જતા પહેલા જાણી લો વિશ્વના આ 5 સ્થળો વિશે, નહિં તો જોયા વગર જ આવવુ પડશે પાછા અને મુડ થઇ જશે ઓફ

વિશ્વમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જે પોતાની ખાસિયતોને કારણે પ્રસિદ્ધ છે. પરંતુ આવી જગ્યાઓ પૈકી અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વની એવી જ પાંચ જગ્યાઓ વિષે જણાવવાના છીએ જ્યાં સામાન્ય લોકોને પ્રવેશવાની પરવાનગી નથી હોતી. તો ક્યાં છે એ સ્થાનો ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

1). જાપાન દેશના શિંટો નામક વિસ્તારમાં આવેલું ” ધ ગ્રાન્ડ શ્રાઈન ઓફ આઈઝ ” નામના નામના મંદિરમાં પૂજારી અને રાજાશાહી પરિવારના સદસ્યો સિવાય કોઈને અંદર પ્રવેશવાની છૂટ નથી. આ મંદિરની વિશેષતા એ છે કે તેને દર 20 વર્ષે તોડી ફરીથી નવું બાંધવામાં આવે છે.

image source

2). નોર્વેના સ્વાલબર્ડમાં આવેલું ભૂમિગત બીજ ભંડાર કેન્દ્ર પણ આવી જાગ્યો પૈકી એક છે. પહાડી વિસ્તારમાં 430 ફૂટ નીચે બનાવાયેલા આ બીજ કેન્દ્રમાં વિશ્વભરના લગભગ 10 લાખ જેટલા બીજોને સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યા છે આ કારણે આ કેન્દ્રમાં કોઈપણ સામાન્ય માણસને પ્રવેશવા પર પ્રતિબંધ છે. કેન્દ્રમાં ફક્ત એ જ લોકો જઈ શકે છે જે આ કેન્દ્રમાં કામ કરતા હોય.

image source

3). ફ્રાન્સની લસકસ ગુફાને વર્ષ 1940 માં શોધવામાં આવી હતી. લગભગ 20000 વર્ષ જૂની આ ગુફામાં આદિમાનવ સમયના હજારો ચિત્રો છે. અહીં પણ સામાન્ય લોકોને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે આ ગુફાની અંદર જીવલેણ જીવ – જંતુઓ પણ રહે છે.

image source

4). ઓસ્ટ્રેલિયાના હર્ડ ટાપુ એક જવાળામુખી ધરાવતો દ્વીપ છે. હિન્દ મહાસાગરની ઊંડાઈથી નીકળેલા આ ટાપુ પર આજના સમયમાં પણ એક ટાપુ રસળગી ર્હોય છે જેના કારણે અહીં લોકોને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

image source

5). વેટિકન સિટીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. વિશ્વના સૌથી નાના દેશ તરીકે પ્રસિદ્ધ એવા આ ડેની અન્ય એક ખૂબી પણ છે જેના કારણે તેનો પણ દુનિયાના સૌથી ગુપ્ત સ્થળોમાં સમાવેશ કરવામાં આવે છે. અહીંના મુખ્ય કેથોલિક ચર્ચમાં આવેલા ગુપ્ત અભિલેખાગારમાં દરેક લોકોને પ્રવેશ નથી મળતો. તેનું કારણ એ છે કે તેમાં સદીઓ જુના પુસ્તકો અને દસ્તાવેજો સાચવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.