ભાભીજી ઘર પર હૈની અભિનેત્રી સૌમ્યા ટંડનને કંઈક આ રીતે સેટ પરથી આપવામાં આવી વિદાઈ

‘ભાભીજી ઘર પર હૈ’ની ગોરી મેમ એટલે કે અનિતા ભાભીએ શોને કહ્યું અલવિદા – જાણો શા માટે છોડ્યો શો

ભાભીજી ઘર પર હૈની અભિનેત્રી સૌમ્યા ટંડનને કંઈક આ રીતે સેટ પરથી આપવામાં આવી વિદાઈ –

એ જાહેર થઈ ગયું છે કે ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન શોને કહી રહી છે અલવીદા. 21મી ઓગસ્ટે તેનો શો પર છેલ્લો દિવસ હતો. અને સેટ પર બધાએ ભાવભીની વિદાઈ આપી છે. બે દિવસ પહેલાં સમાચાર મળ્યા હતા કે સૌમ્યા ટંડને શો છોડવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે સૌમ્યા ટંડન છેલ્લા પાંચ વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી અને હવે તે પોતાનો કોન્ટ્રાક્ટ રીન્યૂ નહીં કરાવે.

image source

સૌમ્યાએ પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર કેટલીક તસ્વીરો અને વિડિયોઝ શેર કરી છે. જેમાં તેનો શોમાંની જર્નીમાં અંત વિષે ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેણે આખીએ કાસ્ટ અને ક્રૂનો આભાર માન્યો છે અને કેક કટ કરી હતી. આસિફ શૈખ, રોહિતશ્વ ગૌર અને અન્ય સ્ટાર્સે સૌમ્યાને વિદાઈ આપતા એક સુંદર ગીત ગાયું હતું, ગીત હતું, ‘અભિ ન જાઓ છોડ કર, કે દિલ અભી ભરા નહીં.’

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_) on

સોમ્યાએ લખ્યું છેઃ ‘એક સુંદર સફરનો અંત. અમે જે રીતે એકબીજાથી વિદાઈ લઈ રહ્યા છીએ તે દર્શાવે છે કે અમારા સંબંધ કેટલા મજબુત હતા. આ શો સાથે એવી ઘણી બધી ક્ષણો છે જેને હું જીવનભર વાગોળતી રહીશ, યુનિટ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને હું યાદ કરીશ. મારા સૌથી વહાલા આસિફશેખ, મારા મિત્રો, રોહીત ગૌર, યોગેશ ત્રિપાઠી, વૈભવ, માથુર, દીપેશ ભાન, સલીમ ઝૈદી, સાનંદ વર્મા (તમને છેલ્લા દિવસે ખૂબ યાદ કર્યા). ભાભીજી ઘર પર હૈના પાંચ સુંદર વર્ષો, મારા પ્રોડ્યુસર શ્રીમતી બેનેઇફર કોહલી અને સંજયજીનો ખૂબ ખૂબ આભાર. ’

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_) on

જ્યારે સૌમ્યા ટંડનને તેના શો છોડવા પાછળનું કારણ પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું, ‘તમે કહી શકો કે એક સ્થાપિત શોની એક સ્ટેબલ જોબ છોડવાનો નિર્ણય અવ્યવહારીક કહેવાય. પણ, મને હવે એવું લાગે છે કે તમારીપાસે નોકરી હોવી અને એકધારી નિયમિત આવક મેળવવી તે હવે વધારે એક્સાઇટીંગ નથી લાગી રહ્યું. હું તેવા પ્રોજેક્ટ્સ કરવા માગું છું જ્યાં એક કલાકાર તરીકે વિકસવાની તક હોય.’

image source

તેણી પણ કહે છે કે ‘તેનો અર્થ એ નથી કે, શોએ મારી પ્રગતિમાં કોઈ યોગદાન નથી આપ્યું. અત્યાર સુધીની આ શો સાથેની મારી યાત્રા ખૂબ જ સુંદર રહી છે. જોકે, હું આ પાત્રને છેલ્લા પાંચ વર્ષોથી નિભાવી રહી છું પણ મને નથી લાગતું કે મારે આ શોમાં ઓર વધારે પાંચ વર્ષ આપવા જોઈએ. મારે હવે કેટલીક બીજી વાસ્તુઓનો હિસ્સો બનવો છે. અલગ-અલગ ખૂબ સારુ કામ થઈ રહ્યું છે. મને મારા આ શોની ટીમ ખૂબ યાદ આવશે પણ આપણા કંફર્ટ ઝોનથી બહાર નીકળીને જોખમ તો ઉઠાવવું જ પડશે.’

image source

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સૌમ્યાની હેર ડ્રેસરને કોરોના થયો છે. સાથે સાથે વેતનમાં કાપ અને કોરોના વાયરસના ડરને લઈ પણ સૌમ્યા સમાચારમાં હતી. આ બધા જ પર સૌમ્યાએ નિવેદન આપ્યું છે, ‘મને મારી હેર ડ્રેસરના કોરોના પોઝિટિવ આવવાથી ચિંતા થઈ હતી અને માટે હું મારા કુટુંબીજનોને જોખમમાં નથી મુકી શકતી. મારું એક નાનકડું બાળક પણ છે. અને મારું શો છોડવાનું કારણ વેતનમાં કાપ તો બીલકુલ નથી. બધાને ખબર છે આર્થિક સમસ્યા બધાની સામે છે.’

image source

સૌમ્યા ટંડન શોમાં ગોરી મેમ તરીકે પણ જાણીતી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી સૌમ્યાના શો છોડવાની અફવાઓનું બજાર ગરમ હતું. અને હવે તે અફવાઓ સાચી સાબિત થઈ છે. સૌમ્યાની કેરિયરનો આ શો અત્યાર સુધીનો સૌથી સફળ શો રહ્યો છે અને આ પાત્ર દ્વારા સૌમ્યા દેશના ઘરે-ઘરે પહોંચી છે. સૌમ્યાએ સિરિયલો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તો વળી રિયાલીટી શોની હોસ્ટ તરીકે પણ કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે તે કયા નવા અવતારમાં જોવા મળશે.