શું તમારા સંબંધીઓ રહે છે આ શહેરમાં? તો ફોન કરીને પૂછો હાલચાલ, જ્યાં થઇ છે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી અને…

મધરાતે વડોદરામાં ચાર માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી – ત્રણ લોકોના થયા કરુણ મૃત્યુ

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી દેશના વિવિધ સ્થળોએથી ઇમરાત પડી જવાના સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા મુંબઈમાં પણ એક ઇમારત પડી ગઈ હતી જેમાં કંઈ કેટલાએ પરિવારના લોકો દટાઈ ગયા હોવાની વાત જાણવા મળી હતી. તો વળી તાજેતરમાં વડોદરામા પણ આવી જ એક ઘટના ઘટી ગઈ છે. અહીં પણ મધ રાતે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. અને આ અત્યંત દુઃખદ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે.

image source

આ ઇમારત વડોદરાના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં પડી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તરત જ લોકોના બચાવકાર્યમાં લાગી પડ્યું હતું. અને આ કામગીરી હેઠળ ચાર લોકોને તો જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, પણ બીજી બાજુ ત્રણ જણના દુઃખદ મૃત્યુ બિલ્ડિંગ નીચે દટાઈ જવાથી થયા હતા. હજુ પણ બચાવકાર્ય ચાલુ જ છે.

તમને જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં પણ એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી જેમાં 30 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ બાબતે એવા અહેવાલ મળ્યા હતા કે આ ઇમારત લગભઘ 4 દાયકા જુની હતી. આ ઘટના વહેલી સવારે ઘટી હતી. 21મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 3.45 વાગે આ ઇમારત પડી ભાંગી હતી, જેમાં કેટલાએ લોકો ઘાયલ થયા હતા અને ઘણાબધા લોકોના મૃત્યુ થયા હતા.

image source

આ સમય દરમિયાન લોકો સુતા હોવાથી કોઈને પણ બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો મોકો નહોતો મળ્યો. મળેલી માહિતી પ્રમાણે આ બિલ્ડિંગમાં દટાયેલા લોકો શ્રમજીવી વર્ગના હતા. અને તેઓ જ્યારે ભરઉંઘમાં હતા ત્યારે જ ઇમારત ટુટી પડતાં તેમનું ઉંઘમાં જ દટાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ લોકો મૂળે રાજસ્થાનના રહેવાસી હતા. અહીં પણ સમાચાર મળતાં જ ફાયરબ્રીગેડ બચાવ કામગીરીમાં લાગી પડ્યું હતું અને જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવામાં આવ્યો હતો.

image source

ચોમાસાની ઋતુ દરમિયાન સમગદ્ર દેશમાં આવી ઘટનાઓ ક્યાંકને ક્યાંક ઘટતી હોય છે. જે એક દુઃખદ વાત છે. ચોમાસા દરમિયાન નબળી થયેલી બિલ્ડિંગ ઓર વધારે નબળી પડી જતી હોય છે તેમજ જમીનમાં પણ પાણી ભરતા તેના પાયા પણ નબળા પડતા હોય છે, જેના કારણે જૂની બિલ્ડિંગો પડી જતી હોય છે. જોકે આવી નબળી બિલ્ડિંગોનું સમયાંતરે પરીક્ષણ થતું રહેવું જોઈએ. અને તેને જોખમી ઇમારતોમાં સમાવીને તે બાબતે યોગ્ય પગલા તંત્રએ લેવા જોઈએ. અને તેમ કરવામાં આવશે ત્યારે જ આવી અનિચ્છનિય ઘટના થતી રોકી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span