ફુગ્ગો ક્યાં ઓગળી ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.