વાંચો બાળપણમાં ફિલ્મો જોવાની ના પાડતા ઇરફાને કેવી રીતે લીધો એક્ટર બનવાનો નિર્ણય

થોડા દિવસ પહેલા જ બોલીવુડના અભિનેતા ઈરફાન ખાનનું દુઃખદ નિધન થયું. અને એના કારણે આખું બૉલીવુડ આઘાતમાં છે. ઈરફાન સાથેની યાદો ને બધા વાગોળી રહ્યા છે. એમાં એમની એક્ટિંગના વખાણ કરતા લોકો થાકતા નથી. ખરેખર એક્ટિંગના મામલે ઈરફાન એક્કો હતા.પણ શું તમે જાણો છો કે ફિલ્મોમાં આટલી સરસ એક્ટિંગ કરનાર ઈરફાન ખાનને બાળપણમાં ફિલ્મો જોવાની પરવાનગી જ નહોતી. તો પછી ઈરફાન ખાનના મનમાં અભિનેતા બનવાનો વિચાર કેવી રીતે આવ્યો એ પ્રશ્ન સ્વાભાવિક પણે જ સૌને થાય.

image source

જ્યારે કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જાય છે ત્યારે એની ખોટ પડે એ સ્વાભાવિક છે. અને આવું જ બન્યું ઇરફાનના ચાલ્યા જવાથી. ઇરફાનના ચાહકોને હજી પણ માન્યામાં નથી આવતું કે હવે ઈરફાન હયાત નથી. ચાહકો વચ્ચે એમનું નામ હજી ગુંજતું જણાય છે.ઇંસ્ટાગ્રામ હોય કે ટ્વીટર, ફેસબુક હોય કે ટિકટોક ઈરફાન ખાન હજી એમની એક્ટિંગ થકી ,એમની ડાયલોગ ડિલિવરી થકી, એમના ઉમદા અભિનય થકી, એક સારા વ્યક્તિત્વ થકી હજી એમના ચાહકોમાં હયાત છે. અને આમ જ હમેશા હયાત રહેશે પણ ખરા. પણ શું તમને જરા સરખો પણ અણસાર છે કે ઈરફાન ખાન જેને એના ઉમદા અભિનયથી લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું છે જેમને નાનપણ માં ફિલ્મો જોવાની પરવાનગી નહોતી.તો પછી કઈ રીતે ઈરફાન ખાન બન્યા અભિનેતા. ચાલો જાણી લઈએ.

image source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇરફાને જણાવ્યું હતું કે મારું બાળપણ જયપુરમાં વીત્યું પણ મારા માતાપિતા ટોંક માં રહેતા હતા.એટલે હું નાનપણમાં ત્યાં જતો. ત્યાં મિત્રો સાથે મળીને નાટક કરતો રહેતો. ફિલ્મો જોવાની પરવાનગી તો હતી જ નહીં. જ્યારે વર્ષમાં એકાદવાર કાકા અમારા ઘરે આવતા તો અમે ખુશ થઈ જતા હતા. કાકા અમને ફિલ્મ જોવા લઈ જતા હતા. એ થોડા પૈસા આપતા અને પછી અમારો આખો પરિવાર ફિલ્મ જોવા જતો.”

વધુમાં ઇરફાને જણાવ્યું હતું કે”ટોંકમાં મારી માસીનું ઘર થિયેટરની એકદમ સામે જ હતું. એટલે જેવો માસીના ઘરનો દરવાજો ખુલે સીધું સમેવાળું થિયેટર જ દેખાય.એ થિયેટરમાં જે ટીકીટ વેચતી હતી એ સ્ત્રી સાથે માસીની થોડી ઓળખાણ હતી. એટલે ફિલ્મ ચાલતી હોય ત્યારે વચ્ચે અમે ત્યાં જઈને બેસી જતા અને ફિલ્મ જોતા”

image source

યુવાનીમાં ફિલ્મો જોતા ત્યારે ઇરફાનની અહેસાસ થયો કે એમને પણ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. ઈરફાન ખાન નસરુદ્દીન શાહની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત હતા. ઈરફાનને લાગ્યું કે અભિનેતા બનીને જ પોતાને દુનિયાની સામે લાવી શકાશે .અને 15 – 16 વર્ષની ઉંમરે જ ઇરફાને અભિનેતા બનવાનું નક્કી કરી લીધું.

આવી રીતે પહોંચ્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) સુધી.

image source

જુનુંન ફિલ્મમાં જ્યારે ઇરફાન ખાને રાજેશ વિવેકને બાબાના રોલમાં જોયા ત્યારે એ એનાથી ઘણા પ્રભાવિત થયા હતા. કોઈએ એમને જણાવ્યું કે રાજેશ વિવેક સારા અભિનેતા છે અને એમને એક્ટિંગ NSD માંથી શીખી છે. ત્યારે ઈરફાન ખાનને ખબર પડી કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા નામની એક જગ્યા છે જ્યાં એક્ટિંગ શીખવાડવામાં આવે છે. ત્યારથી ઇરફાને નક્કી કર્યું કે પોતે NSDમાંથી એક્ટિંગ શીખશે અને અભિનેતા બનશે.જોકે એમની પાસે પૈસા નહોતા એટલે ઈરફાન સ્કોલરશીપ મેળવીને NSD માં જોડાયા હતા.

image source

એ પછી તો તમને બધાને ખબર જ છે કે ઇરફાને ફિલ્મક્ષેત્રે શુ ધમાલ મચાવી છે.. ઈરફાન ખાને એક ડૉક્ટર કી મોત, સલામ બોમ્બે, બીલ્લુ, ડી ડે, પાન સિંહ તોમર, મદારી, કારવાં, ધ લંચબોક્સ, હિન્દી મીડીયમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એ સિવાય ઈરફાન કેટલાક ઇન્ટરનેશનલ પ્રોજેકટ માં પણ દેખાયા હતા. જેમ કે જુરાસિક વર્લ્ડ, લાઈફ ઓફ પાઇ, ધ નેમશેક, સલ્મડોગ મિલેનિયર, ધ અમેઝિંગ સ્પાઇડર મૅન