આ કારણે કપિલ શર્માના શોમાં હજુ સુધી આમિર ખાને નથી મોક્યુ પગ…

આખરે આમિર ખાન એક વાર પણ કપિલ શર્મા શોમાં કેમ પહોંચ્યો ન હતો?

આમિર ખાન સિવાય ભાગ્યે જ કોઈ કલાકાર હશે જે હજી સુધી કપિલ શર્મા શોમાં ન આવ્યો હોય. શું તમે જાણો છો કે કેમ આમિર ખાન હજી સુધી આ શોમાં નથી પહોંચ્યો?

image source

કપિલ શર્માના શો વિશે વાત કરવામાં આવે તો અહીં એક સેલેબ્સ સિવાય લગભગ તમામ સ્ટાર્સ જોવા મળ્યા છે. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ તેમજ જાણીતા ક્રિકેટર્સ અને સિંગર્સ સુધીના કોઈપણ સ્ટારનું નામ જણાવો, દરેક જણ કપિલ શર્માના શોમાં પહોંચ્યા જ છે અને તેઓએ આ શોને ખૂબ પસંદ પણ કર્યો છે અને એન્જોય પણ કર્યો છે. કપિલના શોની ટીઆરપી પણ આ સ્ટાર્સના કારણે વધે છે. બંને એકબીજાની રોશની ઉધાર લઇને ચમકતા રહે છે. હવે તે સ્ટારની વાત કરીએ કે જે હજી સુધી આ શોમાં દેખાયા નથી અને તે બીજુ કોઈ નહીં પણ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છે.

image source

કપિલના શોથી દૂર રહ્યા આમિર ખાન

બોલિવૂડના આ બધા સ્ટાર્સ પોત પોતાની અલગ અલગ ફિલ્મ્સના પ્રમોશન સમયે ચોક્કસપણે આ શોનો એક ભાગ બને છે, જ્યાં મજાક મસ્તીની સાથે સાથે પોતાની ફિલ્મનું ખૂબ સરસ રીતે પ્રમોશન કરીને સ્ટાર્સ શોમાંથી વિદાય લે છે.

ફિલ્મના પ્રમોશન માટે તેમનો ફંડા અલગ છે

પરંતુ શું તમે જાણો છો કે આમિર ક્યારેય કપિલના શોમાં કેમ ન દેખાયો? જેમ તમે જાણો જ છો કે, આમિરની કામ કરવાની રીત બાકીના સ્ટાર્સથી અલગ છે અને ફિલ્મના પ્રમોશન માટેનો તેમનો ફંડા પણ અલગ છે. તેઓ માને છે કે જો ફિલ્મ સારી છે, તો તે ફિલ્મનું પ્રમોશન જાતે જ કરે છે.

image source

આમિરની પ્રમોશન કરવાની રીત જુદી છે. દરેક વખતે તેઓ કોઈ નવા આઇડિયા વિશે વિચારે છે અને તે મુજબ પ્રચાર કરે છે. યાદ કરો કે તેમણે કેવી રીતે ગજની, થ્રી ઇડિયટ્સ અથવા પીકે માટે પ્રચાર કર્યો હતો. તેને પોતાની ફિલ્મ ચલાવવા માટે ક્યારેય કપિલના શોની મદદ લેવી પડતી નથી.

‘કોફી વિથ કરન’ માં આમિર ખાન

એવું કહેવામાં આવે છે કે આમિર આ રીતે તેમની ફિલ્મ્સના પ્રમોશનમાં વિશ્વાસ કરતો નથી. જોકે, આમિર આજ દિન સુધી તે જ નિયમોનું પાલન કરતો આવ્યો હતો, જે ગયા વર્ષે તૂટી ગયો હતો કારણ કે તે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરન’માં તેની ફિલ્મ’ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના પ્રમોશન માટે આવ્યો હતો.

image source

જો કે કપિલ શર્મા શો આમિરને ખૂબ પસંદ છે

તે પહેલા પણ કપિલના શો માટે તૈયાર ન હોવાથી તે આ વખતે આ ફિલ્મના પ્રમોશન માટે જવા તૈયાર નહોતો. જ્યારે પણ ટીમે આ શો માટે તેનો સંપર્ક કર્યો ત્યારે તેની તારીખો (dates) ક્યારેય મળી ન હતી. જો કે તેણે ઘણી વાર કહ્યું છે કે તેને કપિલ શર્મા શો ઘણો પસંદ છે.

કપિલનો શો ચાલી રહ્યો છે ત્યારથી આમિર ખાનની ઘણી ફિલ્મો બતાવવામાં આવી છે, પરંતુ આમિર તેની ફિલ્મ જોવાની અપીલ કરતા આ શોમાં ક્યારેય દેખાયો ન હતો. ખરેખર, આમિરને ઘણી વાર લાગ્યું છે કે તેની ફિલ્મના પ્રમોશનની જરૂર નથી તેથી કપિલના કે અન્ય ટીવી શોમાં પણ તે ગયો ન હતો.

Kapil Sharma goes down memory lane as he shares a throwback photo ...
image source

સવાલ એ ઉભો થાય છે કે ઘણી વખત સ્ટાર્સ આ શોમાં ત્યારે પણ આવે છે જ્યારે તેમને તેમની ફિલ્મનું પ્રમોશન ન કરવાનું હોય તો પણ. શું આમિર પણ આમ જ કારણ વગર જઈ શકે ને? પરંતુ આમિર ગયો ન હતો. આ બાબત બતાવે છે કે કપિલના શોનું મહત્વ તેની નજરમાં શું છે. તેની સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે કપિલનો શો આમિરને ખાસ પસંદ નથી.

આ શોમાં કપિલ ઘણી વખત પોતાની હદ પાર કરે છે. મહિલાઓની મજાક કરે છે. સ્ટાર્સ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરે છે. અનેક કલાકારોનું ઘણી વખત અપમાન કરવામાં આવતું હોય છે, પરંતુ તેઓ નિર્માતાના કહેવા પર આ શોમાં જતા હોય છે. આમિરને આ વાત મંજૂર નથી. તેથી, તે ક્યારેય આ શોમાં જતો ન હતો.

Source: Navbharattimes

બોલિવૂડના આ ફેમસ સ્ટાર્સની માતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શું તમને ખબર છે આ લેટેસ્ટ વાત?

આ ઇન્ડિયન ક્રિકેટરે તેની પાંચ ગર્લફ્રેન્ડને રાખે છે તેની હેન્ડબેગમાં, શું તમે જાણો છો કેવી રીતે?

એક સમયે ઘરે ઘરે પેપર નાંખવા જતો આ યુવાન આજે નચાવે છે બોલીવુડના અનેક સિતારાઓને…

બોલીવુડના આ 9 સેલિબ્રિટી, આટલી બધી ભાષાઓ બોલી શકે છે અટક્યા વગર

શ્રી કૃષ્ણા’માં આ અભિનેતા બન્યા હતા કંસ મામા, જ્યારે રામાયણમાં પણ ભજવી હતી મહત્વની ભૂમિકા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.