શું તમે જાણો છો કે શા માટે રીંછ કમરને ઝાડથી ખંજવાળે છે?

શું તમે જાણો છો કે શા માટે રીંછ કમરને ઝાડથી ખંજવાળે છે?

આપણે વાઈલ્ડ લાઈફ ચેનલમાં ઘણી વાર જોયું હોય છે કે ભાલુ (રીંછ) પોતાની પીઠ ઝાડ કે કોઈ થાંભલા સાથે ખંજવાળી રહ્યું હોય છે. આપણે તેને નોર્મલ વસ્તુ તરીકે જોઈએ છીએ. પરંતુ તે એક તેની રીત છે પોતાનો વિસ્તાર નક્કી કરવાનો. જેવી રીતે કૂતરા પોતાના પેશાબની ગંધથી પોતાના વિસ્તારની રક્ષા કરે છે તેવી જ રીતે ભાલુ પોતાના પીઠની ગંધથી પોતાનો વિસ્તાર નક્કી કરે છે.

image source

ભાલુ આવું એટલા માટે કરે છે કે પ્રજનનની ઋતુમાં માદા ભાલુને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એક સીમા નક્કી કરવી પડે છે. જે ભાલુ પોતાની સીમા નક્કી ના કરે તેની સાથે માદા પ્રજનન કરતી નથી. એટલા માટે નર ભાલુ પોતાના પીઠ ઘસીને પોતાના વિસ્તારની સીમા નક્કી કરે છે અને તેની સીમા વિસ્તારની અંદર બીજા કોઈ નર ભાલુને ઘુસવા દેતું નથી.

જે લોકોના મનમાં વિચારો આવે છે તેઓ જવાબો શોધવાનો પ્રયાસ પણ કરે છે. શું તમે જાણો છો શા માટે રીંછ ઝાડથી કમરને ખંજવાળે છે. તમને ખબર હશે? તમે વિચારી રહ્યા છો કે ભાઈ ખંજવાળ આવે છે, તેથી ખંજવાળે છે. ના, કારણ ખૂબ જ વિશેષ છે.

આઈએફએસ અધિકારી સુધા રામેને આ વીડિયો શેર કર્યો છે. તે લખે છે. ‘તમે ક્યારેય બિઅર ડાન્સ (ભાલુ ડાન્સ) કરવાની કલ્પના કરી છે? આ વીડિયો તેના ડાન્સ વિશે નથી. સામાન્ય રીતે પુરૂષ રીંછ તેમની કમર ખુલ્લા સાથે ઝાડ સાથે ખંજવાળતા હોય છે. આ સમય દરમિયાન, તેઓ તેમની ગંધ છોડી દેતા હોય છે, જે તેમના વિસ્તારને ચિહ્નિત કરવાની આ એક રીત છે. આવું મોટાભાગે સંવર્ધનની ઋતુમાં થાય છે.’

13 સેકન્ડના આ વીડિયોમાં, એક રીંછ થાંભલાની મદદથી તેની કમરને ખંજવાળી રહ્યું છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં, વીડિયોને 8900 વ્યૂ મળી ચૂક્યા હતા.

આ સિવાય આઈએફએસ સુધાએ બીજો એક વીડિયો શેર કર્યો છે. તેમાં રસ્તા પર એક સુંદર નાનકડુ ભાલુ પડ્યું છે. તે રસ્તા પર પોતાની પીઠ ખંજવાળી રહ્યું છે.

વીડિયોમાં દેખાય છે તે રીતે ભાલુ પોતાનો વિસ્તાર નક્કી કરીને માદા ભાલુને પોતાની તરફ આકર્ષિત કરવાનું શરૂ કરે છે. માદા ભાલુ પણ પોતાને ગમતા નર ભાલુ સાથે જ સંબધ બનાવે છે. તેની સિવાય બીજા સાથે સબંધ બનાવતી નથી.

image source

રીંછને તમામ પ્રાણીઓમાં અનપ્રીડીક્ટેબલ પ્રાણી ગણાવાય છે. રીંછ આગળની ઘડીએ શું કરશે તેનો તાગ મેળવી શકાતો નથી.રીંછ ઉપર પીએચડી કરનારા લોકો જણાવે છે કે, અન્ય કોઇ પણ પ્રાણી હોય તેના વર્તન પરથી તે શું કરશે તેનો મહ્દઅંશે તાગ મેળવી શકાય છે, પરંતુ રીંછ શું કરશે તેનો તાગ મેળવી શકાતો નથી.

રીંછ માત્ર શાકાહારી કે માંસાહારી નહીં પરંતુ મર્મેકોફેગર્સ

image source

સામાન્ય રીતે મોટાભાગના પ્રાણીઓ શાકાહારી કે માંસાહારી હોય છે, પરંતુ જે પ્રાણી શાકાહારી હોય અને તેમ છતાં ઉધઇ, કીડા-મકોડા ખાતા હોય તેવા પ્રાણીઓને સાઇન્ટિફિક ભાષામાં મર્મેકોફેગર્સ કેટેગરીમાં ગણાવાતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.