લોકો ભંગારવાળા કહીને ચીઢવતા હતા તો પણ માની નહિ હાર કરી રહ્યા છે આ અદ્ભુત કાર્ય…

પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે કોઈના મદદની જરૂર નથી, પરંતુ જો ઉત્સાહ હોય તો કંઈ પણ કરી શકાય છે. આવું જ કંઈક કરી રહ્યાં છે ફરીદાબાદના ભવાન સિંહ બિષ્ઠ. અંદાજે 10 વર્ષ પહેલા ભવાન સિંહ બિષ્ઠે એક એક્ટિવિટી શરૂ કરી હતી, જેમા તેઓ કચરામાં ફેંકાતી વસ્તુઓમાંથી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સજાવટની વસ્તુઓનુ નિર્માણ કરતા હતા. ભવાન સિંહના આ કામમાં તેમને સાથ આપી રહી છે તેમની દીકરીઓ અને તેમની પત્ની.

image source

લોકો ભંગારવાલા કહીને બોલાવતા

ભવાન સિંહ માટે આ કામ શરૂ કરવું સરળ ન હતું. શરૂઆતના સમયમાં લોકો તેમને ભંગારવાળો કહીને બોલાવતા હતા. તેમની પત્ની જ આ કામને બેકાર કહેતી હતી. તે કહેતી કે, જે ચીજવસ્તુઓ લોકો તેમના ઘરની બહાર ફેંકે છે, તેને તમે ઘરની અંદર જમા કરી રહ્યા છો. પંરતુ સમયની સાથે સાથે પરિવારના લોકોના વિચારો પણ બદલાઈ ગયા.

પર્યાવરણ બચાવોનો નારો આપ્યો

image source

આ ચળવળને ચલાવવા માટે ભવાન સિંહ બિષ્ઠે વર્શ 2014માં ધરતી મા ટ્રસ્ટના નામથી એક સંસ્થા બનાવી અને લોકોને તેના વિશે જાગૃત કરવાની શરૂઆત કરી. તેના બાદ લોકો તેમાં જોડાતા ગયા અને આજે લગભગ 50 લોકો આ સંસ્થા સાથે કામ કરી રહ્યાં છે. સંસ્થા બનાવ્યા બાદ તેમણે પોતાની આ ચળવળને એક સૂત્ર આપ્યું. ‘કચરો ન બાળો, કે ન વહાવો કે ને ફેંકો, તેને વિશ્વ કલ્યાણ માટે ઉપયોગી બનાવો.

ભંગારમાંથી જરૂરી સામાન બનાવતા

image source

ધરતી મા ટ્રસ્ટના લોકો સાથે મળીને ઘર, ઓફિસ અને ફેકટરીઓમાંથી નીકળનારી પોલિથીન, રૈપર, બોટલ, ખાલી ડબ્બા, કાગળ, પેન વગેરેને એકત્રિત કરીને તેમાંથી ફૂલ, ફ્લાવર પોર્ટ, ઝુમ્મર, ટોપલીઓ, પેન સ્ટેન્ડ, ચપ્પલો, ટ્રે, બેગ, મૂર્તિઓ, ચાના કપ ઉપરાંત અન્ય સજાવટી વસ્તુઓ બનાવે છે.

જરૂરિયાતમંદ લોકોને સ્વાવલંબી બનાવી રહ્યાં છે

image source

ધરતી મા ટ્રસ્ટના પ્રેસિડન્ટ ભવાન સિંહ જણાવે છે કે, તેઓ પર્યાવરણ બચાવવા માટે લોકોને જાગૃત કરવાની સાથે સાથે જરૂરિયાત મંદ લોકોને સ્વાવલંબી પણ બનાવી રહ્યા છે. તેના માટે તેઓ દિવ્યાંગો, ગૃહિણીઓ અને કચરો એકઠો કરનારાઓને વેસ્ટ મટીરિયલમાંથી સજાવટનો સામાન બનાવવાની ફ્રીમાં ટ્રેનિંગ આપે છે. જેથી તેઓ આત્મનિર્ભર થઈ શકે.

અન્ય ચળવળ પણ ચલાવે છે

image source

ધરતી મા ટ્રસ્ટ દ્વારા વેસ્ટ મટીરિયલને રિયુઝ કરવા ઉપરાંત અન્ય અનેક પ્રકારની જાગૃતતા લાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વાર નુક્કડ-નાટક દ્વારા લોકોને પર્યાવરણ જાગૃત બનાવવામા આવી રહ્યાં છે. ટ્રસ્ટ દ્વારા ગૌરૈયા સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત લાકડા અને પ્લાયવુડમાંથી બનાવેલા પક્ષી ઘર જગ્યાએ જગ્યાએ લગાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ટ્રસ્ટ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, ધરતીનું અસ્તિત્વ, જૈવિક ખાદ્ય પ્રણાલી, જૈવિક ખેતી વગેરે માટે પણ અભિયાન ચલાવવામાં આવે છે.

image source

ભવાન સિંહ જણાવે છે કે, જ્યારે તેમની પાસે બહુ સંશાધન ન હતા, ત્યારે તેમની 9 વર્ષની દીકરી દીપિકા તેમની મદદ કરવાની શરૂઆત કરી હતી. બંને બાપ-દીકરી સતત 10 વર્ષથી કુદરત માટેનું આ જાગૃતિ આંદોલન ચલાવી રહ્યાં છે. આજે તેમની દીકરી દીપિકા 19 વર્ષની થઈ ગઈ છે, અને તેનું આજે પણ એ જ છે. દિલ્હી, ઉત્તરાખંડ, ફરીદાબાદ, યુપી, હરિયાણા સહિત દેશના અનેક ભાગોમાં જઈને પિતા-દીકરીની આ જોડી લોકોને જાગૃત કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.