સોયાચગ્સ બિટરૂટ ફ્રેંકી – એક યુનિક અને હેલ્થી ફ્રેંકી બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ…

કેમ છો ફ્રેંડ્સ….

ફ્રેન્કી તો બધાયની ફેવરીટ હોય છે…..પણ તમને ખબર છે.. આજે હું તમારા માટે એક યુનિક અને હેલ્થી ફ્રેંકી લાવી છુ.. આજે આપણે મૈદા ની જગ્યાએ ઘઉ નો લોટ લેસુ અને સ્ટુફીગ માં પણ હેલ્થી સોયચંગ્સ નું યુઝ કરીશું…અને લોટ પણ બીટ ના પ્યૂરી થી બાંન્ધવાનો છે.. કલરફૂલ રોટલી બનશે તો છોકરાઓ ને પણ ખાવાની મજા આવશે… બીટ અને સોયચંગ્સ ના ફાયદાઓ પણ ઘણા છે..સાથે સાથે એ પણ આપણે જોઈએ…

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. બીટમાં સારી માત્રામાં લોહ, વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે અને લોહી સાફ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પણ પી શકો છો…

બીટના ફાયદા –

એનીમિયા – બીટનો રસ શરીરમાં હીમોગ્લોબિન બનાવે છે. તેમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે જે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે અને શરીરમાં તાજા ઓક્સીજન નું સંચાર કરે છે. એનીમિયા જેવી બીમારીમાં બીટ બહુ લાભદાયક હોય છે. તેના જડમાં વિટામીન સી અને બીટમાં વિટામિન એ હોય છે.

બીટનું જ્યુસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. ખાસકરીને સ્ત્રીઓ માટે તે બહુ લાભદાયક હોય છે. માસિક ધર્મ સંબંધિત અનેક સમસ્યાઓમાં તેનું સેવન લાભદાયક હોય છે.

તો જોઈ લઈએ સોયાચગ્સ બીટરૂટ ફ્રેંકી માટે ની સામગ્રી :-

સોયાચગ્સ બિટરૂટ ફ્રેંકી

 • 1 બાઉલ – ઘઉ નો લોટ
 • 1 બીટ – બાફીને પ્યૂરી કરેલી
 • 1 બાઉલ – સોયાચગ્સ બાફીને કટ કરેલા
 • 1 બાઉલ – પનીર
 • 1 – ડુંગડી – ઝીણી સમારેલી
 • 1 – કેપ્સિકમ – ઝીણું સમારેલું
 • 2 ચમચી – મેયોનિજ
 • 2 ચમચી – ટામેટાં સોસ
 • 2 ચમચી – તેલ
 • 1 ચમચી – મરચું
 • મીઠું – સ્વાદપ્રમાને
 • 1 ક્યુબ – ચીજ
 • 2 ચમચી – કોબીજ નું છીણ
 • 2 ચમચી – બટર

રીત :-

સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉ નો લોટ લયી તેમાં મીઠું અને મોંણ નાખી બીટ ના પ્યૂરી થી લોટ બાંધવો

હવે પ્યાન ગરમ મૂકી તેમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગડી અને કેપ્સિકમ સાથડવું.

હવે તેમાં સોયાચગ્સ નાખી મીઠું અને મરચું ઉમેરવુ. મિક્સ કરી એક બાઉલ માં કાઢી લેવું..હવે ઠંડું પડે પછી તેમાં મેયોનિજ અને ચીજ નાખવું.

હવે જે લોટ બાંધી રાખ્યો છે તેમાંથી રોટલી વણવી હવે રોટલી ને કાચી પાકી શેકી લેવી.

હવે રોટલી ઉપર ટોમેટો સોસ લગાડવું. પછી વચ્ચે ની સાઈડ પર સ્ટફિંગ પાથરવું. ઉપર કોબીજ નું છીણ પાથરવુ.

હવે ફ્રાંકી ને બેવ સાઈડ ફોલ્ડ કરી બટર માં શેકિ લેવું.

હવે ફોર્ક થી પેક કરી ગરમાંગરમ ફ્રાંકી સર્વ કરવી.. .

તો તૈયાર છે એકદમ હેલ્થી સોયચંગ્સ બિટરૂટ ફ્રાંકી….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.