દરરોજ બે કેળા ખાવાથી ફટાફટ ઓછું થશે વજન, જાણો કેવી રીત…

કેળા માર્કેટમાં બહુ સરળતાથી મળતું ફ્રુટ છે જેને ખાવાનું બધા લોકો પસંદ કરતા હોય છે. કેળાનાં ઔષધિય ગુણો તેને ખાસ બનાવે છે. જો કે, કેળા એ આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ફળ છે. તેની પરફેક્ટ સાઈઝ, ટેસ્ટ અન ગુણોને કારણે તે લોકોને ખૂબ જ પ્રિય છે. વળી, બીજા ફળોની સરખામણીએ કેળા ઘણા સસ્તા પડે છે અને તે પોષક તત્વોનો ખજાનો છે. શું તમે જાણો છો કે તમે રોજના બે કેળા ખાશો તો પણ તમારા શરીરમાં કેવા ગજબ ફેરફાર થશે. કેટલીક વાર આપણે કેળા ખરીદવા માટે બજારમાં જતા હોઈએ છીએ ત્યારે જે બહુ પીળા ન હોય તેવા કેળા ખરીદતા હોઈએ છીએ અને જે થોડા કડક હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમે અત્યાર સુધીને નવાઈ લાગશે કે કેળામાં ભરપૂર પોષણ હોય છે.

image source

કેળા જેટલાં પાકેલા હશે તેટલાં જ સ્વાદમાં પણ મીઠા હશે અને સ્વાસ્થ્યવર્ધક પણ હશે. જ્યારે કેળા એકદમ પીળા કલરના હોય અને મુલાયમ થઈ ગયા હોય ત્યારે સમજી લેવું કે કેળા પાકી ગયા છે. ધ્યાનમાં રાખવું તે કેળાનાં પાછળના ભાગમાં છાલ હોવી જોઈએ. તેમજ કેળા ખાવાથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો.

image source

રોજના બે કેળા ખાવાથી વજન ઘટે છે. બે કેળા ખાવાથી વજન કઈ રીતે ઘટી શકે. પરંતુ હકીકતમાં કેળામાં ફાઇબર રહેલા હોય છે જેથી તમને ભૂખ ઓછી લાગે છે. આ સાથે કેળામાં સ્ટાર્ચની રહેલું હોય છે, કે જે શરીર ની ચરબીની માત્રા ને કંટ્રોલ કરે છે. આ બ્લડના શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. સાથે-સાથે એ શરીરને ઇન્સ્યુલિન સેન્સિટિવ પણ બનાવે છે. જો તમારું શરીર ઇન્સ્યુલિન સેન્સેટિવ ન હોય તો તમારા શરીરમાં ગ્લુકોઝનું શોષણ થતું નથી. સાથે-સાથે વજન ઓછું થવાને લીધે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

image source

કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેનાથી શરીરની કોશિકાઓને શક્તિ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેનાથી બધા રોગો દૂર ભાગે છે. તેનાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. એકદમ પાકેલા કેળા ખાવાથી તે સરળતાથી પચી જાય છે અને લાંબા સમય સુધી ભુખ નથી લાગતી. તેમજ વાંરવાર ભુખ ન લાગવાને કારણે તમે બહારનો નાસ્તો કરવાનું ટાળો છો. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. પેટમાં બળતરા થતી હોય તો તેના માટે કેળા રામબાણ ઈલાજ છે. કેળા પેટમાં રહેલાં ખતરનાક એસિડથી આંતરડાને બચાવે છે. તેમજ પાકેલા કેળામાં પોટેશિયમ વધારે હોય છે. પોટેશિયમ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોવમાં રાખે છે તેમજ કેળામાં ફાયબર હોવાથી તે હૃદયની બીમારીઓને દૂર રાખે છે.

image source

તેમજ નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાઈજેશન એકદમ સારું રહે છે. તેનાથી પણ વજન ઘટે છે. સવારે ઉઠતાં જ એક ગ્લાસ નવશેકું પાણી પીવો. પછી તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા ઓછી કે વધારી શકો છો) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ડાયટના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રયોગની શોધ હિતોશી અને સુમિકો નામના 2 જાપાનીઓએ કરી હતી. જેથી વજન ઓછું કરવા માટે જાપાનમાં આ સૌથી લોકપ્રિય રીત છે. સાથે જ આયુર્વેદ એક્સપર્ટ ગાયત્રી તેલંગ મુજબ રોજ સવારે નવશેકું પાણી પીધાંના થોડીવાર બાદ કેળા ખાવાથી વજન ઓછું કરવાની સાથે અન્ય કેટલાક ખાસ સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે.

તેમજ કેળા ખાવાથી કેટલીક બીમારીથી પણ બચી શકાય છે.-

બ્લડ પ્રેશર – તમને ખ્યાલ જ હશે કે બ્લડ પ્રેશરના રોગમાં મીઠુ વિલનનો રોલ નિભાવે છે. કેળામાં મીઠુ સાવ નજીવા પ્રામણમાં હોય છે અને પોટેશિયમ વધારે હોય છે. જેને કારણે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કેળુ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે.

image source

લોહીની ઉણપ પૂરે છે – કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આથી લોહીની ઉણપથી પીડાતા લોકો અર્થાત્ એનિમિયાના દર્દીઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે. આ રોગમાં રક્તકણો ઘટી જાય છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે જેને કારણે થાક લાગવો, શ્વાસ ટૂંકા થઈ જવા અને શરીર ફિક્કુ પડી જવું વગેરે સમસ્યા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.