શું તમે પણ બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માગો છો? તો આ રહ્યો ઓપ્શન

વર્તમાન સમયમાં મોટાભાગની બેન્કમાં મિનિમમ બેલેન્સ રાખવુ ફરજીયાત છે જો તમે તે મેન્ટેન કરો તમારે ચાર્જા દેવો પડે છે. જેના કારણે લોકોને આર્થિક બોજો પડે છે. એવામાં દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે ઝીરો બેલેન્સથી ખાતુ ખોલવામાં આવે તો કેવું સારૂ જેથી મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ જ ના રહે. કોરોનાને કારણે લોકોને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાં પ્રથમ સમસ્યા બેંક ખાતામાં મિનિમમ બેલેન્સની જાળવવાની છે. આ કારણોસર, બેન્કો ગ્રાહકો પાસેથી દંડ તરીકે મોટી રકમ વસૂલે છે. દેશની ઘણી બેંકો આવા લોકો માટે ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ્સ આપે છે. ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ્સ એક એવુ એકાઉન્ટ છે જેમાં કોઈ પણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. જણાવી દઇએ કે ઘણી બેંકોમાં મિનિમમ બેલેન્સ લિમિટ 10 હજાર રૂપિયા સુધીની હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી બેન્કો વિશે જણાવીશું જેમા તમારે મિનિમમ બેલેન્સ રાખલાની કોઈ ઝંઝટ નહી રહે.

SBI -બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ:

image source

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખોલવું એકદમ સરળ છે. તમે માન્ય કેવાયસી દસ્તાવેજની મદદથી આ એકાઉન્ટ ખોલી શકો છો. બેંક તમને રૂપે એટીએમ કમ ડેબિટ કાર્ડ પણ આપશે, જેની મદદથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે. તેમાં દર મહિને, તમને એસબીઆઈના એટીએમ અથવા અન્ય બેંકોના એટીએમમાંથી 4 કેશ વિડ્રોઅલ ફ્રી મળશે. ઉપરાંત, તમને આ બેંક ખાતામાં રાખેલા નાણાં પર વાર્ષિક 2.75 ટકાના દરે વ્યાજ પણ મળશે.

IndusInd Bank- ઈન્ડસઇન્ડ ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ

image source

ઈન્ડસઇન્ડ ઓનલાઇન સેવિંગ એકાઉન્ટ તમને ઝીરો બેલેન્સની સુવિધા મળશે. ઓનલાઇન બચત ખાતામાં પણ અમર્યાદિત એટીએમ ટ્રાન્ઝેક્શનનો લાભ મળે છે. ઉપરાંત, મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિંગની સેવાઓ ફ્રી છે. તમે ઓનલાઇન અરજી દ્વારા તમારા આધાર અને પાન આપીને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલી શકો છો. આમાં તમને 4 થી 6 ટકા જેટલું વ્યાજ મળશે.

IDFC First Bank, ફર્સ્ટ સેવિંગ એકાઉન્ટ

image source

ફર્સ્ટ સેવિંગ એકાઉન્ટ તમારા માટે ફાયદા કારક છે. આ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં, તમને કોઈપણ એટીએમથી અનેક ટ્રાન્ઝેક્શનનો લાભ મળે છે. તમે મોબાઇલ બેન્કિંગ અને નેટબેંકિંગની સેવાઓ પણ મફતમાં મેળવી શકો છો. જરૂરી દસ્તાવેજો સાથે, તમે કોઈપણ નજીકની શાખામાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 6 થી 7% ના દરે વ્યાજ મળે છે.

Yes Bank, સ્માર્ટ સેલરી એડવાંટેજ

image source

Yes Bank પણ તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપી રહી છે. આ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટમાં તમે એટીએમથી અમર્યાદિત ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને અન્ય એટીએમથી 5 વાર ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ઉપરાંત, મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને, તમે અમર્યાદિત NEFT અને RTGS કરી શકો છો. આમાં તમને 4 થી 6 ટકા જેટલું વ્યાજ મળશે.

HDFC Bank – બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ

image source

HDFC Bank માં બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકાય છે, જેમાં તમારે કોઈ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. એકાઉન્ટ ધારકોને એટીએમ કમ ડેબિટ કાર્ડ, ફ્રી પાસબુક, ફ્રી ડિપોઝીટ, વિડ્રોઅલ તેમજ ચેકબુક, ઇમેઇલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ ફ્રી મળશે. ઉપરાંત, નેટબેંકિંગ, ફોન બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ થશે. દર મહિને 4 રોકડ ઉપાડની મર્યાદા હોય છે. આ એકાઉન્ટ પર તમને 3 થી 3.5% ના દરે વ્યાજ મળે છે.

Kotak Mahindra Bank – 811 ડિજિટલ બેંક એકાઉન્ટ

image source

Kotak Mahindra Bank એકાઉન્ટમાં તમારે કોઈ પણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. તમે આ એકાઉન્ટ ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરીને ખોલાવી શકો છો. આમાં, તમને 811 વર્ચુઅલ ડેબિટ કાર્ડ પણ મળશે, જેનો ઉપયોગ તમે ઓનલાઇન શોપિંગ, બિલ પેમેન્ટ અને ડીટીએચ રિચાર્જ માટે કરી શકો છો. તમને આ બેંક એકાઉન્ટમાં 4 ટકા જેટલું વ્યાજ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span