80ના દાયકામાં અભિનેત્રી ભાગ્યશ્રી સાથે કર્યું હતું રોમાન્સ, હવે એની દીકરી સાથે પ્રેમમાં ગુટરગુ કરશે આ હિરો…

80ના દાયકામાં અભિનેત્રી ભાગ્યશ્રી સાથે કર્યું હતું રોમાન્સ, હવે એમની દીકરી સાથે પ્રેમમાં ગુટરગુ કરશે સલમાન ખાન.

આ અભિનેત્રી પછી હવે એની દીકરી સાથે પણ રોમાન્સ કરશે બોલિવુડના મોસ્ટ વોન્ટેડ બેચરલ સલમાન ખાન.

બોલીવુડમાં દર વર્ષે ઘણા મોટા બજેટની ફિલ્મો બને છે પણ એમાંથી ઘણી ઓછી ફિલ્મો છે જે સુપરહિટ સાબિત થઈ જાય. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફિલ્મો ભલે હિટ ન જાય પણ ફિલ્મના હીરો હીરોઇનની જોડી જરૂર હિટ થઈ જાય છે.

image source

80ના દાયકાથી લઈને આજ સુધી ઘણી બધી જોડીઓ સફળ રહી છે જેમ કે શાહરુખ ખાન અને કાજોલની જોડી, આમિર ખાન અને જુહી ચાવલાની જોડી, અક્ષય કુમાર અને રવીનાની જોડી. એવી જ રીતે એવી પણ એક જોડી છે જે મોટા પડદા પર જબરદસ્ત હિટ સાબિત થઈ અને એ છે સલમાન ખાન અનવ ભાગ્યશ્રીની જોડી.

image source

વર્ષ 1989માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં સલમાન ખાન અને ભાગ્યશ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને આ ફિલ્મ પછીથી સલમાન ખાન સફળતાનાં શિખરો સર કરતા રહ્યા પણ ભાગ્યશ્રીનું કરિયર ખતમ થવા પર આવી ગયું હતું.

આમ તો મેને પ્યાર કિયાની સફળતા પછી લોકો આ જોડીને ફરીવાર પડદા પર જોવા માંગતા હતા પણ એવું બની ન શક્યું અનવ ભાગ્યશ્રી ફિલ્મોથી દૂર થતી ગઈ. પણ હવે ભાગ્યશ્રીની દીકરી ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે અને ખૂબ જ જલ્દી સલમાન ખાન એમને પોતાની આવનારી ફિલ્મો માટે લોન્ચ પણ કરવાના છે.

image source

ભાગ્યશ્રીની દીકરી અવંતિકા હવે મોટી થઈ ગઈ છે અને દેખાવમાં પણ એ ખૂબ જ સુંદર છે એટલે તેની માતા ભાગ્યશ્રીને વિશ્વાસ છે કે એમની દીકરી એમના અધૂરા સપના પુરા કરશે. ભાગ્યશ્રીની સલમાન ખાન સાથે સારી મિત્રતા છે અને એ સલમાન ખાન સાથે મુલાકાત પણ કરતી રહી છે.

image source

આજે સલમાન ખાન બોલિવુડના સૌથી પોપ્યુલર અને સૌથી વધુ ડિમાન્ડ વાળા એકટર છે અને એમનો આખા બૉલીવુડ પર સિક્કો ચાલે છે અને એટલે જ ભાગ્યશ્રીએ પોતાની દીકરીનું કરિયર સલમાન ખાનને સોંપી દીધું છે અને હવે સલમાન ખાન અવંતીકાને પોતાની હવે પછીની ફિલ્મમાં કાસ્ટ કરશે જેમાં એ સલમાન ખાન સાથે પ્રેમમાં ગુટરગુ કરતી જોવા મળશે.

image source

લોકોનું માનવું છે કે અવંતિકા એકદમ એની માતા ભાગ્યશ્રી જેવી જ દેખાય છે અને જેમ એની માતા આજે પણ સુંદર છે એમ અવંતિકા પણ એટલી જ સુંદર છે અને અવંતિકા અને સલમાન ખાનની જોડી બોલીવુડમાં ધમાલ મચાવી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span