જ્યારે ફરવા જવાનો પ્લાન કરો ત્યારે અચૂક જજો ભારતમાં જ આવેલા આ 5 સ્થળોએ

ફરવા જવું કોને ન ગમે ? પણ જો ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોઈએ તો બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસના લિસ્ટમાં પણ એક નજર કરવી જોઈએ. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ભારતમાં જ આવેલા અમુક એવા પ્રવાસન સ્થળો વિશે માહિતી આપવાના છીએ જેના વિશે કદાચ તમે પહેલા નહીં જાણતા હોવ.

પેંગોંગ સરોવર – જમ્મુ કાશ્મીર

image source

પેંગોંગ સરોવરનું નામ તો કદાચ તમે સાંભળ્યું હશે. આ સરોવરને એક ફિલ્મ ” 3 ઇડિયટ ” માં પણ દેખાડવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં લેહ અને લદાખના કુદરતી સૌંદર્યને પણ સુંદર રીતે બતાવવામાં આવ્યું હતું. હિમાલય પર્વતમાળા વિસ્તારમાં સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત આ સરોવર ફરવા માટે એક સારો વિકલ્પ છે.

માજુલી – અસમ

image source

અસમ રાજ્યમાં આવેલી બ્રહ્મપુત્ર નદી વચ્ચે આવેલા માજુલી દ્વીપ નદી મધ્યે આવેલા દુનિયાના સૌથી મોટા દ્વીપ તરીકે ગણાય છે. યુનેસ્કો દ્વારા આ સ્થળને વર્લ્ડ હેરીટેઝ સાઈટમાં પણ સ્થાન અપાયું છે. આ માજુલી દ્વીપમાં સેંકડો વર્ષ જૂની સભ્યતા અને સંસ્કૃતિની સાથે સાથે પ્રાચીન વાસણો, ઘરેણાઓ અને અન્ય વસ્તુઓ સંરક્ષિત કરીને રાખવામાં આવી છે.

તવાંગ – અરુણાચલ પ્રદેશ

image source

અરુણાચલ પ્રદેશનું શાંત તવાંગ હિલ સ્ટેશન પોતાની કુદરતી સૌંદર્ય દ્વારા પર્યટકોને આકર્ષવા માટે જાણીતું છે. વળી, આ સ્થાનને ભારતના ફરવા માટેના ગુપ્ત સ્થાનો પૈકી એક ગણવામાં આવે છે કારણ કે વિષમ વાતાવરણ અને સતત ભૂસ્ખલનને કારણે અહીં પહોંચવું અઘરું કામ છે.

તારકરલી બીચ – મહારાષ્ટ્ર

image source

મુંબઈથી થોડા કલાકોની ડ્રાઇવ કરશો તો તમે એક પ્રાચીન તારકરલી બીચ પર પહોંચી શકશો. કારલી અને અરબ સાગરના અભિસરણ પર આવેલ આ બીચ તમને યાદગાર પર્યટન અનુભવ કરાવે છે. ખાસ કરીને સનોર્કલીંગ અને સ્ફુબા ડાઇવિંગના શોખીન લોકો માટે આ સારો વિકલ્પ છે.

લેપચજગત – પશ્ચિમ બંગાળ

image source

પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગથી નજીક લેપચજગત નામનું એક નાનકડું પણ રમણીય સ્થળ આવેલું છે. આ સ્થાનને પણ ભારતના ગુપ્ત પર્યટન સ્થળ તરીકે ગણવામાં આવે છે. આ સ્થાન ઘેરા અને લીલાછમ જંગલ તથા પહાડો વચ્ચે ઘેરાયેલુ છે. જો કે મોટાભાગના પ્રવાસીઓ દાર્જિલિંગ ફરીને જ પરત ફરી જતા આ સ્થાન બહુ પ્રચલિત નથી થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.