નરાધમો નહીં સુધરે, હાથરસ બાદ બલરામપુરમાં દલિત યુવતી પર ગેંગરેપ, હરામખોરોએ કમર તોડી નાંખી, પીડિતાનું મોત

ઉત્તરપ્રદેશના હાથરસની જેમ બલરામરૂપમાં પણ વધારે એક દલિત મહિલા સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમની 22 વર્ષની પુત્રી પર માત્ર ગેંગરેપ થયો એટલું જ નથી, પરંતુ તેના પગ અને પીઠ પણ તૂટી ગઈ હતી. જો કે, હાથ-પગ અને કમરને તોડવાની વાત પોલીસે નકારી છે. ત્યાં જ ઈજાગ્રસ્ત મહિલાનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

સવારે કામ પર રવાના થઈ હતી,

image source

આ કિસ્સો બલરામપુરના ગાસડી કોટવાલી વિસ્તારનો છે, જ્યાં આ 22 વર્ષીય યુવતી એક સામાન્ય પ્રાઈવેટ ફાર્મમાં નોકરી કરતી હતી, હંમેશાની જેમ તેણી સવારે કામ પર રવાના થઈ હતી, પરંતુ મોડી સાંજે ઘરે પાછી ન ફરી હતી. પરિવારના સભ્યોએ તેને ફોન કર્યો, પરંતુ તેનો ફોન લાગ્યો નહીં.

રિક્ષા સીટ પર લોહીના ડાઘ પણ હતા

image source

તેના થોડા જ સમયમાં મહિલા ઘાયલ હાલતમાં રિક્ષામાં તેના ઘરે પહોંચી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, યુવતી કાદવમાં ભીંજાઈ ગઈ હતી અને તેના હાથમાં ગ્લુકોઝ ચઢાવવાનો વીગો લગાવેલો હતો. તેમજ રિક્ષા સીટ પર લોહીના ડાઘ પણ હતા. જ્યારે તેની માતાએ ઇજાગ્રસ્ત મહિલાને આ સ્થિતિ વિશે પૂછ્યું, ત્યારે તેણે ખાલી કહ્યું, “હવે ખૂબ પીડા થઈ રહી છે હું બચીશ નહીં.”

ગેંગરેપ બાદ બાળકીની કમર અને હાથ-પગ તોડી નાંખ્યા

image source

ત્યારબાદ થોડી વારમાં જ પરિવારના લોકોએ તેને હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું, પરંતુ ઘરના થોડા અંતરે જ છોકરીનો શ્વાસ થંભી ગયો અને જીવ જતો રહ્યો. પરિવારજનોએ આરોપ લગાવ્યો કે બાળકી પર ગેંગરેપ બાદ તેની કમર અને બે પગ તોડી નાંખ્યા હતા. પછી તેને રીક્ષા પર બેસાડીને ઘરે મોકલી દેવાઈ હતી, ત્યારબાદ તે કંઇ બોલી શકી ન હતી.

પોલીસે આ વાતને નકારી કાઢી હતી

જો કે બલરામપુરના એસપી દેવ રંજન વર્માએ આ વાતનો ઇનકાર કર્યો છે કે તેના હાથ-પગ અને કમર તોડી નાખી છે. તે જ સમયે, તેમણે જણાવ્યું હતું કે પરિવારની ફરિયાદ પર, બે નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલુ છે. બલારામ પોલીસના જણાવ્યા અનુસાર, “આ કેસમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને બંને આરોપીની ધરપકડ કરી છે. જે વસ્તુ કહેવામાં આવી રહી છે કે હાથ-પગ તોડી નાંખ્યા એ વાત સાચી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી.

આ યુવતીના પણ કરાયા મોડી રાત્રે અંતિમ સંસ્કાર

image source

ઉત્તર પ્રદેશના બલરામપુર ગેંગરેપ પીડિતા પર પણ સુરક્ષા દળોની ભારે તહેનાત વચ્ચે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ પીડિતાનો ભારે પોલીસ બંદોબસ્ત સુરક્ષા વચ્ચે ગાંસ્ડીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. મંગળવારે કોલેજમાં પ્રવેશ ફી જમા કરાવી પરત આવતી વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના બની હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાળકીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બે નામના આરોપીની ધરપકડ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span