બંદૂકની એક પણ ગોળી છોડ્યા વગર થઈ બેન્ક લૂંટ, રકમ જાણીને ચોંકી જશો

એવી અનેક બેંક લૂંટ વિશે તમે સાંભળ્યું હશે, જેમાં લાખો કે કરોડો રૂપિયાની લૂંટ થઈ હોય. પરંતુ આજે અમે તમને જે બેંક લૂંટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બેંક લૂંટના ઇતિહાસમાં સૌથી અનોખો કિસ્સો છે, કારણ કે તેમાં તે દેશના રાષ્ટ્રપતિના પુત્રનો સીધો સમાવેશ હતો. જી હા, આ આશ્ચર્યજનક વાત છે, પરંતુ તે એકદમ સાચી છે.

7562 કરોડ રૂપિયાની લૂંટ

image source

આ બેંક લૂંટમાં કુલ એક અબજ ડોલર એટલે કે આજના હિસાબે લગભગ 7562 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના ઇરાકની છે, જ્યાં સેન્ટ્રલ (કેન્દ્રીય) બેંકમાંથી આટલી મોટી રકમની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટનાને 17 વર્ષ થયા છે.

સદ્દામ હુસેનનો પુત્ર ઇરાકી સેન્ટ્રલ બેંક પહોંચ્યો

image source

આ વાત માર્ચ 2003 ની છે. ત્યારે ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસેન હતા અને તેમની યુએસ સાથેની દુશ્મનાવટ જાણીતી છે. કહેવાય છે કે અમેરિકાએ ઇરાક પરના હુમલા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. તેના થોડા કલાકો પહેલા સદ્દામ હુસેનનો પુત્ર કુસય બગદાદની ઇરાકી સેન્ટ્રલ બેંક પહોંચ્યો હતો અને બેંકના વડાને એક કાપલી આપી હતી, જેમાં લખ્યું હતું કે સુરક્ષાના કારણોસર રાષ્ટ્રપતિએ બેંકના તમામ નાણાંને અન્ય સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો છે. હવે તે સમયે ઇરાકમાં સદ્દામ હુસેનનો ખોફ હતો, કારણ કે તે એક સરમુખત્યાર માનવામાં આવતો હતો, તેથી બેંક વડા કશું બોલ્યા નહીં અને પૈસા લઈ કરવાની મંજૂરી આપી. આ સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

ટ્રકમાં લૂંટની રકમ ભરવામાં પાંચ કલાક લાગ્યા

image source

એવું કહેવામાં આવે છે કે સદ્દામ હુસેનના પુત્ર કુસયે ઇરાકી બેંકમાંથી એટલા પૈસા લૂંટી લીધા હતા કે તેને ટ્રકમાં લઇ જવા પડ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટ્રકમાં લૂંટની રકમ ભરવામાં પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે બેંકમાં વધુ પૈસા હતા, પરંતુ ટ્રકમાં તેમને રાખવા માટે જગ્યા નહોતી, તેથી તેઓ ત્યાં જ રહી ગયા હતા.

સદ્દામ હુસેનના મહેલમાં પણ તપાસ કરવામાં આવી

image source

આ બેંક લૂંટની ચર્ચા દુનિયાભરમાં ત્યારે ફેલાઈ જ્યારે આ ઘટના પછી તરત જ અમેરિકન સૈન્યએ ઇરાક પર બોમ્બમારો શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે ઇરાકી સેન્ટ્રલ બેંકને પણ કબજે કરી હતી, પરંતુ તેમને ખબર પડી કે તમામ પૈસા સદ્દામ હુસેનના પુત્ર કુસાય લઈ ગયો છે. આ પછી ઘણી તપાસ થઈ. સદ્દામ હુસેનના મહેલમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી મોટી સંખ્યામાં નોટો મળી આવી હતી. જો કે તે નોંટો લૂંટના પૈસાના ભાગ ન હતી. સદ્દામ હુસેનના બીજા દીકરા ઉદયે આ પૈસાને પહેલાથી જ સંભાળી રાખી દીધા હતા, કેમ કે તે મોટા પ્રમાણમાં રોકડ રાખવાનો શોખીન હતો.

કરોડો રૂપિયા મળી આવ્યા

image source

એવું કહેવામાં આવે છે કે ઇરાકમાં અન્ય ઘણી જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ બેંકની લૂંટનો મોટો ભાગ ક્યારેય ન મળ્યો. એવો અંદાજ છે કે સદ્દામ હુસેને તે ભંડોળ સીરિયા મોકલ્યા હશે. જો કે, આ માટે કોઈ મજબૂત પુરાવા નથી. આ બેન્ક લૂંટ બીજી બેન્ક લૂંટ કરતા ખાસ એલટા માટે હતી કેમકે આ બેંક લૂંટમાં એક પણ ગોળી છોડવામાં આવી નહોતી અને મ તો કોઈ મારપીટ થઈ હતી. બધુ આરામથી પતી ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.