કોઇ પણ કેબ બુક કરાવતા પહેલા વાંચી લો આ ખાસ ફેસિલિટી વિશે, નહિં તો અંતે રહી જશો

આ હકીકત વિશે કોઈ શંકા નથી કે ઓલા અને ઉબર એ આપણું જીવન ઘણું સરળ બનાવી દીધું છે. હવે ટેક્સી ડ્રાઈવર સાથે ભાવતોલ તેમજ મગજમારી કરવાની જરૂર છે નહિ.

ટેક્સી હવે એકદમ સસ્તા ભાવે તેમજ તમારા ઘરના દરવાજા આગળ મેળવી શકો છો.

જો કે, કેટલીક વસ્તુઓ છે કે જે તમને ઓલા / ઉબેર કેબ બુકિંગ કરતી વખતે જાણવી જોઈએ.

૧. તમારી કેબનો ડ્રાઇવર તમને તમારી પોહ્ચવાની જગ્યા સુધી લઈ જવા માટે ના નથી પાડી શકતો.

image source

ઘણીવાર, ડ્રાઈવરો તમને તમારા પોહ્ચવાની જગ્યાએ લઈ જવા માટે ઇન્કાર કરે છે અને ‘રસ્તો ખરાબ છે’ અથવા ‘ટ્રાફિક બહુ છે’ એવા કારણો બતાવે છે. પરંતુ, એવું કહેવું એ ડ્રાઈવરની ઓથોરીટી નથી હોતી.

જો આવું થાય તો તે વિષે કેબની બુકિંગ કર્યા પછી, એપ્લિકેશન દ્વારા જાણ કરી શકો છો જેથી તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

આગલી વખતે, આ વિકલ્પનો ઉપયોગ કરો!

જ્યારે તમને ‘મલ્ટીપલ ડેસ્ટિનેશન’ ની જરૂર હોય ત્યારે એ પ્રમાણે પસંદગી કરી શકો છો.

૨. જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે તમે ‘મલ્ટીપલ ડેસ્ટિનેશન’ પસંદ કરી શકો છો

બહુવિધ સ્ટોપ્સ

શું તમે જાણો છો કે ઉબેર તમારા રૂટ પર બે વધારાના સ્ટોપ્સ પસંદ કરવાની સુવિધા પૂરી પાડે છે?

એપ્લિકેશન પર જણાવેલા સમય અને અંતર દરો પર આધારિત, તમે તમારા સ્ટોપ્સને ઉમેરી શકો છો અને એ પ્રમાણે ભાડુ આપી શકાય છે.

જો તમે તમારા મિત્રો સાથે ઉબેરમાં સવારી કારી રહ્યા હોવ તો એમાં સ્પ્લીટ ફેર નામનો પણ એક ઓપ્શન છે જેનાથી ભાડુ તમારા અને તમારા મિત્રો વચ્ચે વેહ્ચી શકાય છે.

image source

૩. જો તમને જરૂર હોય તો, તમારા પ્રિયજનોને ટ્રૅક પણ કરી શકો છો.

લાઇવ ટ્રેકિંગ

જ્યારે તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે તમારા ઘરમાં લોકોને ચિંતા સતાવતી રહે છે.

ઓલા અને ઉબરે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સમસ્યાનું હલ કર્યું છે; તમારા નજીકના લોકો અને પ્રિય મિત્રો આ લાઇવ ટ્રેકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

એકવાર તમારી સવારી શરૂ થઈ જાય પછી તમે એપ્લિકેશન પર આ સુવિધા મેળવી શકો છો અને તમે વિવિધ મેસેજિંગ વિકલ્પો દ્વારા તમારા વાસ્તવિક સમયના સ્થાનોને બહુવિધ લોકો સાથે શેર કરી શકો છો.

image source

૪. તમે તમારા ડ્રાઇવરને અલગ માર્ગ લેવા માટે કહી શકો છો

તમારી પસંદગી

તમારી પસંદના માર્ગ લેવા માટે તમે તમારા ઓલા અથવા ઉબેર ડ્રાઇવરને પૂછી શકો છો.

કેટલીકવાર, જીપીએસ દ્વારા આપવામાં આવેલા માર્ગ ટૂંકી અને સૌથી ઝડપી હોઇ શકે છે પરંતુ સલામત નથી હોતો.

તેથી, તમે તમારા ડ્રાઇવરને તમારા દ્વારા પસંદ કરેલ માર્ગ લેવા માટે કહી શકો છો. પછી જી.પી.એસ. આપોઆપ રસ્તો બદલી લેશે અને તમારા ભાડા પણ તે મુજબ ગોઠવવામાં આવશે.

image source

૫ તમારા બચાવમાં કટોકટી બટન

એસઓએસ બટન

ઓલા અને ઉબેર બંને પાસે તેમના એપ્લિકેશન્સ પર SOS બટનો છે.

જો તમે કટોકટીની પરિસ્થિતિમાં અટકી હોવ તો, તમે આ SOS બટનને ટેપ કરી શકો છો અને ઇન્સ્ટન્ટ મેસેજને તમારા પ્રિયજનો, જે તે કોલ સેન્ટર તેમજ નજીકના પોલીસ સ્ટેસનમાં આ માહિતી મોકલી આપે છે.

ઉબરે દિલ્હી પોલીસ દ્વારા બનાવાયેલી હિંમત એપ સાથે પણ જોડાણ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.