બ્રાન્ડેડ અને મોંઘા જિન્સ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન જરૂર રાખજો

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવી નહિ હોય જેના વોર્ડરોબમાં જિન્સ નહિ હોય. ઓફિસ હોય, પાર્ટી હોય, કે સામાન્ય ગેધરિંગ હોય, હવે જિન્સ એ સૌથી આસાન વિકલ્પ બની ગયો છે. ઠંડી હોય કે ગરમી, દરેક મોસમમાં લોકો તેને ખરીદી શકે છે, અને પહેરી પણ શકે છે. પરંતુ જિન્સ ખરીદતા પહેલા તમને તેના વિશે કેટલીક માહિતી હોવી બહુ જ જરૂરી છે.

Things you should know before buying Jeans - Denim Fever
image source

જિન્સ ખરીદતા પહેલા તેનું લેબલ જરૂર તપાસી લેવું જોઈએ. જેનાથી જિન્સમાં ડેનિમ કે કોટનની માત્રા કેટલી છે તે માલૂમ કરી શકાય.

અનેકવાર સ્ટ્રેચિંગ વધારવા માટે ડેનિમાં લાઈક્રા પણ મિક્સ કરવામાં આવે છે. જો તમારી જિન્સમાં ડેનિમનું પ્રમાણ 90થી 100 ટકા ન હોય તો, તે જિન્સ તમારા માટે આરામદાયક નથી. સસ્તી અને મોંઘી જિન્સમાં ડેનિમની ક્વોલિટી અને પ્રમાણમાં બહુ જ અંતર હોય છે.

Imitating An Icon: Are My Levi's Real or Fake? - American Reserve ...
image source

જિન્સ ખરીદતા પહેલા તે કેટલું વોશેબલ છે, તે પણ ચકાસી લેવું. આ માટે અનેક બ્રાન્ડેડ જિન્સ પર તેના લેબલ લગાવવામાં આવે છે. જિન્સ ખરીદ્યા બાદ આ લેબલને ક્યરેય ફેંકી ન દેવા. કારણ કે, આ લેબલથી તમારે ફર્સ્ટ ટાઈમ જિન્સ કેવી રીતે ધોવા તેની માહિતી મળી શકે છે. જેથી પહેલા વોશમાં જ તમારા જિન્સનો કલર ન ઉડી જાય.

તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જિન્સની ડિઝાઈન ક્યારેય જૂની નથી થતી. આજે પણ તમે બૂટકટ અને કાર્ગો જિન્સ પહેરી શકો છો. વાત માત્ર એટલી ધ્યાનમાં રાખવી કે, તે તમારી પર્સનાલિટી અને તમારા લુકને મેચ કરવી જોઈએ.

Buy jeans
image source

સ્કીની જિન્સ પાતળા પગવાળા લોકો પર સારા નથી લાગતા. કેમ કે આ જિન્સ શરીરથી એકદમ ચિપકેલા રહે છે. પાતળા લોકોએ સ્ટ્રેટ ફીટ જિન્સ પહેરવા, જે થોડા ઢીલ્લા હોય.

Everlane's line of $68 stretch denim never gets baggy — here's ...
image source

અનેકવાર આર્ક-શેપ્ડ જિન્સ કે કર્વ્ડ જિન્સ બહુ જ સારા વિકલ્પ ગણવામાં આવે છે. તેની બનાવટ સ્ટ્રેટ પીટની વિપરીત હોય છે. અને તે લોકો પર સૂટ થાય છે, જેમના જાંઘ અને પગ મોટા હોય છે.

જેમના જાંઘ પગની સરખામણીમાં મોટા હોય તેમને ટેપર્ડ જિન્સ બહુ જ સારા લાગી શકે છે.

American Street Style Fashion Men's Jeans Jogger Pants Camouflage ...
image source

કાર્ગો જિન્સ કે બેલબોટમ્સ બહુ જ લાંબા લોકોને સારા લાગશે. નાના કદના લોકોએ તેને પહેરવાથી હમેશા બચવું જોઈએ.

કાર્ગો જિન્સ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સૈનિકો માટે ખિસ્સાવાળા યુનિફોર્મ તરીકે બનાવવામાં આવ્યા હતા. તેના ખિસ્સામાં સૈનિકો નક્શો, દવા અને અન્ય જરૂરતનો સામાન રાખતા હતા. તમે તમારા પાતળા પગને કવર કરવા માંગો છો, તો આ જિન્સ તમારા ઓપેશનમાં લઈ શકો છો.

આજકાલ તેજીથી વેચાઈ રહેલા ક્રોપ્ડ જિન્સ લાંબા પગવાળા લોકો માટે બેસ્ટ છે, જેમને તેમના પગ નાના બતાવવાનો શોખ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.