બ્યુટી ક્વિનનું સિક્રેટ: આ ઘરેલૂ ઉબટનનો ઉપયોગ કરે છે ઐશ્વર્યા રાય, જેના કારણે નથી દેખાતી ઉંમર, આ રીતે બનાવો ઘરે તમે પણ

બોલીવુડ અને હોલીવુડ માં પણ ઐશ્વર્યા રાય ને ખુબસુરત અભિનેત્રીઓ માંની એક અપ્સરા ગણવામાં આવે છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં છે. એશ્વર્યા જ્યાં પણ જાય છે, તે પોતાની રુચિપ્રદ કૃત્યથી બધાને દિવાના બનાવે છે. ભલે એશ્વર્યા ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ મગજ સાથેની તેની સુંદરતાથી તે બધાના દિલ પર રાજ કરે છે.

image source

બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યાની સુંદરતા બાકીની અભિનેત્રીઓ માટે પણ એક પડકાર છે. ઐશ્વર્યા રાય બચ્ચન એક દીકરીની માતા હોવા છતાં પણ સુંદર દેખાય છે. તેનું ગ્લેમર 40 વર્ષે પણ અકબંધ છે. ઐશ્વર્યાના સુંદર અને યંગ દેખાવવા પાછળનું કારણ તેના દ્વારા કરાતી સ્કીનની દેખરેખ છે.

image source

ઐશ્વર્યા સ્કીનની કેર કરવા માટે ખાસ ઉબટન લગાવે છે અને તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને ઉપયોગ કરી શકો છો. તેને રોજ સ્કીન પર લગાવવાથી તમારી સ્કીન યંગ દેખાશે અને સ્કીન પરના ડાઘ ધબ્બા પણ ગાયબ થશે. તો કરી લો આજથી જ ટ્રાય.

ઉબટન બનાવવાની સામગ્રી

 ચણાનો લોટ – 2 મોટી ચમચી

 હળદર – નાની અડધી ચમચી

 દૂધ – 2 મોટી ચમચી

આ રીતે બનાવો ઉબટન

image source

સૌ પહેલાં એેક બાઉલ લો અને તેમાં તમામ સામગ્રી મિક્સ કરી લો. તેને મસાજ કરતાં કરતાં ચહેરા પર લગાવો. થોડો સમય તેને ચહેરા પર રહેવા દો અને પછી તેને ઘસીને કાઢો. ધ્યાન રાખો કે જો તમારા ફેસ લપર પિમ્પલ છે તો તે જગ્યાએ ઉબટન ન લગાવો. તમે રોજ આ ઉબટન લગાવશો તો સ્કીન યંગ બનશે, ગ્લો કરશે અને સાથે જ સ્કીનના ડાઘ ગાયબ થશે.

કઈ રીતે કરશે ફાયદો

image source

આ ઉબટન કોઈ પણ સ્કીન ટાઈપ માટે યૂઝ કરી શકાય છે. જો તમને બ્લેકહેડ્સ કે એક્નેની સમસ્યા છે તો તે પણ આનાથી દૂર થશે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આ ઉબટન લગાવવાથી સ્કીન પર કોઈ ઈન્ફેક્શન છે તો તે પણ દૂર થશે. તેમાં હળદર હોવાથી સ્કીનને ઘણો ફાયદો કરે છે અને તમારો સ્કીન ટોન પણ બદલાય છે. એન્ટિસેપ્ટીક હળદર અને દૂધ સ્કીનને મોશ્ચરાઈઝ કરે છે. તેનાથી સ્કીન ટાઈટ અને ફ્રેશ દેખાય છે.

image source

ઐશ્વર્યા રાયની કરીએ તો તે અમિતાભ બચ્ચનના એક ના એક દીકરા અભિષેક બચ્ચનની સાથે લગ્ન કર્યા છે. વર્ષ ૨૦૦૭ માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એ લગ્ન કર્યા અને વર્ષ ૨૦૧૧ માં તેમના ઘરે એક સુંદર દીકરી આરાધ્ય નો જન્મ થયો હતો. ઐશ્વર્યા રાય વિશ્વ ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ ની યાદીમાં પોતાનું નામ પહેલા સ્થાન પર નોંધાવી ચુકી છે અને તે હોલીવુડ માં પણ કામ કરી ચુકી છે. તમને એ પણ જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય એ હિન્દી ફિલ્મ જગતમાં માં વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ “ઓર પ્યાર હો ગયા” થી ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ “હમ દિલ દે ચુકે સનમ”, “દેવદાસ”, “જોધા અકબર”, “મોહબ્બતે”, “આ અબ લૌટ ચલે”, “ગુરુ”, “ગુજારીશ”, “તાલ”, “રોબોટ”, “એ દિલ હે મુશ્કિલ”, “રાવણ”, “ઉમરાવ જાન”, “ફ્ન્ને ખાં”, “દિલ કા રિશ્તા”, “સરકાર રાજ”, “સરબજીત”, “જજ્બા”, “કુછ ના કહો” અને “ખાકી” જેવી સફળ ફિલ્મો માં કામ કરી ચુકી છે.