આ કેળાના છોડ પર થયુ કંઇક એવુ કે, વિડીયો જોઇને તમે પણ કહેશો આ તો ઇશ્વરનો ચમત્કાર છે!

કેળાના છોડ પર ઉગ્યા અગણિત ફળો, લોકોએ જણાવ્યું કે છે ઈશ્વરનો ચમત્કાર.

image source

અવનવા રહસ્યોથી ભરેલી આ દુનિયા માં રોજેરોજ કઈક નવો ચમત્કાર થતો જોવા મળે જ છે. ઘણીવાર આવા ચમત્કાર અમુક નિર્જીવ વસ્તુઓ સાથે પણ થતા જોવા મળે છે તો ક્યારેક કુદરતી વસ્તુઓ પર પણ આ ચમત્કારની અસર દેખાય છે. અને જ્યારે જ્યારે આપણે આવા ચમત્કારોથી વાકેફ થઈએ છે ત્યારે ત્યારેભગવાન પરની આપણી શ્રદ્ધા વધુ દ્રઢ થઈ જાય છે. આપણે સપને પણ ન વિચાર્યું હોય એવી હકીકતો જ્યારે સામે આવે છે ત્યારે આપણે આ કુદરત સામે આપણે કેટલા નાના છે એનોએ આપણને ખ્યાલ આવી જાય છે.

image source

આવી જ એક અચરજ ભરી વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક કેળાના છોડની ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે.આમ તો કેળાનો છોડ તમે સૌએ જોયો જ હશે અને એ છોડ પર લટકતા કેળાથી પણ અજાણ નહિ જ હોવ. વાત જાણે એમ છે કે આ કેળાના છોડ પર સામાન્ય કરતા ઘણી જ વધુ સંખ્યામાં ફળ આવી રહ્યા છે. અને આ સંખ્યા દિવસે ને દિવસે સતત વધતી જ જાય છે.

image source

અચરજની વાત એ છે કે કેળાના આ છોડની ડાળીઓ એટલી મોટી થઈ ગઈ છે કે હવે એ છેક જમીન ને અડવા લાગી છે.કેળાના છોડ પર ઊગી રહેલા અગણિત ફળોને જોઈને તો એના માલિકે જમીનમાં કેટલાક ફૂટ ઊંડો ખાડો પણ કરી દીધો છે જેથી કરીને આ છોડની ડાળીઓના વિકાસમાં કોઈ ખલેલ ન પહોંચે. કેળાના છોડને આમ રહસ્યમય રીતે વધતા જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે. IFS અધિકારી સુશાંત નંદા એ આ કેળાના છોડના વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ કેળાના છોડનો વિડીયો શેર કરી ને સુશાંત નંદા લખે છે કે ભારત એક એવો દેશ છે જે દુનિયામાં સૌથી વધારે કેળા ઉત્પાદન કરે છે.એમને આગળ લખ્યું છે કે ” કેળાના છોડની આ ડાળીઓની બધી જ ડાળીઓએ અત્યાર સુધી સૌથી મોટી સંખ્યામાં કેળાનું ઉત્પાદન કર્યું હશે”. અધિકારી સુશાંત નંદા દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરેલા આ વીડિયો પર ટ્વીટર યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે.એક ટ્વીટર યુઝરે આ વીડિયો પ4 “ઈશ્વરીય ચમત્કાર, ભગવાન માં શ્રદ્ધા રાખનાર અને ન રાખનાર બંને જુઓ. ભગવાન માટે કઈ જ અશક્ય નથી” એવી કમેન્ટ કરી છે.

source: daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.