શું તમે જાણો છો તમારા બ્યૂટી પ્રોડક્ટસની લાઈફ

દિવાળીની તૈયારીઓમાં આપણે બધા અત્યારે વ્યસ્ત છીએ. ખાસ કરીને ઘરની સાફસફાઈમાં અત્યારે પરોવાયેલા છીએ ત્યારે આપણા ડ્રેસિંગ ટેબલને ખોલીને જોઈએ તો કેટલીક બ્યુટી અને મેકઅપ પ્રોડક્ટ્સની પણ સફાઈ કરવી પડશે.

image source

બ્યૂટી પ્રોડક્ટ્સ તમને સુંદર દેખાડે છે પણ જો તમે તેનું ધ્યાન નહીં રાખો તો તે એક્સપાયર થવાના કારણે તમને નુકસાન પણ કરી શકે છે. ક્યાંક એવું ન બને કે તમે સુંદર દેખાવવાના બદલે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાઓ. તો ચાલો આજે જાણીએ કે કયા બ્યૂટી પ્રોડક્ટ્સની લાઈફ કેટલી હોય છે અને ક્યારે બદલી દેવાથી સેફ રહી શકાય છે.

ફેસ ક્રીમ કે લોશન પર એની એક્સપાયરી ડેટ લખેલી હોય છે જે ૬ મહિનાથી ૧ વર્ષની હોય છે.

ફેસ વૉશ કે માસ્ક ત્રણથી છ મહિના સુધી વાપરી શકાય છે.

ટોનર ૬ મહિના

image source

મસ્કરા ૩ મહિના

લિક્વિડ લાઇનર્સ ૬ મહિના

ફાઉન્ડેશન ૬ મહિના-બે વર્ષ

આઇલાઇનર ૬ મહિનાથી ૧ વર્ષ

image source

લિપગ્લૉસ, કન્સીલર, ક્લેન્ઝર ૧ વર્ષ સુધી

લિપસ્ટિક, નેઇલ-પૉલિશ, બ્લશ, બ્રૉન્ઝર બે વર્ષ સુધી વાપરી શકાય

એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ વાપરવાથી સ્કિન પર ઍલર્જી, બળતરા કે દાણા થઈ શકે છે

image source

જે પ્રોડક્ટ્સ આખું વર્ષ આપણને સુંદરતા આપે છે અને દેખભાળ કરે છે એ પ્રોડક્ટ્સની આપણે જરા દેખભાળ અને કાળજી રાખીએ તો સરસ રિઝલ્ટ મળે અને સ્કિન કે બૉડીને નુકસાન પણ નહીં થાય. તો મહેક તરફથી આ દિવાળીએ હૅપી ક્લીનિંગ, હૅપી ઑર્ગેનાઇઝિંગ.

આ રીતે ઘરે જ કરો મેકઅપના સામાનની સાફસફાઈ

image source

મેકઅપ બ્રશને સાફ કરવા માટે એક બોલમાં સાદું પાણી લઈ એમાં ડિશવૉશ લિક્વિડ અથવા ફેસવૉશનાં થોડાં ટીપાં નાખી પલાળી રાખો અને નળ નીચે ધોઈ એક નૅપ્કિન પર મૂકી સૂકવી દો.

હેરબ્રશ, હેરડ્રાયર, હેર-સ્ટ્રેટનર, હેરકલર વગેરેને પણ સૂકા કપડાથી ક્લીન કરવા જોઈએ જેથી ખોડા, ખરતા વાળ જેવી સમસ્યાઓથી બચી શકાય.

image soucre

મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સને સીધો તડકો ન લાગે એ રીતે સાચવીને ઠંડી અને ડાર્ક જગ્યાએ મૂકવી જોઈએ જ્યાં પવન કે ધૂળ ન લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.