આ મહિલા માર્કેટમાંથી લાવી 1 કિલો બટાકા, જો કે ઘરે આવીને કાઢતાની સાથે જ દેખાયા એવા નિશાન કે…અને પછી થયો જોરદાર ચમત્કાર

દરેક લોકોની ભગવાનમાં આસ્થા હોય છે. આ આસ્થાના કારણે ઘણી વાર તેમને કોઈ વસ્તુમાં ભગવાન દેખાતા હોય છે જેના વીડિયો અને તસવીરો આપણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થથી હોય છે. ઘણા લોકોને વાદળમાં ભગવાનની પ્રતિકૃતિ દેખાય છે તો ઘણા લોકોને કોઈ વૃક્ષની ડાળીમાં કે કોઈ ફળમાં ચિત્ર દેખાતું હોય છે. આવી એક ઘટના સામે આવી છે. સ્ટોટલેન્ડમાં. સ્કોટલેન્ડમાં એક યુવતીને બટાકામાં ભગવાન ઈશું દેખાયા છે. તો જાણએ કે આખરે ઘટના શું છે.

image source

આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી

વાત જાણે એમ છે કે, એક મહિલા સુપરમાર્કેટમાંથી બટાકા ખરીદીને લાવી જેમા તેને જીસસ મસીહાનો ચહેરો જોયો, તે પછી તે ખુશીથી નાચવા લાગી. તેણે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યાં તે વાયરલ થઈ ગઈ. આ મામલો સ્કોટલેન્ડમાં પ્રકાશમાં આવ્યો છે,જ્યાં 44 વર્ષીય નિક્કી મેથર્સ્ટોને દાવો કર્યો હતો કે તે બટાકામાં ભગવાનનો ચહેરો જોયો હતો.પોતાનો મુદ્દો જાણવા માટે તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે શેર કર્યા.નીક્કીએ જણાવ્યું કે તેણી ખરીદી માટે અલ્ડી સુપરમાર્કેટમાં ગઈ હતી. ત્યાંથી તે રેશનમાં એક કિલો બટાકા પણ લાવી હતી.

image source

નજીકથી જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ

ત્યાર બાદ જ્યારે તે ઘરે આવી અને રસોડામાં બટાકાનું પ્લાસ્ટિક કાઢ્યું ત્યારે તેણે બટાકા પર કેટલાક વિચિત્ર નિશાન જોયા. જ્યારે તેણે નજીકથી જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ.નિક્કીએ તેના પતિને બૂમ પાડી.જ્યારે તે રસોડામાં આવ્યો,ત્યારે બંનેએ જોયું કે ઈસુ ખ્રિસ્તની છબી બટાટા પર કોતરવામાં આવી હતી,વ્યવસાયે રિસેપ્શનિસ્ટ નીક્કી માટે આ એક મોટી બાબત હતી. તમને જણાવી દઈએ કે આ પહેલો કેસ નથી,જ્યારે લોકો આવી ખાદ્ય ચીજોની વસ્તુઓમાં આવી તસવીર જોતા હોય.

image source

ઈસુ ભગવાનની પ્રતિમા ઝાડની છાલમાં જોવા મળી

ગયા વર્ષે શરૂઆતમાં, 26 વર્ષીય એમી નામની યુવતી બટાકા શેકતી જોવા મળી હતી,જેમાં ભગવાનદેખાયા હતા.પણ તેણે પણ તે બટાકાનો રસોઈમાં ઉપયોગ કરી નાખ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં,43 વર્ષીય જ્હોન ડિસ્કે પણ ઈસુ ભગવાનની પ્રતિમા ઝાડની છાલમાં જોવા મળી હતી. તેણે કહ્યું કે જ્યારે તે ઝાડની છાલ કાઢી રહ્યો હતો,ત્યારે તેની નજર તેના પર હતી.તે જોઈને તે ગભરાઈ ગયો. આ વી ઘણી ઘટાનાઓ સામે આવી ચુકી છે જેમા લોકોને વિવિધ વસ્તુઓમાં ભગવાનની પ્રતિમાના દર્શન થયા હોય. ઘણા લોકો તેને ચમત્કાર કહે છે તો ઘણા લોકો તેને અંધવિશ્વાસમાં ખપાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.